ગુજરાતના ચેતન સાકરીયાના નામે વધારે એક કિર્તીમાન, 6 કરોડ જનતામાં ખુશીનો માહોલ, જાણો માતા-બહેને શું કહ્યું

આપણી ગુજરાતી ભાષામાં એક સરસ કહેવત છે કે સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય. આપણે ગુજરાતમાંથી ઘણા એવા કિસ્સા પણ જોયા છે કે જે સાંભળીને આપણે પ્રેરણા મળે. પરંતુ આ વખતે જેની વાત કરવી છે એની ગાથા તો આખા ભારતમાં ગવાઈ રહી છે અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. જી હા મિત્રો આ વાત છે ચેનત સાકરિયાની. ઉલ્લેખનીય છે કે ભાવનગરના નાનકડા એવા વરતેજ ગામના ફાસ્ટ બોલર ચેતન સાકરિયાને તાજેતરમાં IPLમાં સ્થાન મળ્યા બાદ હવે તેના સારા દેખાવના કારણે તેને આગામી મહિને શ્રીલંકા ખાતે જનારી ભારતીય ટીમમાં ફાસ્ટ બોલર તરીકે 15 સભ્યોની ટીમમાં પસંદ કરવામાં આવ્યો હોવાના સમાચાર પણ સામે આવી રહ્યાં છે.

image source

ચેતનની આ મોટી ઉપલબ્ધિના કારણે તેના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે પરંતુ બીજીબાજુ તેના સગા નાનાભાઈએ થોડા સમય પહેલા અકાળ કારણોસર આત્મહત્યા કરી લીધી હતી અને બાદમાં તેના પિતાનું કોરોનાના કારણે અવસાન થતા આ પરિવાર હાલ તો સુખના સાગર અને દુઃખ ડુંગર વચ્ચેથી આ દિવસો કેમ પસાર થઈ રહ્યો હોય એવો માહોલ ઉભો થયો છે. પરંતુ ચેતનની આ સિદ્ધિના હાલમાં સમગ્ર ગુજરાત અને ભારતમાં સારા એવા વખાણ કરવામાં આવી રહ્યા છે અને લોકો વધાવી રહ્યાં છે.

image source

ચેતન સાકરીયાના સંઘર્ષ વિશે જો થોડી વાત કરવામાં આવે તો તેઓએ ભાવનગરની બી.એમ. હાઈસ્કૂલમાં 11 અને 12 સાયન્સમાં અભ્યાસ કર્યો હતોતો અને ત્યારે તે અંડર-6માં પસંદ થયો હતો. ત્યારે તેણે અભ્યાસની સાથે રમતને પણ પ્રાધાન્ય આપવાની વાત કરતા શાળાના સંચાલકોએ પણ તેને પ્રોત્સાહન આપતા ચેતન આજે એક મોટો ખેલાડી બની ગયો છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે.

image source

ચેતનનું બાળપણ અને ત્યારબાદ ક્રિકેટની રમત માટે તેના મામાના પરિવારે સારી એવી મહેનત કરી છે તેના મામાનું કહેવું છે. આ સાથે જ લોકડાઉનમાં મેદાનો બંધ હતા ત્યારે ચેતન માટે મામાએ ફાર્મ હાઉસમાં એક પીચ બનાવી અને તેમાં ચેતને લગાતાર મહેનત કરી હોવાનું પણ સામે આવ્યું છે. મામા કહે છે કે આજે તે ભારતીય ટીમમાં સ્થાન પામ્યો છે જેનું અમને ગૌરવ છે. ચેતન વિશે કહેવામાં આવે છે કે ભાવનગર જિલ્લાના વરતેજ ગામના સાધારણ આર્થિક પરિસ્થિતિ ધરાવતા સાકરિયા પરિવારનો ચેતન બાળપણથી ક્રિકેટનો જબરો શોખ ધરાવતો હતો.ચ

image source

જો કે આ બધું જ ચેતનને એમનેમ નથી મળ્યું. એક તબક્કે આર્થિક સંકડામણથી ક્રિકેટનું સપનું રોળાય જાય તેવા સંજોગો ઊભો થયા હતા. પરંતુ ચેતનના મામા મનસુખભાઇએ પાર્ટટાઇમ કામ આપ્યું અને ક્રિકેટ રમવાનું પણ ચાલુ રખાવ્યું જેથી તેની કારકિર્દી બંધ ન થાય. બસ અહીંથી ચેતને પાછું વળીને જોયું નથી અને આ વખતે IPL ઓક્શનમાં હોટ પ્રોપર્ટી બન્યો હતો. ચેતનાના પિતા સામાન્ય ટેમ્પો ચાલક હતા પરંતુ લોકડાઉનના સમયમાં આર્થિક સ્થિતિ કથળતા તેમને આ ટેમ્પો વહેંચીને મજૂરી કામ શરૂ કર્યું હતું. પરંતુ હવે ચેતન આ પરિવાર માટે રાતોરાત આધાર સ્તંભ બની ગયો છે. ચેતનાના પરિવારમાં તેઓ બે ભાઈ અને 1 બહેન છે પરંતુ તાજેતરમાં ચેતનના નાનાભાઈએ કોઈ અકાળ કારણોસર આત્મહત્યા કરી લેતા પરિવાર માથે આભ તૂટી પડ્યું હતું. અધૂરામાં પૂરું હોય તેમ ચેતન IPLમાં રમતો હતો તેવા સમયે તેના પિતાનું કોરોનાથી અવસાન થયું હતું. જો કે આ બધા વચ્ચે આજે સારા સમાચાર સામે આવી રહ્યા છે અને ચેતનની પ્રશંસા કરવામાં આવી રહી છે