ફન્ની વીડિયો જોઈ તમને પેટમાં દુખવા લાગશે, પહેલાં મોટા ઉપાડે ટિકિટ વગર ટ્રામમાં બેસી ગયો અને પછી થયું કંઈક આવું

સોશિયલ મીડિયા પર અવાર નવાર કેટલાય વીડિયો વાયરલ થતાં રહે છે. અમુક વીડિયો સારા હોય તો અમુક કોમેડી હોય. તો વળી અમુક વીડિયો ઈમોશનલ પણ હોય છે. ત્યારે હવે એક વીડિયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ કેવી રીતે ભાડું ન આપવું પડે એ માટે ભાગી જાય છે. સોશિયલ મીડિયા પર એક વિચિત્ર ઘટના સામે આવી છે, જેમાં એક વ્યક્તિ મૂવિંગ ટ્રામની બારીમાંથી કૂદી ગયો જેથી તેને ભાડુ ચૂકવવું ન પડે. વિડિયોમાં તમે જોઈ શકો છો કે તરત જ ટિકિટ કલેક્ટર તે વ્યક્તિને ટિકિટ જોવા માટે પહોંચે છે, તે પછી તે વ્યક્તિ મુવિંગ ટ્રામની બારીમાંથી કૂદી ગયો છે.

किराया देने के डर से शख्स ने उठाया खतरनाक कदम, चलती ट्राम की खिड़की से लगाई छलांग - देखें Viral Video
image source

આ ઘટનાનો આ વીડિયો ફેસબુક પર તારાસ ખ્વાઇલ નામના યુઝરે શેર કર્યો છે. જેની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે, “પોલીસ આવે તે પહેલા ટિકિટ ન લેનાર ભાગી જાય છે.” સ્થાનિક અહેવાલો અનુસાર, આ ઘટના યુક્રેનના ચાર્કસી ઓબ્લાસ્ટની છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર અત્યાર સુધીમાં 6 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે.

image source

કેટલાક લોકો વીડિયો જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થાય છે, તેઓ કહે છે કે જો આ વ્યક્તિને કૂદકો મારતા સમયે ઈજા થઈ હોત તો શું થયું હોત?

image source

આ સિવાય પણ એક વીડિયો ભારે વાયરલ થયો હતો. એ સમય એવો હતો કે સોશિયલ મીડિયામાં પેટ્રોલ અંગે આ પ્રકારે જોક્સ, વીડિયો અને મિમ્સ બનાવીને લોકો પોતાનું દુખ પણ વ્યક્ત કરી રહ્યા હતા. કારણ કે પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા ભાવોને લઈ જનતા બેહાલ થઈ ગઈ હતી. અનેક રાજ્યોમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 100 રૂપિયા થઈ ગયો છે અને હવે ધીમે-ધીમે ડીઝલ પણ સેન્ચ્યુરી મારવાની દિશામાં આગળ વધી રહ્યું છે. જો પેટ્રોલ અને ડીઝલ આટલા મોંઘા થઈ રહ્યા હોય તો સામાન્ય માણસ તેનું એક ટીપું પણ કઈ રીતે જતું કરી શકે તે વિચારો..

આ વિચારથી પ્રેરાઈને એક વ્યક્તિએ વીડિયો પણ બનાવી દીધો છે જેને જોઈ એક તરફ ભવિષ્યની ચિંતા થાય છે અને એક બાજુ હસવું આવે છે. આ વીડિયો @RJPandeY_ નામના એક ટ્વીટર યુઝરે શેર કર્યો છે. સાથે જ કેપ્શનમાં લખ્યું હતું કે, ‘એક-એક બૂંદ તેલ કી કિંમત તુમ ક્યા જાનો રમેશ બાબૂ…’ આ વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને આશરે 5,000થી વધારે વ્યૂ અને 700 જેટલી લાઈક મળી ચુક્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ ગાડીમાં પેટ્રોલ ભરાવી રહી છે. ત્યાર બાદ પંપ વર્કર જેવું પેટ્રોલ નોઝલને હટાવી લે છે કે તે વ્યક્તિ નોઝલને પકડીને તેમાં બચેલું એક-એક ટીપું કારની ટાંકીમાં પાડવા પ્રયત્ન કરે છે. લોકોને આ વીડિયો ખૂબ જ ફની લાગી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!