Site icon News Gujarat

1500ની વસ્તીવાળા ગામમાં માત્ર 14 લોકોએ લીધી રસી, અને પછી ડરના મારે ગ્રામીણોએ એક પછી એક સરયૂ નદીમાં લગાવી છલાંગ

કોરોનાની બીજી લહેરે સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દીધો છે. દિવસેને દિવસે વધતા કોરોના સંક્રમિતોના આંકડા અને કોરોનામાં જીવ ગુમાવનાર લોકોના આંકડાએ સમગ્ર દેશને ચિંતાજનક પરિસ્થિતિમાં મૂકી દીધો છે. એવામાં કોરોનાને કાબુમાં લેવા માટે સરકારનો વેકસીનેશન પ્રોગ્રામ પણ જોરશોરમાં ચાલી રહ્યો છે. લોકોને વેકસીન લેવામાટે જાગૃત કરવામાં આવી રહ્યા છે એવામાં કોરોના વેક્સીન અંગે કેટલાક ગામમાં ગ્રામજનોમાં ભ્રમ અને ખોફ એ હદે ઘર કરી ગયો છે કે લોકો વેક્સીન ન લેવા માટે કંઇપણ કરી રહ્યાં છે.

image source

હાલમાં જ આવી એક ઘટના સામે આવી છે. બારાબંકી જિલ્લાના સિસૌડા ગામમાં વેક્સીન લગાવવા પહોંચેલી સ્વાસ્થ્ય વિભાગની ટીમને જોઇ લોકો એટલી હદે ડરી ગયા હતા કે ડરનાં માર્યા સર્યૂ નદીમાં છલાંગ લગાવા લાગ્યા હતાં. આ નજારો જોઇ સ્વાસ્થ્ય વિભાગની ટીમની હાલત ખરાબ થઇ ગઇ હતી.

image source

સ્વાસ્થ્ય વિભાગની ટીમે ગ્રામજનોને નદીમાંથી બહાર આવવાં ખૂબ જ વિનંતી કરી રહ્યાં હતાં. પણ નદીમાં કુદેલા લોકો એકના બે ન થયા. એ પછી ઉપજિલ્લાઅધિકારીએ આ લોકોને સમજાવ્યાં હતા અને એ બાદ ગ્રામજનો નદીમાંથી બહાર આવ્યાં હતાં. તમને જણાવી દઈએ કે 1500ની વસ્તીવાળા ગામમાં માત્ર 14 લોકોએ વેક્સીન લેવાની હિંમત ભેગી કરી. બારાબંકી જનપદનાં રામનગરનાં એક ગામ સિસૌડાનાં ગ્રામજનોમાં વેક્સીન લગાવવાં સ્વાસ્થ્ય વિભાગની ટીમ પહોંચી હતી. સ્વાસ્થ્ય વિભાગની ટીમ દ્વારા ગામમાં રસીકરણ કરવાની સૂચના માત્રથી ગ્રામજનોમાં ડર ફેલાઇ ગયો હતો.

image source

ગ્રામજનો રસીથી બચવા માટે ગામની બહાર વહેતી સર્યુ નદીનાં કિનારે આવી ગયા હતાં. સ્વાસ્થ્ય વિભાગની ટીમને જ્યારે લોકો નદી કિનારે જતા રહ્યા છે તેવી માહિતી મળી તો તેઓ નદી તરફ ગયા હતાં. અને તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. ગ્રામજનો સ્વાસ્થ્ય વિભાગની ટીમને તેમની તરફ આવતા જોઈ ડરી ગયા હતાં અને સરયૂ નદીમાં ભુસકાં મારવા લાગ્યા હતાં.

image source

સર્યું નદીમાં છલાંગ લગાવનાર ગ્રામજનોને છલાંગ લગાવતા સમયે તેમનાં જીવની પણ ચિંતા ન હતી. ગ્રામજનોને નદીમાં છલાંગ મારતા જોઇ સ્વાસ્થ્ય વિભાગની ટીમે તેમને બહાર આવવાનો અનુરોધ કર્યો હતો. પણ ગ્રામજનો બહાર આવવાં તૈયાર ન હતાં ઉપજિલ્લા અધિકારી રાજીવ શુક્લ અને નોડલ અધિકારી રાહુલ ત્રિપાઠીનાં સમજાવ્યાં બાદ નદીમાં કુદેલા ગ્રામજનો નદીની બહાર આવ્યાં હતાં. ઉપજિલ્લાઅધિકારીએ ગ્રામિણોની અંદર ફેલાયેલો ડર અને ભ્રાંતિઓ દૂર કરી તેને વેક્સીન લગાવવા રાજી થઇ ગયા હતાં. એ પછી એક બાદ એક કૂલ 14 લોકોએ વેક્સીન લગાવી હતી. આ ગામની વસ્તી 1500ની છે જેમાંથી માત્ર 14 લોકોએ રસી લીધી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version