Site icon News Gujarat

ગુજરાતના આ ગામમાં ભ્રષ્ટાચારીઓ જબરા બુચણિયા, 48 લાખનો રસ્તો ત્રણ દિવસમાં જ ચોરી લીધો

હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જે જાણીને તમે પણ માથું પડકી જશો કે લોકો આ હદે કેમ ભ્રષ્ટાચાર કરતાં હશે. કારણ કે ગુજરાતમાં અમુક લોકો એટલી દહે કરપ્શન કરે છે કે ન પૂછો વાત. હાલમાં જે કિસ્સો સામે આવ્યો એ જાણીને તમને પણ કંઈ શબ્દ નહીં મળે. કેટલાક કોન્ટ્રાક્ટરો અધિકારીઓની મેળવણીથી લાખો રૂપિયાનો રસ્તો જ ગાયબ કરી દેતા હોય તેવા પણ કિસ્સા સામે આવતા રહે છે. કારણ કે ચોપડે તો બોલાતો હોય પણ આ જગ્યાએ રસ્તો સ્થળ પર નથી. વાતલ ત્યાં સુધી વણસી ગઈ કે રસ્તો બન્યો હોવાનું પુરવાર પણ કરી દીધું અને તેના પૈસા પણ ચુકવી દેવામાં આવે છે

image source

આ કિસ્સામાં કંઈક એવું જ જોવા મળે છે કે જેમાં એક લાખો રૂપિયાનો રોડ રાતોરાત ચોરાઈ ગયો હતો અને હવે આ વાત ચારેકોર ચર્ચાઈ રહી છે. મળતી માહિતી અનુસાર જો વાત કરવામાં આવે તો નેશનલ હાઇવે નંબર 8ના વણસર ગામે પેટ્રોલપંપની બાજુમાંથી નીકળતા રસ્તાની અઘરીવ રીતે ચોરી થઇ છે. 48 લાખ 92 હજાર રૂપિયાનો રોડ રાતોરાત ગાયબ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે આ 48 લાખ 92 હજાર રૂપિયાનો રસ્તો વણસર ગામમાં બનાવવામાં આવ્યો હતો.

image source

જો કામ વિશેની વાત કરીએ તો આ રસ્તાના કામની શરૂઆત 12-12-2019ના રોજ કરવામાં આવી હતી અને રસ્તાનું કામ 11-9-2020ના રોજ પૂર્ણ પણ કરવામાં આવી ગયુંલ હતું. બીજી મળતી માહિતી પ્રમાણે રસ્તાનું કામ અમદાવાદની શ્રી શક્તિ કન્ટ્રકશન દ્વારા કરવામાં આવ્યું હતું. રસ્તો બનાવવામાં 13 મહિના લાગ્યા હતા પરંતુ રસ્તો બન્યાના ગણતરીના દિવસોમા ચોરોએ એવી રીતે રસ્તાની ચોરી કરી છે કે, રસ્તા પર એક પણ ડામરનો કટકો પણ રહેવા દીધો નથી. ટૂંકમા આખો રસ્તો જ ચોરાઈ ગયો છે. એવું કહીએ તો ચાલે કે 200 મીટરનો રોડ બનાવવામાં આવ્યો છે પણ માત્ર ચોપડા પર જ બન્યો છે.

image source

આ સિવાય વાત કરીએ તો સ્થાનિક ગામના લોકોને પણ ખબર નથી કે રસ્તો ક્યારે બની ગયો અને ક્યારે ચોરાઈ પણ ગયો. નાનકડા એવા ગામમાં ભ્રષ્ટાચારનો મોટો કિસ્સો સામે આવ્યો છે જેમાં 48 લાખ રૂપિયાના ખર્ચે બનેલો રસ્તો ત્રણ દિવસમાં જ ગાયબ થઈ ગયો હતો. આ સાથે જ જો વાત કરીએ તો આ ઘટના વિશે વાત કરતાં વણસર ગામમાં રહેતા નલિન પટેલનું કહેવું છે કે, અમને પણ રસ્તાની ચોરી થઈ ગઈ હોય તેવું લાગે છે. કારણ કે, અમને રસ્તો જોવા મળ્યો જ નથી. અહીંયા રોડ બની ગયો છે તેવું બોર્ડ તો મારવામાં આવ્યું છે પરંતુ અમને રસ્તો ક્યાંય દેખાતો તો નથી. ગામના લોકોનું કહેવું છે કે, કોન્ટ્રાક્ટર દ્વારા અગાવ આ પ્રકારનું કોઈ પણ બોર્ડ લગાવવામાં આવ્યું ન હતું પરંતુ અચાનક જ ત્રણ દિવસ પહેલા ગામમાં બોર્ડ લાગી ગયું અને અમને ખબર પણ ન પડી કે રસ્તો ક્યારે બન્યો.

image source

ત્યારે હવે એવી ચર્ચા કરવામાં આવી રહી છે કે એક તરફ રાજ્યની સરકાર ભ્રષ્ટાચાર મૂક્ત ગુજરાતની વાત કરે છે. પણ બીજી તરફ સરકારી અધિકારીઓ કોન્ટ્રાક્ટર કે, પછી પોલીસ અધિકારીઓ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે, સરકારી કચેરીઓમાં નાનામાં નાનું કામ કરાવવું હોય તો પણ સરકારી બાબુઓને થોડા પૈસા તો આપવા જ પડે છે. આ ઉપરાંત પોલીસ પણ નિર્દોષ વ્યક્તિઓને ધાક-ધમકી આપીને પૈસાની માગણી કરતી હોય તેવા પણ કિસ્સા સામે આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (સોર્સ : Dailyhunt)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version