અમેરિકામાં વસતા લાખો વસાહતીઓને થશે મોટો ફાયદો, જો બાઈડેને લીધો ફાયદાકારક નિર્ણય, જાણી લો ફટાફટ

અમેરિકામાં હવે સરકાર બદલી ગઈ છે અને નવા નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હાલમાં જ એક ખુબ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અને એ દરેક ભારતના લોકોએ જાણવા જેવા છે. તો આવો વાત કરીએ આ નવા બિલ વિશે કે જે હાલમાં જ પસાર કરવામાં આવ્યું છે. અમેરિકામાં વસતા લાખો ગેરકાયદેસરના વસાહતીઓને રાહત આપતા બે મહત્વના બિલ યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવે પસાર કરી દીધા છે. પરીણામે હવે અમેરિકામાં દસ્તાવેજ વગર રહેતા લાખો વસાહતીઓ, કેટલાક પ્રવાસી મજૂરો અને એચવન-બી વિઝા હેઠળ કાયદેસર રીતે અમેરિકા આવેલા લોકોના બાળકો માટે નાગરિકત્વ મેળવવા માટે સરળતા રહેશે. હવે આ બિલ સેનેટમાં રજૂ થશે અને જ્યાં પસાર થયા પછી તે પ્રમુખ બાઈડેનના હસ્તાક્ષર સાથે કાયદો બની જશે.

image source

આ બિલમાં કોને રાહત રહેશે એ વિશે જો વાત કરીએ તો આ બિલના લીધે ટેમ્પરરી પ્રોટેક્ટેડ સ્ટેટસ (ટીપીએસ) ધારકો, બાળકને લઈને આવેલા યુવા દંપતીઓને અત્યંત રાહતની લાગણી થશે. બાઈડેને જણાવ્યું હતું કે હું આ બિલને સમર્થન આપું છું અને આ મહત્ત્વનો કાયદો પસાર કરવા બદલ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની પ્રશંસા કરૂ છું.

image source

જો આ બિલ વિશે વિગતે વાત કરીએ તો અમેરિકન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવમાં 228 વિ. 197 મતે પસાર કરવામાં આવેલું અમેરિકન ડ્રીમ એન્ડ પ્રોમિસ એક્ટ 2021 અમેરિકામાં ગેરકાયદેસર રહેતા લાખો લોકોને રાહત આપતું બિલ છે. રાષ્ટ્રપતિ જો બાઈડેને આ બિલનું સ્વાગત કર્યુ છે અને કરોડો લોકો માટે ફાયદો કરી આપ્યો છે. તેમણે આ બિલને દેશની ઇમિગ્રેશન સિસ્ટમમાં સુધારાની દિશામાં પ્રથમ પગલું ગણાવ્યું હતું અને બિલ પસાર કર્યું છે.

image source

આ ઉપરાંત પાંચ વગદાર ડેમોક્રેટ સેનેટરોએ રાષ્ટ્રપતિ જો બાઈડેનને એવી પણ વિનંતી કરી છે કે તેમના પુરોગામની ટ્રમ્પે એચવન-બી વિઝા સહિતના કેટલાક વિઝા પર લાદેલો પ્રતિબંધ દૂર કરવામાં આવે. સેનેટરોએ જણાવ્યું હતું કે આ પ્રતિબંધ ઓછા વેતનવાળા વ્યવસાયોને જ લક્ષ્યાંક બનાવે છે અથવા તો વિઝા ધારકે ખાતરી આપવી પડે છે કે તે અમેરિકન કામદારનું સૃથાન નહીં લે. અમેરિકામાં આવેલા ડ્રીમરો મુખ્યત્વે એવા ગેરકાયદેસરના વસાહતીઓ છે જે બાળકો સાથે આવ્યા છે.

image source

આવા લગભગ 1.1 કરોડ લોકો દસ્તાવેજ વગરના છે. તેમા ભારતના પાંચ લાખથી વધુ લોકો છે, એમ બિડેને ગયા વર્ષે નવેમ્બરમાં જારી કરેલા પોલિસી ડોક્યુમેન્ટમાં જણાવ્યું હતું. બીજાની સાથે આ બિલમાં લીગલ ડ્રીમર્સને રાહત પૂરી પાડવામાં આવી છે. ત્યારે હવે લાખો લોકો મોજમાં આવી ગયા છે અને આ બિલ પસાર કરવાના કારણે તેઓને મોટી રાહત રહેવાની છે અને તેમના બાળકોને પણ સારો ફાયદો મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!