રશિયાની એડલ્ટ મૂવી સ્ટારે પવિત્ર પહાડ પર બનાવ્યો પાર્ટનર સાથે એવો વીડિયો કે પોલીસ હાથ ધોઈને પાછળ પડી ગઈ

રશિયાની એડલ્ટ મૂવી સ્ટાર વેરોનિકા ટ્રોશીના આ દિવસોમાં એક વિવાદના કારણે ચર્ચામાં આવી છે. વેરોનિકાનો તેના પાર્ટનર મિખાઇલ મોરોઝોવ સાથેનો એક વીડિયો આ દિવસોમાં વાયરલ થઈ રહ્યો છે. બાલીમાં માઉન્ટ બાતુર પર તેણે વીડિયો શૂટ કર્યો હતો ત્યારથી જ હોબાળો મચી ગયો હતો. આ વિસ્તારની પોલીસ પણ તેની શોધ કરી રહી છે. મળતી માહિતી મુજબ 22 વર્ષીય વેરોનિકા તેના પાર્ટનર સાથે રશિયાના રાયબિન્સ્કમાં રહે છે. પરંતુ થોડા મહિના પહેલા તે બાલી ગઈ હતી જ્યાં માઉન્ટ બાતુર આવેલ છે.

image source

અહીંની જગ્યા વિશે કહેવામાં આવે છે કે તે કોઈ નાની ટેકરી નથી આખો મોટો પહાડ છે અને તે પવિત્રતાનું પ્રતીક છે. આ સ્થળ પર બાતુર નામનું એક પ્રખ્યાત મંદિર પણ આવેલું છે જેની મુલાકાત લેવા માટે વિશ્વભરના લોકો અહી આવે છે. આખો મામલો જ્યાંથી બગડ્યો તે ઘટનાં એ હતી કે વેરોનિકાએ તેના જીવનસાથી સાથે આ પર્વત પર વાંધાજનક વીડિયો બનાવ્યો હતો અને પછી તેણે તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો હતો. જાણવા મળ્યું છે કે જ્યારે આ વીડિયો વાયરલ થવા લાગ્યો અને લોકોને ખબર પડી કે આ પ્રકારનો વીડિયો પવિત્ર પર્વત પર બનાવવામાં આવ્યો છે તયારે લોકોએ તેનો સખત વિરોધ કર્યો.

image source

પોલીસ પણ આ બંનેની શોધ કરી રહી છે. એક મીડિયા રિપોર્ટ દ્વારા મળતી માહિતી મુજબ જો બન્નેને પોલીસે પકડી લે છે તો ધાર્મિક ભાવનાઓને નુકસાન પહોંચાડવા બદલ તેમને સજા પણ થઈ શકે છે. ત્યાંના નિયમો મુજબ આ બન્નેને આવું કરવા માટે બે વર્ષની અને આઠ મહિનાની સજા થઈ શકે છે. જો કે આ અગાઉ પણ વેરોનિકા ઘણીવાર તેનાં પર્સનલ લાઇફનાં અને હોટ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરતી આવી છે. વેરોનિકાએ મોટાભાગનાં સોશિયલ મીડિયા સાઇટ્સ જેવા કે ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર વગેરે પર પોતાનું એકાઉન્ટ પણ બનાવ્યું છે જેના દ્વારા તે તેના વીડિયોને શેર કરતી આવી છે.

image source

આ સાથે આ એકાઉન્ટ પર પહેલા કરેલી પોસ્ટમાં જોઈ શકાય છે કે તે તેના પાર્ટનર સાથેનાં ફોટા શેર કરતી રહે છે. આ આખી ઘટનાં સામે આવ્યા બાદ લોકો પણ ઘણાં નારાજ છે અને આ બન્ને પકડવા માટે અપીલ કરાઇ રહી છે.

image source

આ મામલે પોલીસ પણ તેમને શોધવાની કોશિશ કરી રહી છે. જો કે પોલીસને પણ આ બંને વિશે કઈ વધારે માહિતી મળી નથી કે તે હજુ બાલીમાં જ છે કે પાછાં નીકળી ગયાં છે અથવા તો ક્યાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!