Site icon News Gujarat

બાળપણના મિત્રોની સાથે આલિયા ભટ્ટ લંચ ડેટ પર, પહેર્યા સાધારણ દેખાતા મોંઘા કપડા

બોલિવૂડની કરંટ ટોપ એક્ટ્રેસની વાત કરીએ તો તેમાં આલિયા ભટ્ટનું નામ ટોપ પર રાખવામાં આવશે. આ એક્ટ્રેસની પાસે ફિલ્મ પ્રોજેક્ટ્સથી લઈને પ્રોફેશન સાથે જોડાયેલા કામની ભરમાર છે. આ કારણે આલિયાની માનીએ તો 24 કલાક પણ ઓછા પડે. આ બીઝી શિડ્યુલમાં પણ તે પોતાના દોસ્તોને માટે સમય કાઢી લે છે. આ વખતે એક્ટ્રેસ પોતાના બાળપણના મિત્રોની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતી જોવા મળી છે. સાથે જ તેણે સૌની સાથે મળીને લંચ ડેટ એન્જોય કરી છે. આ સમયે તેઓએ પોતાના માટે એવા કપડા પસંદ કર્યા છે જેનાથી ફેન્સ થોડા સરપ્રાઈઝ થઈ શકે છે.

image source

આલિયા ભટ્ટ દોસ્તોની સાથે મુંબઈની એક નામી રેસ્ટોરન્ટની બહાર જોવા મળી. આ સમયે ત્યાં હાજર પપરાજીએ તેમની ફોટો લેવામાં પળ વારનો વિલંબ કર્યો નહીં. આલિયાની સાથે તેની બાળપણની દોસ્ત અનુશ્કા રંજન, આક્ષાંશા રંજન અને બહેન શાહીન ભટ્ટ પણ હતી. સાથે લંચ ડેટ એન્જોય કરવા માટે સૌએ એક સરખા કપડા પણ પહેર્યા હતા. જે સ્ટાઈલિશ હોવાની સાથે કમ્ફર્ટેબલ પણ હતા.

આલિયાએ પસંદ કર્યો એથલીઝર લૂક

image source

સૌથી પહેલા અદાકારાના લૂકની વાત કરીએ. આલિયાએ પોતાને માટે એથલીઝર લૂક પસંદ કર્યો હતો. જેમાં તેઓએ લાઈટ અને ડાર્ક શેડના કપડાનું કોમ્બિનેશન પસંદ કર્યું હતું. એક્ટ્રેસે બેબી પિંક કલરની સ્વેટ શર્ટ પહેરી અને તેમાં ક્રૂ નેકલાઈન અને ફૂલ સ્લીવઝ હતી. તેઓએ તેની સાથે બ્લેક કલરના સાઈકલ શોર્ટ્સ મેચ કર્યા હતા.

દરેક વખતે સ્ટાઈલિશ આઉટફિટમાં મળે છે જોવા

image source

અદાકારાની ચોઈસ તેમના ફેન્સ અને સ્ટાઈલ ઈન્સપરેશન લેનારી યુવતીઓને હેરાન કરી શકે છે. કેમકે આલિયાને ખાસ કરીને પોતાના દોસ્તોની સાથે હેંગઆઉટ કરતા પણ બ્યુટીફૂલ ડ્રેસમાં જોઈ શકાય છે. એવામાં તેમની લંચ ડેટ માટે આ એથલીઝર લૂક પસંદ કરવો એક્ટ્રેસની નોર્મલ ચોઈસથી અલગ રહ્યો હતો.

આલિયાના ફૂટવેર છે મોંઘા

image source

આલિયાએ પોતાના ઈન પિંક એન્ડ બ્લેક ક્લોધ્સની સાથે કાનમાં હૂપ્સ પહેર્યા હતા. તો ફેસને મેકઅપ ફ્રી રાખ્યો અને વાળને મિડિલ પાર્ટ કરીને પોનીમાં બાંધી દીધા હતા. તેઓએ આ લૂકને બફેલો લેબલના બ્લેક બ્રોથલ ક્રીપર્સની સાથે મેચ કર્યો હતો. આ લેધર મેડ ટાવર લો સ્નીકર્સની કિંમત ભારતીય કરન્સી અનુસાર 14903 રૂપિયા થાય છે.

પિંક સ્વેટશર્ટ અને પર્સ પણ નથી સસ્તા

image source

આલિયા ભટ્ટે જે પિંક સ્વેટશર્ટ પહેર્યું છે તે પણ કંઈ સસ્તુ નથી. એક્ટ્રેસે શીન ટચવાળા આ બલૂન ઈફેક્ટ ટોપની Karl Lagerfeld થી ખરીદ્યું હતું. આ ઓર્ગેનિક કોટનથી બનેલું છે. ફ્રન્ટ પર Karlનો લોગો લગાવાયો છે. ઓફિશિયલ વેબસાઈટ્સ પર આ યૂનિસેક્સ સ્વેટશર્ટની કિંમત લગભગ 16477 રૂપિયા છે. તો અદાકારાના હાથમાં લક્ઝરી લેબલ Diorની ટોટ બેગ હતી. તેની કિંમત પણ 2 લાખ રૂપિયાથી વધારેની છે.

બહેનો પણ જોવા મળ્યો સ્ટાઈલિશ લૂક

image source

આમ તો આલિયાની બહેન શાહીનની પણ સ્ટાઈલ ખઆસ રહી હતી. તેઓએ ગ્રીન શેડની ક્રોપ્ડ પેન્ટ્સ પહેરી હતી અને તેની સાથે તે ગ્રે શેડની પ્રિંટિટ શર્ટ મેચ કરતી જોવા મળી. આ કોમ્બિનેશન ઘણું સારું લાગી રહ્યું હતું. તેઓએ પોતાના લૂકને ગોલ્ડન હૂપ્સ, ટ્રાન્સપરન્ટ સ્ટ્રેપ હીલ્સ અને બ્લેક લેઘર મેડ સ્લિંગ બેગની સાથે પરફેક્ટ ફિનિશ આપ્યું હતું.

Exit mobile version