Site icon News Gujarat

કાશ્મીરથી કન્યાકુમારી 4300 કિમી દોડશે આ આર્મીનો જવાન, લોકોએ ખોબલે ને ખોબલે વધાવ્યો, જાણો શું છે હેતું

જો તમારામાં તાકાત હોય તો પછી કોઈ જ મંજીલ દુર નથી. સેનાના સૈનિકે આ કહેવત સાચી સાબિત કરી બતાવી છે. સેનાના જવાન નાઈક વેલુ પીણે કાશ્મીરથી કન્યાકુમારી સુધીની 4300 કિલોમીટર લાંબી અંતરની દોડ શરૂ કરી દીધી છે. વેલુનો હેતુ આ ઐતિહાસિક પ્રવાસને પૂર્ણ કરવાનો અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો છે. વેલુ દૈનિક 70 થી 100 કિ.મી. દોડશે અને 50 દિવસમાં લક્ષ્ય પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરશે.

image source

પોતાનો 30 મો જન્મદિવસ ખૂબ યાદગાર બનાવવા માટે વેલુ કાશ્મીરથી કન્યાકુમારી સુધીની યાત્રા પૂર્ણ કરવાની તૈયારીમાં છે. વેલુનું લક્ષ્ય છે કે આ રેસ સાથે તેનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં શામેલ કરવું. તે 50 દિવસમાં 4,300 કિમીનું અંતર કાપશે. ગયા વર્ષે જૂનમાં ભારતીય સૈનિક વેલુ ફક્ત 17 દિવસમાં 1600 કિમીનું અંતર કાપનારા પહેલા ભારતીય અલ્ટ્રા રનર બન્યા હતા.

image source

વેલુની આ સિદ્ધિ એશિયન રેકોર્ડમાં સમાવિષ્ટ થવાની તૈયારીમાં છે. તેને અલ્ટ્રા રનર કહેવામાં આવે છે, જે પરંપરાગત મેરેથોનર કરતા કિલોમીટરથી વધુની અંતર ચલાવે છે. ઉધમપુરમાં આર્મીના પીઆરઓ લેફ્ટનન્ટ કર્નલ અભિનવ નવનીતે જણાવ્યું હતું કે વેલુ કાશ્મીરથી કન્યાકુમારી વચ્ચે માત્ર 50 દિવસમાં 4300 કિલોમીટરનું અંતર પૂર્ણ કરીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

image source

વેલુનો જન્મદિવસ 21 એપ્રિલ છે. વેલુનો ઉત્સાહ વધારવા માટે લોકોએ તેની સાથે 5 કિલોમીટર સુધી ત્રિરંગો લગાવી તેની સાથે દોડ લગાવી. કાશ્મીરથી કન્યાકુમારી સુધીના હજારો કિલોમીટરના અંતરને ફક્ત 50 દિવસમાં આવરી લેવા, વેલુ રોજ 70-100 કિલોમીટર દોડશે અને ઘણા મોટા રાજ્યો, શહેરો અને નગરોમાંથી પસાર થશે.

image source

આ સાથે જ ગુજરાતનો એક યુવાન પણ ભારે ચર્ચામાં આવ્યો છે. કંઈક અલગ હેતુ સાથે એક યુવાન પોતાના વતનથી નીકળી પડ્યો છે. આવો વાત કરીએ એના જુસ્સા વિશે. તો ‘સંકલ્પ થી સિદ્ધિ’ સુધીના સૂત્ર સાથે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર વહેલી તકે નિર્માણ થાય અને દેશમાં એકતા જળવાઈ રહે તેવા શુભ ઉદેશ સાથે મૂળ અમરેલીના પીપળવા ગામના દોડવીર યુવક ઘનશ્યામ સુદાણી અયોધ્યા રામ મંદિર સુધી જવા માટે નીકળી પડ્યો છે. જો વિગતે વાત કરીએ તો આ છોકરાએ અયોધ્યા રામ મંદિર સુધીની દોડનો 30 માર્ચે ભગવાન સોમનાથની પૂજા ના કરી શુભારંભ કરવામાં આવ્યો છે. સોમનાથ મંદિર ખાતે ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિતના મહાનુભાવો દ્વારા દોડવીર યુવકનું અભિવાદન કરવામાં આવ્યું હતું અને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. દોડવીર ધનશ્યામ સુદાણી સોમનાથ મંદિરથી પ્રારંભ કરેલી દોડની પુર્ણાહુતી રામ જન્મભૂમી મંદિર અયોધ્યા ખાતે તા.21-એપ્રિલના રામનોવમીના દિવસે થશે એવું કહેવામાં આવી રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version