Site icon News Gujarat

મ્યુકરમાઈકોસિસનની સારવાર અંગે આખા દેશમાં રાજકોટની કામગીરી ઉત્તમ, ડો. ગુલેરિયાએ કર્યા ભરપેટ વખાણ

મ્યુકોરમાયકોસિસ એક એવો રોગ છે કે જે લોકોને બોલવામાં પણ તકલીફ પડી રહી છે પણ રોગ તરત થઈ જાય છે. કોરોના ગયો નથી ત્યાં ગુજરાત પર બીજું સંકટ તોળાતું જોવા મળી રહ્યું છે. પડતા પર પાટું મારે એવી પરિસ્થિતિ વચ્ચે આખા દેશમાં મ્યુકોરમાયકોસિસનો કહેર વધી રહ્યો છે અને એમાં રાજકોટમાં કેસ સૌથી વધારે આવી રહ્યા છે. જો કે આ રોગને લઈ એક હાઈ લેવલ વીડિયો કોન્ફરન્સ બુધવારે મોડી રાત્રે રાખવામાં આવી હતી જેમાં એઈમ્સના ડિરેક્ટર ડો.ગુલેરિયા સહિતના નિષ્ણાતો તેમજ સમગ્ર દેશના અગ્રણી તબીબો, ગુજરાતના આરોગ્ય સચિવ ડો. જયંતી રવિ તેમજ સિવિલ હોસ્પિટલના તમામ અધિક્ષકો શામેલ હતા અને જેમાં મહત્વની બાબતો ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ડો.ગુલેરિયાએ રાજકોટના વખાણ પણ કર્યા હતા.

image source

આ બેઠક અંગે વિગતે વાત કરવામાં આવે તો ડો.ગુલેરિયાએ આ રોગની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરીને નોંધ લીધી હતી અને રાજકોટમાં થઈ રહેલા પ્રયાસો વિશે જોતા તેમણે સૌથી પહેલા મ્યુકર વોર્ડ શરૂ કરવા, સર્જરી શરૂ કરવા તેમજ ઈન્જેક્શનનો જથ્થો મેળવવા મામલે રાજડકોટ તંત્રના વખાણ કર્યા હતા. આ સાથે જ સમગ્ર દેશને કહ્યું હતું કે, સૌથી વધુ કેસ રાજકોટમાં આવી રહ્યાં છે પણ આ રોગ સામે લડવા જે આઈસીએમઆરએ ગાઈડલાઈન બનાવી છે તેમાં પણ 4 તબીબનો મહત્ત્વનો ફાળો જોવા મળી રહ્યો છે. તેથી રાજકોટને સમગ્ર દેશમાં મ્યુકરની સારવાર માટે રોલ મોડેલ બનાવવું જોઈએ.

image source

એ જ રીતે આગળ વાત કરીએ તો રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષકે માહિતી આપી હતી કે અલગ અલગ પ્રેઝેન્ટેશન આવ્યા હતા જેમાં જોવા મળ્યું હતું કે, દેશમાં સૌથી વધુ કેસ ગુજરાતમાં નોંધાયા છે અને તેમાં પણ સૌથી વધુ મ્યુકરમાઈકોસિસના કેસ રાજકોટમાં દાખલ થઈ રહ્યા છે. ગુજરાતમાં માત્ર બે જિલ્લા રાજકોટ અને અમદાવાદમાં જ મ્યુકરમાઈકોસિસના કેસ 3 આંકડામાં નોંધાઈ રહ્યા છે. આ જ પરિસ્થિતિ અંગે ડો. આર.એસ. ત્રિવેદી રાજકોટમાં વધતા મ્યુકરમાઈકોસિસના કેસ વિશે જણાવે છે કે, રાજકોટ સૌરાષ્ટ્રના કેન્દ્ર સમાન છે અને દરેક જિલ્લાના દર્દીઓ રાજકોટ આવી રહ્યા છે. આ ઉપરાંત બરોડાથી પણ દર્દીઓ આવી રહ્યા છે આ કારણે કેસ વધી રહ્યા છે. બીજી તરફ રાજકોટ એકમાત્ર એવું શહેર છે જ્યાં સૌથી પહેલા મ્યુકરમાઈકોસિસ વોર્ડ શરૂ કરાયો તેમજ સર્જરી શરૂ થઈ હતી.

image source

હાલમાં મ્યુકરમાઈકોસિસને લઈને શું તૈયારી કરવામાં આવી રહી છે એના વિશે જો વાત કરવામાં આવે તો અત્યારે 212 દર્દી દાખલ છે અને એક જ સપ્તાહમાં 500 દર્દી દાખલ થાય તો શું કરવું તે ગણતરીએ પૂર્વ તૈયારી કરવામાં આવી છે. તેમજ સૌથી મોટો 500 બેડની ક્ષમતાનો મ્યુકરમાઈકોસિસ વોર્ડ તૈયાર કરાયો છે અને ત્યારબાદ સમગ્ર રાજ્યમાં વોર્ડ તૈયાર કરવા સૂચના પણ આપવામાં આવી છે.

image source

સર્જરી માટે સિનિયર તબીબોએ 15 દિવસ પહેલા જ તૈયારી કરી છે અને હવે ખાનગી તબીબોની સેવા પણ લેવામાં આવશે એવું કહેવામાં આવી રહ્યું છે. જીએમએસસીએલ એન્ટિ ફંગલ ઈન્જેક્શનની ફાળવણી શરૂ કરે તે પહેલા જ 2.5 કરોડ રૂપિયાના ઈન્જેક્શનની ખરીદી કરી લેવાની વાત કરી કે જેથી આગળ તેની અછત ન આવે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version