પરણિત મહિલાને થયો અન્ય યુવક સાથે પ્રેમ, પતિએ કરાવી દીધા બંનેના લગ્ન, પત્નીએ કહી આ વાત.

પ્રેમની એક ગજબ ઘટના સામે આવી છે. હકીકતમાં એક પરણિત મહિલાને અન્ય યુવક સાથે પ્રેમ થઈ ગયો. એની પર પ્રેમની અનોખી મિસાલ રજુ કરતા પતિએ જ પોતાની પત્નીના લગ્ન તેના પ્રેમીની સાથે કરાવી દીધા છે. પતિ જ હવે પોતાની બે વર્ષની દીકરીનું પાલન- પોષણ કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ ઘટના ચર્ચાનો વિષય બની ગયો છે.

બંનેના થયા હતા પ્રેમ વિવાહ.

image source

આપને જણાવી દઈએ કે, આ પ્રેમ પ્રકરણ બિહાર રાજ્યમાં આવેલ છપરા જીલ્લાના ઘેઘટા ગામમાં બની છે. જ્યાં પતિએ જ પોતાની પત્નીના લગ્ન અન્ય યુવક સાથે કરાવી દીધા છે. પતિનું કહેવું છે કે, તેમણે પણ બે વર્ષ પહેલા પોતાની પત્ની સાથે પ્રેમ લગ્ન જ કર્યા હતા. આ બંને પતિ- પત્નીને એક દીકરી પણ છે, જેનું ભરણપોષણ પિતા દ્વારા જ કરવામાં આવશે.

image source

પતિનું કહેવું છે કે, હવે તે પણ બીજા લગ્ન કરશે અને પોતાના જીવનની નવી શરુઆત કરશે.

પત્નીએ જણાવી આ વાત.

image source

ત્યાં જ પત્નીનું કહેવું છે કે, તેનો પહેલો પતિ તેની સાથે મારઝુડ કરી રહ્યો હતો. જેના કારણે તે પોતાના વર્તમાન સમયના પતિને પસંદ કરવા લાગી અને હવે બંનેએ લગ્ન કરી લીધા છે. પત્નીનું હવે એવું કહેવું છે કે, હવે તે પોતાના વર્તમાન સમયના પતિને ક્યારેય પણ છોડશે નહી.

હકીકતમાં જયારે મંદિરમાં સાદાઈથી લગ્ન કરી રહ્યા હતા તો તે સમયે તેની પર કોઈએ ધ્યાન આપ્યું નહી, પરંતુ જયારે લોકોને એવી ખબર પડે છે કે, એક પતિ જ પોતાની પત્નીના જ તેના પ્રેમીની સાથે લગ્ન કરાવી રહ્યા છે. તો લોકો મંદિરમાં આવીને આ લગ્નનો વિડીયો બનાવવા લાગ્યા હતા. ત્યાર બાદ લોકો દ્વારા આ લગ્નના વિડીયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરી દેવામાં આવ્યો છે, જ્યાં આ લગ્નનો વિડીયો વાયરલ થઈ ગયો છે.

image source

આપને જણાવી દઈએ કે, પતિ દ્વારા પત્નીના જ લગ્ન કરાવવામાં આવનાર આ પહેલો બનાવ છે નહી. આની પહેલા પણ ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલ કાનપુર શહેરમાં કેટલાક વર્ષ પહેલા આવી જ ઘટના સામે આવી હતી. જ્યાં પતિએ પોતાની પત્નીના પ્રેમીની સાથે તેના લગ્ન કરાવ્યા હતા. તે લગ્નની પણ તે સમયે ખુબ જ ચર્ચા થઈ રહી હતી. તેમજ અત્યારના સમયમાં બનેલ આ ઘટના કે એક પતિ દ્વારા જ પોતાની પત્નીના તેના પ્રેમીની સાથે લગ્ન કરાવી દે છે જે હવે સામાન્ય ઘટના જેવી થઈ ગઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *