Site icon News Gujarat

62 વર્ષના પાકિસ્તાની સાંસદે 14 વર્ષની કિશોરી સાથે કર્યા નિકાહ, કિશોરીના પરિવારજનોંની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે…

એક તરફ દુનિયાભરના દેશોમાં બાલ વિવાહનો વિરોધ થઈ રહ્યો છે. તેવામાં પાકિસ્તાનમાંથી એક એવી ઘટના સામે આવી છે જેણે વિશ્વભરમાં ચકચાર જગાવી છે. આ વાત જાણી સૌ કોઈ પાકિસ્તાન પર ફરી એકવાર ફીટકાર વરસાવી રહ્યા છે. ઘટના એવી સામે આવી છે કે પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં એક 62 વર્ષીય સાંસદે એક 14 વર્ષની સગીરા સાથે નિકાહ કર્યા છે. આ વાત સામે આવતાં જ ભારે ખળભળાટ મચી ગયો છે. કારણ કે એક વૃદ્ધ સાંસદે સગીરા સાથે લગ્ન કર્યા છે. આ મામલે હવે સરકાર પણ જાગી છે અને પોલીસ તપાસના આદેશ આપ્યા છે.

image source

જાણવા મળતી માહિત અનુસાર બલૂચિસ્તાનના સલાહઉદ્દીન ચિત્રાલના સાંસદ છે. તેની ઉંમર 62 વર્ષની છે અને તેણે 14 વર્ષની સગીરા સાથે લગ્ન કર્યા છે. આ વાતની જાણ પોલીસને એક સામાજિક સંસ્થાએ કરી હતી. ત્યારબાદ આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય એ છે કે પાકિસ્તાનમાં પણ નિકાહના કાયદામાં છોકરીના લગ્ન કરવાની ઉંમર 16 વર્ષની દર્શાવવામાં આવી છે. તેથી આ લગ્ન પાકિસ્તાની કાયદાની દ્રષ્ટિએ પણ ગુનો છે.

image source

એક રિપોર્ટ અનુસાર બાળકીની ઉંમર 14 વર્ષની છે તે પ્રમાણિક કરવા માટે તેના જન્મનું સર્ટીફીકેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં જન્મની તારીખ 28 ઓક્ટોબર 2006 દર્શાવવામાં આવી છે. ત્યારબાદ એક સ્થાનીય એનજીઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. હવે આ મામલે તપાસ શરુ કરવામાં આવી છે.

image source

જો કે આ મામલે તપાસ શરુ થયા બાદ વધુ એક ચોંકાવનારી વાત સામે આવી હતી કે આ નિકાહ તો એક વર્ષ પહેલા થયા હતા માત્ર ખુલાસો હવે થયો છે. જો કે આ મામલે પોલીસ સમક્ષ મૌલાના કે છોકરીના પરિજનો કંઈ જ કહેવાનો ઈન્કાર કરી રહ્યા છે. આ કેસમાં તપાસ હવે એનજીઓની ફરિયાદના આધારે શરુ કરવામાં આવી છે.

image source

પોલીસ ફરિયાદના આધારે છોકરીના પરિવાર સુધી પહોંચી હતી અને છોકરીના લગ્ન અંગે તેના પિતા સાથે વાતચીત કરી હતી. પરંતુ તેણે પોલીસ સમક્ષ લગ્નની વાતનો ઈન્કાર કરી દીધો હતો. આ મામલે હજુ સુધી સાંસદ તરફથી પણ કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

image source

જો કે આ મામલે અન્ય એક અધિકારી છોકરીના ઘરે પુછપરછ માટે ગયા ત્યારે પરિવારના સભ્યોએ નિકાહની વાત કબૂલી અને ખાતરી આપી હતી કે જ્યાં સુધી તેમની દીકરી 16 વર્ષની નહીં થાય ત્યાં સુધી તે દીકરીને સાંસદના ઘરે વિદા કરી મોકલશે નહીં. એટલે કે તેમણે એ વાત તો સ્વીકારી હતી કે તેમની સગીર વયની દીકરી સાથે 62 વર્ષના સાંસદે લગ્ન કર્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version