વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષતામાં લેવાયો નિર્ણય, CBSE ધોરણ-12ની પરીક્ષા કરવામાં આવી રદ

સરકારે આ વર્ષે CBSE ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરી છે. મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષતા હેઠળ યોજાયેલી મહત્વની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. વડાપ્રધાને કહ્યું કે તમામ વિદ્યાર્થીઓની સુરક્ષા અમારી પ્રાથમિકતામાં છે. આ માહોલમાં તેમને પરીક્ષાને લગતી તણાવની સ્થિતિ આપવી યોગ્ય નથી. આપણે તેમના જીવનને જોખમમાં નાંખી શકીએ નહીં.તેમણે કહ્યું કે ધોરણ-12ના પરિણામ નિયત સમયમાં અને તાર્કિક આધાર પર તૈયાર કરવામાં આવશે.

image source

હાલમાં વિદ્યાર્થીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આ પહેલાં CBSE અને ICSE બોર્ડની પરીક્ષા અંગે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. તેમા કેન્દ્ર સરકારે કહ્યું હતું કે તે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં પોતાનો પ્લાન રજૂ કરશે. ત્યારે હવે માહિતી સામે આવી રહી છે કે સરકારે આ વર્ષે CBSE ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરી છે. મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષતા હેઠળ યોજાયેલી મહત્વની બેઠકમાં આ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવી છે.

image source

મળતી માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો વડાપ્રધાને કહ્યું કે તમામ વિદ્યાર્થીઓની સુરક્ષા અમારી પ્રાથમિકતામાં છે. આ માહોલમાં તેમને પરીક્ષાને લગતી તણાવની સ્થિતિ આપવી યોગ્ય નથી. આપણે તેમના જીવનને જોખમમાં નાંખી શકીએ નહીં. ધોરણ-12ના પરિણામ નિયત સમયમાં અને તાર્કિક આધાર પર તૈયાર કરવામાં આવશે. આ પહેલાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તમે જે પણ નિર્ણય લેશો તેની પાછળ મજબૂત દલીલ આપવી પડશે. ન્યાયમૂર્તિ ખાનવિલકરે કહ્યું કે વિદ્યાર્થીઓને ઘણી આશા હતી કે આ વર્ષે પણ અગાઉના વર્ષની માફક પરીક્ષા નહીં યોજાય અને નંબરિંગ માટે મેથડ સિસ્ટમ અપનાવવામાં આવશે.

image source

આજે યોજાયેલી બેઠકની જો વિગતે વાત કરવામાં આવે તો CBSEના ચેરમેન, શિક્ષણ મંત્રાલયના સેક્રેટરી ઉપરાંત કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, અમિત શાહ, નિર્મલા સીતારમણ, પિયુષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, અને પ્રકાશ જાવડેકર પણ હાજર રહ્યાં હતા અને સમીક્ષા કરી હતી. આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગ મારફતે યોજાઈ હતી. તો વળી સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં વડાપ્રધાન સમક્ષ પરીક્ષા યોજવાને લગતા તમામ વિકલ્પ પણ રજૂ કરવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે રાજ્ય સરકારો અને CBSE બોર્ડ સાથે લાંબી ચર્ચા વિચારણા બાદ તૈયાર કરવામાં આવ્યા હતા. ત્યારે હવે નિર્ણય કરવામાં આવ્યો છે કે CBSE બોર્ડની 12ની પરીક્ષા લેવામાં આવશે નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *