Fact Check: 15થી 30 એપ્રિલ વચ્ચે દેશમાં લાગશે લોકડાઉન? જાણો ન્યૂઝની સત્યતા

દેશમાં કોરોનાની બીજી લહેર ઝડપથી ફેલાઇ રહી છે એવામાં દેશમાં લોકડાઉન લાગુ કરવાના અહેવાલોસામે આવી રહ્યા છે. ઘણા શહેરોમાં નાઇટ કર્ફ્યુ અને લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન એક સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત સરકાર 15 થી 30 એપ્રિલ દરમિયાન દેશભરમાં લોકડાઉન લાગુ કરવા જઈ રહી છે. જ્યારે આ સમાચાર અંગે પીઆઈબીને માહિતી મળી ત્યારે તેમણે ફેક્ટ ચેક કર્યું. ચાલો અમે તમને જણાવીએ કે આ સમાચારની સત્યતા શું છે.

image source

તમને જણાવી દઈએ કે આ તસવીર પર લખ્યું છે કે 15 થી 30 એપ્રિલ સુધીમાં આખા દેશમાં ફુલ લોકડાઉનની જાહેરાત કરવામાં આવશે. બીજી તરફ સરકારે આ સમાચારને સંપૂર્ણ ફેક ગણાવ્યા છે અને આવી ભ્રામક માહિતીથી સાવધ રહેવાનું કહ્યું છે.

ટ્વીટમાં પીઆઈબીએ શું લખ્યું ?

એક Morphed ફોટોગ્રાફમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારત સરકાર દ્વારા 15 થી 30 એપ્રિલ વચ્ચે સમગ્ર જેશમાં લોકડાઉન લગાડવામાં આવશે. PIBFactCheck: માં આ દાવો નકલી સાબિત થયો છે. લોકડાઉન અંગે ભારત સરકાર દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. કૃપા કરીને આવા ભ્રામક તસવીરો અથવા મેસજ શેર કરશો નહીં.

ખરેખર, તે એક મોર્ફ તસવીર છે. એટલે કે, વાસ્તવિક ચિત્ર સાથે ચેડાં કરીને ભ્રામક માહિતી આપવામાં આવી છે. ફોટામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો છે અને આ માહિતીને લોકડાઉન બ્રેકિંગ કહેવામાં આવી રહ્યું છે.

કોરોના કાળમાં ફેક ન્યૂઝ વધી રહ્યા છે

image source

કોરોના કાળમાં દેશભરમાં જે પ્રકારની પરિસ્થિતિ પ્રવર્તે છે, તેમાં અનેક બનાવટી સમાચારો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ભારત સરકારના પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોએ વાયરલ થયેલા સમાચારોને નકારી દીધા છે અને કહ્યું છે કે સરકારે આ પ્રકારનો કોઈ નિર્ણય લીધો નથી. કોરોના સમયગાળા દરમિયાન આવા બનાવટી સમાચાર ફેલાતા અટકાવવા સરકારે પણ ઘણા પ્રયત્નો કર્યા છે.

image source

તમને જણાવી દઈએ કે હાલમાં દેશમાં કોરોનાના કેસ રોકેટગતિએ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં રેકોર્ડબ્રેક 2 લાખ 16 હજાર 642 કેસ નોંધાયા છે. નોંધનિય છે કે, ગયા વર્ષે સંક્રમણની શરૂઆતથી અત્યાર સુધીમાં આ આંકડો એક દિવસમાં સૌથી વધુ નોંધાયેલા કેસનો છે. આ દરમિયાન 1 લાખ 17 હજાર 825 લોકો પણ સ્વસ્થ થયા, તો બીજી તરફ 1182 દર્દીનાં મોત થયાં હતાં. તમને જણાવી દઈએ કે, ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા 15 લાખને પાર પહોંચી ગઈ છે.

image source

હાલમાં દેશમાં 15 લાખ 63 હજાર 588 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેનાથી તમે દેશમાં કોરોનાના કહેરનું અનુમાન પણ લગાવી શકો છો. તમને જણાવી દઈએ કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે વિશ્વના ટોપ-20 સંક્રમિત શહેરોની યાદીમાં ભારતનાં 15 શહેરોનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે આ પુણે આ યાદીમાં ટોપ પર છે, જ્યારે દેશની આર્થિક રાજધાની મુંબઈ બીજા નંબરે છે. તો બીજી તરફ દેશની સ્થિતિ એવી એ છે કે દેશના 120 જેટલા જિલ્લાઓમાં બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર જેવી સુવિધાઓની અછત પડી રહી છે. જેને લઈને લોકો ખુબ પરેશાન થઈ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!