હિમાનીબેનની વ્યથા: ‘મારા માસાનો જીવ બચાવવા હું ગમે તે કિંમતે વેન્ટિલેટર ખરીવા તૈયાર છું’, કોરોના કાળમાં આ સત્ય કહાની ખાસ વાંચજો કારણકે..

રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે કેટલાટ હ્યદયને હચમચાવી નાખતા કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે સુરત ખાતે. જ્યાં એક વ્યક્તિ કોરોનાને કારણે જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે ત્યારે તેમના સંબંધીએ કરેલી અપીલ હાલ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે અને હાલમાં કોરોનાથી સુરતની પરિસ્થિતિ કેટલા ખરાબ છે તેનો આ જીગતો જાગતો દાખલો છે. આ દર્દીના સગા હિમાની સોપારીવાલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારા માસા કોરોના પોઝિટિવ આવ્યા હતા.

image source

આ ઉપરાત બાપ્સ હોસ્પિટલમાં માસીને રિપોર્ટ માટે લઇ ગયા. બંનેને તાવ હતો. અને નબળાઈ પણ હતી. ત્યાર બાદ હોસ્પિટલમાંથી કહેવામાં આવ્યું કે, રિપોર્ટ આવે ત્યાં સુધી માસીને ઘરે લઇ જાઓ. ત્યાર બાદ અમે માસીને ઘરે લઇ આવ્યા. જો કે ત્યાર બાદ થોડા સમય બાદ હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે, તમારા માસી પોઝિટિવ છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવાં પડશે, પરંતુ અમારે ત્યાં હાલમાં જગ્યા નથી. ત્યાર બાદ મે જેટલા ડોક્ટરોનાં નામ જાણતી હતી તે બધાને કર્યા પરંતુ એક પણ હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવા માટે જગ્યા નહોતી.

image source

તો બીજી તરફ બાપ્સમાં બહુ આજીજ કર્યા બાદ તેમણે જેમ તેમ કરીને અમને એક બેડની વ્યવસ્થા કરી આપી. જેથી અમને લાગ્યુ કે હોસ્પિટલમાં જગ્યા મળી ગઈ એટલે હવે ચિંતા ઓછી અને સારવાર થઈ જશે પરંતુ ભગવાન જાણે અમારી પરીક્ષા લઇ રહ્યો હોય તેમ લાગી રહ્યું હતું. સ્થિતિ વધારે ખરાબ હોવાથી માસીને આઇસીયુમાં ખસેડવા આવ્યા. સ્થિતિ એટલી ખરાબ હતી કે, 15 લિટરના ઓક્સિજન પરથી તેમને સીધા 100 લિટરના ઓક્સિજન પર રાખવામાં આવ્યા. તો બીજી તરફ ઘરે માસાની તબિયત પણ બગડતી જતી હતી. ત્યાર બાદ હોસ્પિટલમાં માસીને ઓક્સિજન પરથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા. ત્યાં જ ડોક્ટરોએ અમને ઝટકો આપ્યો અને કહ્યું, હવે કંઈ નહીં થાય, અમે ડરી ગયા, તમારા માસી લાંબું નહીં જીવે.

image source

જ્યારે આ વાતની માસાને ખબર પડી ત્યારે તેમણે હઠ પકડી કે, તેને છેલ્લીવાર જોઈ લેવા દો. ત્યાર બાદ હોસ્પિટલમાંથી મંજૂરી મળી અને પીપીઇ સૂટ પહેરીને માસા માસીને મળવા ગયા. તેમણે જેવા વેન્ટિલેટર પર સૂતેલાં માસીના માથે હાથ ફેરવ્યો ત્યા તો તે ફસડાયા. હવે ભગવાન વધુ અમારી પરીક્ષા લઈ રહ્યો હતો. માસાની તબિયત વધારે ખરાબ થવા લાગી તો સામે પક્ષે હોસ્પિટલમાં ક્યાંય જગ્યા નહોતી. અમે ફરી હોસ્પિટલ શોધવા બધે ફોન કરવા લાગ્યા. ત્યારે ભારે મથામણ બાદ ભટ્ટ હોસ્પિટલમાં જગ્યા મળી. તેમણે વધુમાં કહ્યું કે, ગુરુવારે રાત્રે માસાને ત્યાં દાખલ કરવામાં આવ્યા અને શુક્રવારે બપોરમા સમયે મારા માસીનું અવસાન થયું.

image source

જો તે આ વાતની જાણ માસાને કરવામાં આવી નહોતી. કારણ કે હાલમાં માસાની તબિયત વધારે ખરાબ થઈ ગઈ છે અને તેમને વેન્ટિલેટરની જરૂર છે પરંતુ હાલ વેન્ટિલેટર ક્યાંય મળી રહ્યુ નથી. તેમણે વધુમાં કહ્યું કે, અમે બધી ઓળખાણો લગાડી દીધી છે. ગમે તે કિંમતે હુ વેન્ટિલેટર ખરીદવા તૈયાર છું. નોંધનિય છે કે, માસા-માસીનો એક જ દીકરો છે. મમ્મી નિધન બાદ પપ્પા બચશે કે કેમ એવા સવાલો અંતરઆત્માને પુછી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!