પાલનપુરની આ બે છાત્રા પર તમને થશે ગર્વ: જીવ બચાવે તેવું ઇનોવેટિવ ડિવાઇસ બનાવ્યું, જાણો ઇમરજન્સીમાં કેવી રીતે કરશે કામ

આગ લાગવાની ઘટના અવારનવાર બનતી જ રહે છે. રોજ છાપા તેમન ન્યૂઝ ચેનલ પર આવી ઘણી ઘટનાઓ આપણે જોઈએ જ છીએ. આવી ઘટનાઓમાં ક્યારેક કેટલાય લોકો પોતાનો જીવ ગુમાવી બેસે છે, ત્યારે આવી ઘટનાઓમાં લોકોના જીવ કેવી રીતે બચાવી શકાય એ માટે બનાસકાંઠા જિલ્લાની બે વિદ્યાર્થીનીઓએ એક ઓટોમેટિક ડિવાઇસ તૈયાર કર્યું છે, જેમાં બહુમાળી  બિલ્ડિંગમાં ભૂકંપ આવે કે આગ લાગે ત્યારે બિલ્ડિંગમાં ઓટોમેટિક બારી ખૂલી જાય અને લપસણી તૈયાર થઈ જાય, એટલે લોકો એમાંથી બહાર નીકળી પોતાનો જીવ બચાવી શકે

image source

તમને થોડા સમય પહેલા સુરતના તક્ષશિલામાં લાગેલી આગની ઘટના તો યાદ જ હશે. આ સઆગની ઘટનામાં અનેક નાના અને માસૂમ વિદ્યાર્થીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જો કે એ પછી પણ આવી અગણિત ઘટનાઓ દેશભરમાં બનતી રહી હતી. તમને જણાવી દઈએ કે આગ લાગવાની ઘટનાઓમાં લોકોના જીવ કેવી રીતે બચાવી શકાય એ માટે પાલનપુરની કોલેજમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓએ એક ખૂબ જ સરસ ડિવાઇસ તૈયાર કર્યું છે. જ્યારથી આ બંને વિદ્યાર્થીનીઓને આ અંગે આઈડિયા આવ્યો ત્યારથી એમને એ પાછળ મહેનત કરવાનું શરૂ કરી દીધું હતું.

image source

પાલનપુર કોલેજમાં હિરલ ગઢવી અને શિવાની ચૌધરી નામની વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે. આ બંનેને નાનપણથી જ કંઈક અલગ વિચારવાનું અને કંઈક અલગ જ કામ કરવાનો શોખ છે, જેના પરિણામે તેમણે અત્યારે એક ઇનોવેશન તૈયાર કર્યું છે, આ બંને વિદ્યાર્થીનીઓએ એક એવું ડિવાઇસ બનાવ્યું છે જેમાં બહુમાળી બિલ્ડિંગમાં ભૂકંપ કે આગ લાગે તો તરત સાયરન વાગી લોકોને અલર્ટ કરે અને ઇમર્જન્સી બારી ખૂલી જાય અને લપસણી તૈયાર થઈ જાય અને તેના દ્વારા વધુમાં વધુ લોકોનો જીવ બચાવી શકાય.

એટલું જ નહીં આ ડિવાઇસની મદદથી ઘટના બનતાંની સાથે જ ડિવાઇસના માધ્યમથી જિલ્લામાં ઇમર્જન્સી વિભાગને મેસેજ દ્વારા અલર્ટ પણ કરવામાં આવે

image source

ખુશીની વાત એ છે કે આ બંને વિદ્યાર્થીનીઓની આ મહેનતને સરકારે પ્રોત્સાહન આપ્યું છે. એમના આ પ્રોજેક્ટને ગવર્નમેન્ટ સ્કીમ SSP અંતર્ગત પ્રોડક્ટમાં રૂપાંતર કરવામાં આવશે.

આ અંગે હિરલ ગઢવીએ જણાવ્યું હતું કે અત્યારે આ મોડેલ પ્રોજેકટ માટે બનાવવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટને ગવર્નમેન્ટ સ્કીમ SSP અંતર્ગત પ્રોડક્ટમાં રૂપાંતર કરવામાં આવશે. આ ડિવાઇસમાં પ્રોજેક્ટમાં અલગ અલગ પ્રકારનાં સાધનો વાપરવામાં આવ્યાં છે, જેવા કે
માઈક્રોકન્ટ્રોલ બોડ, વીજ પુરવઠો વોલ્ટ, કંપન સેન્સર, ફાયર સેન્સર, જમ્પ વાયર અને જિલ્લામાં ઇમર્જન્સી વિભાગ માટે સિમકાર્ડનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

હિરલ ગઢવીએ આગળ જણાવ્યું હતું કે આ ડિવાઈસ તૈયાર કરતાં અમને એક વર્ષ જેટલો સમય લાગ્યો છે અને આ બનાવતી વખતે અમે ઘણીવાર ફેલ પણ થયા હતા, પણ અમે હાર માન્યા વગર આ વિશે વધુ ને વધુ વિચારતાં ગયાં અને કામ કરતાં ગયાં તથા આખરે હવે સફળતા મળી.

image source

તેમને આગળ જણાવ્યું કે ત હવે આગામી સમયમાં આ ડિવાઇસને સરકારી એપ્રૂવલ મળી જાય અને બહુમાળી બિલ્ડિંગમાં લગાવવામાં આવશે તો કદાચ આવનારા સમયમાં મોટી હોનારતમાં અનેક લોકોના જીવ બચાવી શકાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : દિવ્યભાસ્કર )

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!