ગાઈને નહીં પણ સીટી વગાડીને આ શખ્સે એવું ગીત ગાયું કે લોકોના દિલ સુધી પહોંચી ગયું, વીડિયો જોઈ ખુશ થઈ જશો

ઘણા વીડિયો આપણે સાંભળીને દિલને સુકુન મળે છે અને ઘણા વીડિયો સાંભળીને તમને કંટાળો પણ આવે છે. સોશિયલ મીડિયા પર બધા પ્રકારના વીડિયો અવાર નવાર વાયરલ થતાં રહે છે. ત્યારે હાલમાં એક વીડિયો સામે આવ્યો છે જે ભારે વાયરલ થઈ રહ્યો છે અને લોકોને પણ મોજ આવી રહી છે. ઘણા લોકો સીટી વગાડે છે. પરંતુ કેટલાક લોકોની સીટીમાં સંગીત હોય છે કે જે સાંભળીને રાહત થાય છે!

शख्स ने गाकर नहीं, सीटी बजाकर सुनाया ‘ऐ मेरी जोहराजंबी सॉन्ग’, लोगों ने कहा- अद्भुत - देखें Video
image source

જો તમે સીટી ઉપર કોઈ ગીત સાંભળ્યું હોય તો આ વીડિયો તમને જરૂર ગમશે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે લોકોને ખૂબ ગમી રહ્યો છે. કારણ કે આ દુનિયામાં એવા ઘણા કલાકારો છે જેનું કામ લોકોના દિલને સ્પર્શી જાય છે, અને મહારાષ્ટ્રના આ કલાકારે કંઈક આવું જ કર્યું છે. આ કલાકારે સીટી પર સરસ ગીત ગાયું છે અને લોકોને ભારે ગમી રહ્યું છે. આ વીડિયો ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો હાલમાં લોકોના દિલ સુધી પહોંચી રહ્યો છે અને ખુબ વાયરલ થઈ રહ્યો છે.

image source

જ્યારે વાત સીટીની આવે ત્યારે એક વાત ખાસ યાદ આવે કે જો કોઈને બોલાવવા માટે સીટી મારવામાં આવે તો એ ખરાબ વ્યવહાર માનવામાં આવે છે. પરંતુ આપણા દેશમાં એક એવું ગામ પણ છે, જ્યાં લોકો એક-બીજાને સીટી વગાડીને જ બોલાવે છે.

આ કારણે આ ગામનું નામ વ્હિસલિંગ વેલેજ પડી ગયું છે. આ ગામ ઉત્તર પૂર્વના મેઘાલયની સુંદર વાદીઓમાં વસેલું છે. આ ગામનું નામ કાંગથાંન છે. મેઘાલયના પૂર્વ જીલ્લા ખાસીમાં વસેલું કાંગથાંન ગામનો દરેક વ્યક્તિ કોઈને બોલાવવા માટે સીટીનો પ્રયોગ કરે છે. આ ગામમાં ખાસી જનજાતીના લોકો રહે છે. આ ગામના લોકોના એક નહીં પરંતુ બે નામ હોય છે.

image source

ગામના દરેક વ્યક્તિના નામ માણસ જાતીના જ હોય છે, પરંતુ બીજુ નામ વ્હિસલિંગ ટ્યૂન નામ હોય છે. જેથી આ ગામના લોકો એક-બીજાને બોલાવવા માટે વ્હીસલિંગ ટ્યૂન નામનો પ્રયોગ કરે છે. જેથી દરેક વ્યક્તિના નામની વ્હીસલિંગ ટ્યૂન અલગ અલગ હોય છે, અને આ અલગ ટ્યૂન જ તેમના નામ અને ઓળખનું કામ કરે છે.

ગામમાં જ્યારે બાળક જન્મ લે છે, તો આ ધૂન તેને તેની મા આપે છે, પછી તે ધૂન ધીરે-ધીરે તેનું બાળક ઓળખવા લાગે છે. કાંનથાંન ગામમાં 109 પરિવારના 627 લોકો રહે છે.

દરેકની એક અલગ-અલગ ટ્યૂન છે. એટલે કે ગામમાં કુલ 627 ટ્યૂન છે. ગામના લોકો આ ટ્યૂન નેચરલી બનાવે છે. ખાસ કરીને પક્ષીઓના અવાજથી નવી નવી ટ્યૂન બનાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *