44 વર્ષની ઉંમરમાં પણ આટલી સ્માર્ટ દેખાય છે આ પૂર્વ મિસ ઇન્ડિયા, જે દેખાવમાં બધી અભિનેત્રીઓને આપે છે ટક્કર

બોલીવુડની સુંદર અભિનેત્રી પૂજા બત્રા ભલે સિલ્વર સ્ક્રીનથી દૂર જતી રહી હોય પણ એક સમય એવો હતો જ્યારે એમની ગણતરી બોલીવુડની ટોપ અભિનેત્રીઓમાં થતી હતી. પૂજા બત્રાએ બોલીવુડના ઘણા દિગગજ કલાકારો સાથે કામ કર્યું છે અને પોતાની એક અલગ ઓળખ બનાવી છે. હાલના દિવસની વાત કરીએ તો અભિનેત્રી પૂજા બત્રા દિવસેને દિવસે વધુને વધુ સુંદર થઈ રહી છે, જાણે વધતી ઉંમરની સાથે એમનામાં વધુ નિખાર આવી ગયો હોય. એમના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ ધૂમ મચાવી રહ્યા છે.

image source

તમને જણાવી દઈએ કે પૂજા બત્રા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે. ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર એ પોતાની તાજી અપડેટ્સ શેર કરતી રહે છે. એમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને જોતા ખબર પડે છે કે એ પોતાના જીવનમાં કસરત અને યોગને પ્રાથમિકતા આપે છે. એટલે અભિનેત્રી પૂજા બત્રા 44 વર્ષની ઉંમરમાં પણ ઘણી જ ફિટ છે. એ મોટાભાગે પોતાના ફોટોશૂટના ફોટા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતી રહે છે.

image source

અભિનેત્રી પૂજા બત્રા વર્ષ 1993માં ફેમિના મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલનો તાજ પણ પોતાના નામે કરી ચુકી છે. એમને લાંબા સમય સુધી જાહેરાતો માટે પણ કામ કર્યું હતું. પૂજા બત્રા પહેલી વાર અભિનેતા અનિલ કપૂર અને તબ્બુની ફિલ્મ વિરાસતમાં જોવામાં આવી હતી જે વર્ષ 1997માં રિલીઝ થઈ હતી.

image source

એ પછી અભિનેત્રી પૂજા બત્રાએ ભાઈ, હસીના માન જાયેગી, દિલ ને ફિર યાદ કિયા અને કહી પ્યાર ના હો જાયે સહિત બોલીવુડની અન્ય ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે અને દર્શકોનું દિલ જીત્યું છે. પૂજા બત્રા સાઉથની પણ ઘણી ફિલ્મોમાં પોતાના અભિનયનો જલવો વિખેરી ચુકી છે.

image source

પૂજા બત્રા પોતાની પ્રોફેશનલ લાઈફ સિવાય અંગત જિંદગીને લઈને પણ ઘણી જ ચર્ચામાં રહે છે. એ બે લગ્ન કરી ચુકી છે.પૂજા બત્રાના પહેલા લગ્ન વર્ષ 2002માં ઓર્થોપેડિક સર્જન સોનુ આહુવાલીયા સાથે કર્યા હતા અને લગ્ન પછી અમેરિકામાં જઈને વસી ગઈ હતી. પણ એમનું આ લગ્ન વધુ લાંબુ ન ટકી શક્યું. આઠ વર્ષ પછી સોનુ આહુવાલીયા અને પૂજા બત્રાના વર્ષ 2011માં ડિવોર્સ થઈ ગયા. એ પછી પૂજા બત્રાએ દિલ્લીના અભિનેતા નવાબ શાહ સાથે 4 જુલાઈ 2019માં લગ્ન કરી લીધા. નવાબ શાહ ભાગ મિલખા ભાગ, ડોન 2, દિલવાલે, ટાઇગર જીંદા હે સહિત ઘણી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે.