આ શિક્ષકની બુદ્ધિને ખરેખર સલામ, નોકરી સાથે શરૂ કરી આ રીતે ખેતી, હવે વર્ષે 1 કરોડનો ચોખ્ખો નફો થાય

ઘણાં લોકો પોતાનાં અલગ અંદાજથી ખેતી કરતાં હોય છે અને અઢળક પૈસા કમાતા હોય છે. ક્યારેક અલગ-અલગ ટેક્નોલોજીના ઉપયોગથી તો ક્યારેક કઈક વિશેષ બિયારણ વાવીને સારો એવો પાક ઉભો કરતાં હોય છે. હાલમાં આવી જ રીતે પોતાની ખેતીથી ધૂમ મચાવનાર એક શિક્ષકની કહાની ઉતર પ્રદેશમાં વાયરલ થઈ રહી છે. ઉત્તર પ્રદેશનો એક શિક્ષક એક દશક કરતાં પણ વધુ સમયથી બાળકોને ભણાવી રહ્યો છે પણ આની સાથે સાથે તેણે ખેતી કરવાની પણ શરુઆત કરી હતી.

image source

અહી નવાઈની વાત એ છે કે બાળકોને ભણાવીને આ શિક્ષક જેટલું કમાઈ લે છે તેના કરતાં ખૂબ વધારે તે આ ખેતી કરીને કમાઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ આ શિક્ષક બારાબંકી જિલ્લાના દોલતપુર ગામનો રહેવાસી છે અને તેનું નામ અમિન્દ્ર પ્રતાપ સિંહ છે. તે દિવસમાં સ્કૂલનાં બાળકોને ભણાવીને 1.20 લાખ રૂપિયાની કમાણી કરતો હતો. પરંતુ હવે તેને આ રીતે ખેતી કરીને વર્ષની 30 લાખ રૂપિયા આવક થઈ રહી છે.

image source

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉથી લગભગ દોઢ કલાકના અંતરે રહેનાર આ અમિન્દ્ર પ્રતાપ સિંહ પોતાની આસપાસના ઘણાં ખેડૂતોને આ રીતે ખેતી કરવા માટે માર્ગદર્શન આપી રહ્યો છે. જાણવા મળી રહ્યું છે કે વર્ષ 2014માં ઉનાળાની રજાઓમાં તેમણે 30 હેકર જમીન પર આ રીતે ખેતી કરવાની શરુઆત કરી હતી. તેણે આ રીતે ખેતી કરવા માટે યુટ્યુબ વીડિયો અને ઓનલાઇન ટુટોરિયલની મદદ લીધી હતી.

શરૂઆતમાં તેણે યુટ્યુબ ચેનલો પર વીડિયો જોઈને અને ઓનલાઇન આ વિશે વિગતો વાંચીને આ રીતે ખેતી કરવાં માટેની બધી સમજ મેળવી લીધી હતી. આ પછી તેણે જમીન પર કેળાની ખેતી કરવાનું શરૂ કર્યું હતું. તેણે જણાવ્યું હતું કે સામાન્ય રીતે તેમનાં વિસ્તારમાં બધાં ખેડૂતો શેરડી કે ઘઉં જેવાં અનાજોની ખેતી કરતાં હોય છે. પરંતુ આ પાકોથી ખેડૂતોને કઈ વધારે નફો થતો હોતો નથી. તેણે વધુમાં કહ્યું હતું કે શેરડી જેવાં પાકની ખેતી માટે તો ખેડૂતોને 2 વર્ષ સુધીનો સમય આપવો પડે છે. આ જ કારણે ખેડૂતો વધારે કમાઈ પણ શકતાં નથી.

image source

જ્યારે તેમને આ ખેતીની શરુઆત તેમણે કેવી રીતે કરી તે વિશે પૂછવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું હતું કે તેમણે શરૂઆતમાં એક પ્રયોગ તરીકે જ કેળાની ખેતી કરવાની ચાલુ કરી હતી. આમાંથી તેને થોડા ફાયદો થયો હતો. જે પછી તેણે કેળાંના ખેતરમાં જ સાથે હળદળ, આદુ અને કોબીની ખેતી કરવા વિશે વિચાર્યું. તેમણે કહ્યું કે આદુમાંથી તેમને કઈ વધારે ફાયદો મળ્યો ન હતો પરંતુ હળદળ દ્વારા તેને સારી એવી કમાણી થઇ હતી.

image source

મળતી માહિતી મુજબ હડદળથી તેને એટલો બધો ફાયદો થયો કે તેમને જેટલાં પૈસા કેળાની ખેતીમાં રોકયા હતાં તે બધાં વસૂલ થઈ ગયાં. આ પછી કેળાની ખેતીમાંથી તેને જે રકમ મળી તે તેનો ચોખ્ખો નફો થયો. હાલમાં તેની આ ખેતી 60 એકરમાં ફેલાયેલી છે. આટલા વર્ષોના અનુભવથી હવે અમિન્દ્ર પ્રતાપ સિંહ પાકના કચરામાંથી ખાતર પણ બનાવે છે. આ રીતે ખેતરનો કચરો તેમના ખેતર માટે ખાતરનું કામ કરે છે. તેઓ વિવિધ ઋતુઓ અનુસાર પાકને ફેરવે છે. આ ઉપરાંત તેઓ ઇન્ટરક્રોપિંગ તકનીકીથી સારો નફો મેળવે છે.

અમિન્દ્ર પ્રતાપ સિંહ હવે 60 એકરમાં ખેતી કરે છે. તેમાંથી 30 એકર જમીન તેની જ જમીન છે અને 30 એકર જમીન લીઝ પર લેવામાં આવી છે. તેઓ મકાઇ,કોથમીર,લસણની ખેતી પણ હવે સાથે સાથે કરી રહ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમણે જણાવ્યુ હતું કે એક કરોડ રૂપિયાના વ્યવસાયમાં 30 મિલિયન વાર્ષિક બચત તેઓ હાલ કરી રહ્યાં છે. તેમના ખેતરમાં શાકભાજી 30 એકર જમીનમાં ઉગાડવામાં આવે છે. આ પછી બચતી જમીન 30 એકર જેમાં શેરડી, ઘઉં અને અન્ય અનાજની ખેતી કરે છે.

image source

આ રીતે તેઓ કુલ જમીનમાંથી દર વર્ષે 1 કરોડ રૂપિયાનો બિઝનેસ મળે છે. આમાંથી તેમનો નફો 30 લાખ રૂપિયા છે. આ સાથે તેઓ હવે સિંચાઈ માટે પણ આધુનિક તકનીકીનો ઉપયોગ કરી રહ્યાં છે. ટપક પદ્ધતિ અને પાણીનો છંટકાવ ઉપરાંત જમીનમાં ભેજ જાળવવા માટે તે મલિચંગ તકનિકનો પણ ઉપયોગ કરી રહ્યાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!