યોગી સરકારની સોશિયલ મીડીયા ટીમનાં માણસે કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં યોગીને ટેગ કરીને લખ્યું કે…

અવારનવાર આત્મહત્યાનાં કિસ્સાઓ સામે આવતા હોય છે. ક્યારેક આર્થિક સંકડામણ તો ક્યારેક જિંદગીથી માણસ હારી બેસે છે અને આત્મહત્યા જેવું પગલું ભરી બેસે છે. હાલમાં આવો જ એક આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે અને આ આત્મહત્યા પાછળ જે કારણ સામે આવ્યું છે તે પણ ઘણું ચોંકાવનાર છે. મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને ચલાવનારી કંપનીમાં કામ કરતા એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા કરનાર આ વ્યક્તિનું નામ પાર્થ શ્રીવાસ્તવ છે અને તેણે ફાંસી લગાવી પોતાનો જીવ આપી દીધો છે. તેની ઉંમર 28 વર્ષ હોવાનું સામે આવ્યું છે.

image source

આ સાથે પાર્થ દ્વારા એક સુસાઈડ નોટ લખવામાં આવી હતી જે વાયરલ થઇ રહી છે. તે સુસાઇડ નોટનો સ્ક્રિનશોટ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં મુખ્યમંત્રીને પણ ટેગ કરવામાં આવ્યાં છે. આ સુસાઈડ નોટમાં પાર્થે પોતાની કંપનીની જુથબાજી અને રાજનીતિ અંગે જણાવ્યું છે. વાત કરીએ આ સુસાઈડ નોટનાં લખાણ વિશે તો તેમાં લખ્યું હતું કે મારી આ આત્મહત્યા એ એક હત્યા છે. જેના જવાબદાર માત્રને માત્ર રાજનીતિ કરનારી શૈલજા અને તેનો સાથ આપનાર પુષ્પેન્દ્ર સિંહ છે. આ વાત વાયુ વેગે ફેલાઈ ગઈ હતી અને હવે પાર્થના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી આ સુસાઈડ નોટ ગાયબ થઈ ગઈ છે. જો કે તેની આ સુસાઈડ નોટ પરથી તેનું આવું પગલું ભરવા પાછળનું કારણ સમજી શકાય છે. પાર્થે પોતાની કંપનીના ત્રણ-ચાર સભ્યોનો ઉલ્લેખ આ નોટમાં કર્યો છે અને કંપનીમાં થઈ રહેલી રાજનીતિથી તે કંટાળી ને તેણે આવું પગલું ભર્યું છે.

image source

તેને પોતાની સાથે કામ કરનારી શૈલજા અને પુષ્પેન્દ્રના નામોનો ઉલ્લેખ કરતા સુસાઈડ માટે જવાબદાર ગણાવ્યા છે અને તે બંને અંગે હવે તપાસ ચાલી રહી છે. મળતી માહિતી મુજબ પાર્થે બુધવારે સવારે પોતાના ઘરમાં દોરડાના ફંદો બનાવીને સુસાઈડ કર્યું હતું. પિતા એ જોયું કે તે દોરડાં પર લટકી રહ્યો છે કે તરત તેને નીચે ઉતારી અને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં લઈને પહોંચ્યા હતા જ્યાં ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ અંગે તપાસ સાથે જોડાયેલાં ઈન્દિરા નગર પોલીસ સ્ટેશનનાં ઈન્સ્પેક્ટરનું કહેવું છે કે ડૉ. રામ મનોહર લોહિયા હોસ્પિટલ તરફથી જાહેર થયેલા મેમો પછી આ સુચના મને મળી છે. મૃતકનાં પિતાએ જણાવ્યું હતું કે તેણે સુસાઈડ કર્યું છે. બીજી તરફ પોલીસનું કહેવું છે કે તેને કોઈ જ સુસાઈડ નોટ મળી નથી. આ આખી ઘટના તંત્રમાં ચાલી રહેલાં કામોની ભાંડો ફૂટતાં હવે તપાસ હાથ ધરવામાં આવી છે.

image source

આ વચ્ચે પાર્થના મિત્ર આશીષ પાંડેએ સોશિયલ મીડિયા પર પાર્થના ટ્વિટર અને ફેસબુક પોસ્ટની સ્ક્રીનશોટ શેર કરતા સ્ટિસફોરપાર્થ કેમ્પેઈન શરુ કર્યું છે. નવાઈની વાત એ છે કે પાર્થનાં ટ્વિટર હેન્ડલ પરથી તેના પોસ્ટ કરવામાં આવેલી 2 પેજની સુસાઈડ નોટ ગાયબ કરી દેવામાં આવી છે અને પોસ્ટ આખી ડિલીટ છે. આ પછી સવાલો થઈ રહ્યાં છે કે આખરે કોણ આ બધું કરી કે કરાવી રહ્યું છે. આ આખી ઘટનામાં ચાલી હાલ સુસાઈડ નોટ ગાયબ થવાનાં કારણે વધારે વાયરલ થઈ રહી છે ત્યારે વાત કરીએ કે આખરે આ નોટમાં તેણે એવું તો શું લખ્યું હતું કે નોટ ગાયબ થઈ ગઈ. જાણવા મળ્યું છે કે નોટમાં લખ્યું હતું કે પ્રણય ભૈયાએ મને કહ્યું હતું કે મારી સાથે વાત કરશે પરંતુ તેઓએ પુષ્પેન્દ્ર ભૈયા સાથે રાત્રે 12:40 વાગ્યે ક્રોસ કોલ કરીને તેને પોતાની સફાઈ અપાવી. પુષ્પેન્દ્ર ભાઈએ જાણી જોઈને જ વ્હોટ્સએપ કોલ કર્યો કે જેથી તેમની વાતો રેકોર્ડ ન થઈ શકે. કોલ કરીને પણ તેઓએ તમામ દોષ સંતોષ ભૈયા પર નાખી દીધો અને તે વાતનો વિશ્વાસ અપાવ્યો કે તેઓ મારા શુભચિંતક જ રહ્યાં છે.

image source

તેણે આગળ લખ્યું હતું કે સાચું તો એ છે કે તેઓ માત્રને માત્ર શૈલાજાજીના જ શુભચિંતક રહ્યાં છે. હંમેશાથી પુષ્પેન્દ્ર ભૈયા શૈલાજાજી સિવાય કોઈ અન્ય માટે ચિંતિત નથી રહ્યાં. અન્યોની નાની નાની ભૂલ પર પુષ્પેન્દ્ર ભૈયા હંમેશા નારાજ થતા રહે છે. શૈલજાજી અને મહેન્દ્ર ભૈયા માત્ર તેમના ગુણગાન કરે છે. મને આશ્ચર્ય પ્રણય ભૈયા પર થાય છે કે તેઓ આ બધું જુએ છે,સમજે છે તેમ છતાં પુ્ષ્પેન્દ્ર ભૈયાને સાથે કઈ રીતે અને શું કામ આપી રહ્યાં છે. મેં જ્યારથી આ કામ શરૂ કર્યું ત્યારથી સૌથી વધુ માન પ્રણય ભૈયાને જ આપ્યું. એક બાજુ પુષ્પેન્દ્ર ભૈયા જે માત્ર બીજાની ઉણપ કાઢતા જોવા મળ્યા તો બીજા બાજુ પ્રણય ભૈયા જોવા મળ્યા જેઓ પોતાના કામથી જ પોતાનું નામ બનાવતા જોવા મળ્યા.

આ વાતમાં તેણે ઉમેર્યું હતું કે પ્રણય ભૈયાને મારા આદર્શ માન્યા અને માત્ર કામથી મારું નામ બનાવવાની ઈચ્છા રાખી મારાથી ભૂલ પણ થઈ પરંતુ તે ભૂલનું પુનરાવર્તન ન થાય તેના પુરતા પ્રયાસ પણ કર્યા. પરંતુ શૈલજાજી જે માત્ર મીઠી મીઠી વાતો કરીને પોતાની જગ્યા પર હતી, તેને મારી નાનામાં નાની ભૂલને બધાંની સામે ઉજાગર કરીને મને નકામો સાબિત કરી દીધો. શૈલજાજીને ખુભ ખુબ અભિનંદન. મારી આત્મહત્યા એક ખુન છે જેના જવાબદાર આ રાજનીતિ કરનારી શૈલજા અને તેનો સાથે આપનારા પુષ્પેન્દ્ર સિંહ છે.

image source

આ સાથે તેણે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે અભય ભૈયા અને મહેન્દ્ર ભૈયાને આ વાતની થોડી ઘણી પણ જાણકારી નથી કે લખનઉવાળા કાર્યાલયમાં શું થઈ રહ્યું હતું. હું આજે પણ મરીશ નહીં ત્યાં સુધી મહેન્દ્ર ભૈયા અને અભય ભૈયાને મારા માતા-પિતા જેટલું સન્માન આપુ છું. હવે આ આખી ઘટના અંગે તપાસ ચાલી રહી છે અને નોટમાં કહેવામાં આવેલી વાતો અને તેની પાછળનાં બધાં કામો વિશે માહિતી મેળવ્યાં બાદ આરોપીઓને સાજા કરવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *