આ ફિલ્મના એક સીન માટે 12 દિવસ સુધી નહોતો ન્હાયો આમિર ખાન, અને પછી થઈ ગઈ હતી સાવ આવી હાલત…

બોલીવુડની દુનિયામાં એક્ટર્સ પોતાના પાત્ર સાથે ન્યાય કરવા માટે ખૂબ જ મહેનત કરે છે. તો વાત જ્યારે બૉલીવુડ એકટર આમિર ખાનની હોય તો એમને મિસ્ટર પરફેક્ટનિષ્ટ કહેવામાં આવે છે. 3 ઇડિયટ્સ, દંગલ જેવી તમામ ફિલ્મો કરી ચૂકેલા આમિર ખાન આજે ભારતના ટોપ સ્ટાર્સમાંથી એક છે. ફિલ્મ ગુલામની શુટીંગ વખતનો એક કિસ્સો છે જેમાં સીનને પરફેક્ટ રીતે શૂટ કરવા માટે એમને પોતાના જીવને પણ દાવ પર લગાવી દીધો હતો. આ સીનમાં મૃત્યુ આમિર ખાનને જાણે સ્પર્શીને જતું રહ્યું હતું.

image source

આમિર ખાને ફિલ્મ હોલીથી ફિલ્મી દુનિયામાં પોતાનો પગ મુક્યો હતો પણ એમને ઓળખ ફિલ્મ કયામત સે કયામત તકથી મળી હતી. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી અને આમિર ખાન રાતોરાત ફેમસ થઈ ગયા હતા. એ પછી આમિર ખાન પાસે ફિલ્મોની લાઇન લાગી ગઈ હતી અને એમને લગભગ 8- 9 ફિલ્મો સાઈન કરી દીધી હતી.

image source

પણ શું તમે જાણો છો કે એક ફિલ્મ માટે આમિર ખાન 12 દિવસ સુધી ન્હાયા નહોતા. ફિલ્મ ગુલામના ક્લાઈમેક્સ સીન 10થી 12 દિવસમાં શૂટ કરવામાં આવ્યો હતો. આ એક ફાઈટ સીન હતો જેમાં આમિર ખાનને વિલને ખૂબ જ માર્યા હતા જેના કારણે આમિર ખન્ના ચહેરા પર ઘણું બધું લોહી અને ગંદગી જમા થઈ ગઈ હતી. આમિર ખાને ક્લાઈમેક્સ પૂરો થાય ત્યાં સુધી પોતાના ચહેરાના લુકની સટિકતા અને સ્થિરતા જાળવી રાખવા માટે 12 દિવસ સુધી ન્હાયા નહોતા.

image source

આ ફિલ્મમાં આમિર ખાને સિદ્ધાર્થ મરાઠેનું પાત્ર ભજવ્યું હતું. તો આ ફિલ્મમાં બોલીવુડની અભિનેત્રી રાની મુખર્જી આમિર ખાનની ઓપોઝીટ લીડ રોલ પ્લે કરી રહી હતી. આ ફિલ્મમાં એક ટ્રેનનો સીન છે જે બોલિવુડના સૌથી વધુ ચર્ચિત અને શ્રેષ્ઠ સીનમાંથી એક છે. જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ હતી તો આ સીન ઘણો જ ચર્ચામાં રહ્યો હતો.

image source

તમને જણાવી દઈએ કે આમિર ખાને દિલ હે કે માનતા નહિ, જો જીતા વહી સિકંદર, અંદાજ આપના અપના, રંગીલા, રાજા હિન્દુસ્તાની, ગુલામ, સરફરોશ, લગાન, દિલ ચાહતા હે, રંગ દે બસંતી, ફના, તારે જમીન પર, ગજની, 3 ઇડિયટ્સ, ધૂમ 3, પીકે, દંગલ, સિક્રેટ સુપરસ્ટાર, મંગલ પાંડે, ઇશ્ક, હમ હે રાહી પ્યાર કે, મન જેવી ઉમદા ફિલ્મોમાં કામ કર્યું છે

image source

આમિર ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો આમિર હાલ પોતાની આવનારી ફિલ્મ લાલસિંહ ચડ્ડાને પુરી કરવા માટે કમર કસી રહ્યો છે. આ ફિલ્મને આ વરસની નાતાલના રિલીઝ કરવાની યોજના છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!