Site icon News Gujarat

ગુજરાતમાં આજે પણ અહીં હોળી-ધૂળેટીમાં વર્ષો જૂની પરંપરામાં સામેલ થાય છે લોકો, ક્યારે તમે નહિં જોયો હોય આવો મહોત્વસવ, જોઇ લો તસવીરોમાં

ભારતમાં મનાવવામાં આવતા સૌથી શાનદાર તહેવારોમાં હોળીનો સમાવશ થાય છે. રંગો અને મસ્તીનો આ તહેવાર આમ તો વિશ્વભરમાં અનેક રૂપરંગમાં મનાવાય છે. પરંતુ હિંદુઓ માટે હોળીનું પૌરાણિક મહત્ત્વ પણ છે. હોળીને લઈને ભારતમાં અનેક દંતકથાઓ પ્રચલિત છે. પ્રદેશ અને વિવિધ વિસ્તાર મુજબ અલગ અલગ કથાઓ છે. વર્ષો જૂની પરંપરા મુજબ હોળીની ઉજવણી માટે લોકો વિદેશથી પોતાના વતન અરવલ્લીના મેઘરજ તાલુકાના બાઠીવાડા ગામે આવે છે. અરવલ્લીના મેઘરજ તાલુકાના બાઠીવાડા ગામમાં આજે પણ વર્ષો જૂની પરંપરા મુજબ હોળીની ઉજવણી કરવામાં આવે છે. બાઠીવાડા ગામમાં 10થી 12 હજારની વસ્તી છે. જ્યાં દિવાળી કરતા હોળીના તહેવારને મોટો માનવામાં આવે છે. અને લોકો વિદેશથી પોતાના વતનમાં હોળી મનાવા આવે છે. ત્યારે ધુળેટીના દિવસે તમામ લોકો ઢોલ-ત્રાંસા સાથે ઢોલ રમતા રમતા ભેગા થાય છે. અને રિવાજ મુજબ હોળીને પ્રગટાવે છે.

image source

બાઠીવાડા ગામમાં 12 મુવાડા છે. અને તમામ મુવાડા અલગ-અલગ ગ્રૂપ બનાવી અને ગીતો ગાઇ ગેર રમત રમે છે. બાઠીવાડા ગામમાં પરંપરાગત રીતે ગણવેશમાં સજ્જ થઇ લોકો હોળીની ઉજવણી કરે છે. અને હોળી દહન બાદ શાંત થાય ત્યારે તેમાંથી કુંભ કાઢી અને તેમા કેટલો ભેજ છે. તે જોઇ વરતારો એટલે કે આગામી વર્ષ ખેતી માટે કેવું રહેશે તે નક્કી કરે છે.સામાન્ય રીતે સમગ્ર દેશમાં હોળીનો તહેવાર ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે ઉજવાય છે પરંતુ અરવલ્લી જિલ્લાનું એક એવું ગામ કે, જયાં ધૂળેટીના દિવસે હોળી પ્રગટાવી તહેવાર ઉજવાય છે. જિલ્લાના મેઘરજ તાલુકામાં આવેલા બાઠીવાડા ગામે બક્ષીપંચ સમાજની વસ્તી રહે છે. એક જ ગામના કુલ બાર મુવાડા છે. જેમાં દસથી બાર હજારની વસ્તી વસવાટ કરે છે. આ ગામે દિવાળી કરતા પણ હોળી સૌથી મોટો તહેવાર ગણાય છે. હોળી મનાવવા લોકો દેશ પરદેશમાંથી પોતાના વતનમાં આવે છે. સમાજમાં કહેવત છે કે, દિવાળી અઠે-કઠે પણ હોળી તો માદરે વતને જ તે મુજબ બારેબાર મુવાડાના લગભગ દસથી બાર હજારની સંખ્યામાં અબાલ વૃદ્ધ સૌકોઈ ઢોલ-ત્રાંસા લાઠીઓ સાથે એક જ સ્થળે ઢોલ રમતા રમતા ભેગા થાય છે. અને સમાજના મુખી રૂઢિગત રીવાજ પ્રમાણે હોળીની ખાદ્ય કરતા કરે છે. ખાદ્યનો ખાડો ખોદી તેમાં માટીના ચાર લાડુ મૂકી તેના ઉપર કુંભ મૂકી ધજા સહિતનો સ્તંભ રોપવામાં આવે છે.

image source

તમામ મુવાડાના લોકો અલગ-અલગ ગ્રૂપ બનાવી સમૂહમાં મહિલાઓ સહીત ઢોલ વગાડી લાઠીઓ વડે હોળીના ગીતો ગાઈ ઘેર રમતા રમે છે ત્યાર બાદ ગણતરીની દસજ મીનીટમાં સ્તંભ ની આજુબાજુમાં લાકડાનો મોટો થર બનાવવામાં આવે છે. ત્યારબાદ સમાજના મુખી સમાજના આગેવાનો સાથે શ્રીફળ વધેરી અગ્નિ પ્રગટાવવા માટેના ચાર કાકડા તૈયાર કરી અગ્નિ પ્રગટાવવામાં આવે છે. આગેવાનો સળગતા કાકડા હાથમાં લઇ ખૂબ જ ઝડપથી દોડતા હોળીની પ્રદક્ષિણા કરતા હોળી પ્રજ્વલિત કરે છે. હોળી પ્રગટી ગયા પછી ઉપસ્થિત સૌ કોઈ હાથમાં શ્રીફળ-પાણીનો લોટો રાખી સામૂહિક રીતે હોળીની પ્રદક્ષિણા કરી હજારોની સંખ્યામાં છૂટા હાથે શ્રીફળની સામૂહિક આહુતિ આપતા હોય છે. આમ પરંપરાગત રીતે પોતાના ભાતીગળ ગણવેશમાં સજ્જ થઇ બાઠીવાડાનો ઠાકોર સમાજ ધૂળેટીના દિવસે હોળીનો ઉત્સવ મનાવે છે. હોલિકા દહનના દર્શન પછી બારે મુવાડાના લોકો પોત પોતાના મુવાડામાં જઈ ઢોલ રમે છે. જે બાદ આજના દિવસે સાંજે જે સ્થળે હોલિકા દહન થયું હતું. તે જગ્યાએ સમગ્ર ગામ પાણીનો લોટો લઇ હોળીને ટાઢી પાડે છે.

image source

તથા હોળીના સ્તંભની નીચે મુકેલ માટીના લાડુ તથા કુંભ કાઢી તેમાં કેટલો ભેજ રહેલો છે. તેના ઉપરથી વરતારો એટલે કે આવતું વર્ષ ખેતી માટે કેવું રહેશે. તે નક્કી કરવામાં આવે છે .આમ આ વિસ્તારના બક્ષીપંચ સમાજના લોકોએ જૂના વેર જેર ભૂલી જઈ એકમેક થઇ હોળી ઉત્સવ ઉજવી વર્ષો જૂની આ પરંપરાને જાળવી રાખી છે. સમાજના મુખીની હાજરીમાં હોળી પ્રગટાવી હોળી ઉત્સવની પરંપરાગત શૈલી મુજબ અનોખી રીતે ઉજવણી કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version