BJPના કર્ણાવતી મહિલા મોરચા વોટ્સએપ ગ્રુપમાં મહિલા સભ્યએ પોસ્ટ કર્યો બિભત્સ પોર્ન વિડીયો, તો અન્ય સભ્યો બોલ્યા…

ભારતમાં ભાજપ એ દેશનો મજબૂત પક્ષ ગણવામાં આવે છે. અને આ વાતને સાબિત કરવા માટે ભાજપના રાષ્ટ્રીય તેમજ ગુજરાતના નાના-મોટા નેતાઓ અવારનવાર દાવ કરતા હોય છે કે સમગ્ર દેશમાં ભાજપ એકમાત્ર એવો પક્ષ છે જે ખૂબ જ શિસ્તબદ્ધ અને સંસ્કારી છે.

image source

પણ કહેવાય છે ને કે હાથીના દાંત ચાવવાના જુદા ને બતાવવાના જુદા. ભૂતકાળમાં અમદાવાદ ઉપરાંત કેટલાક અન્ય શહેરોમાં ભાજપના જ સોશિયલ મીડિયાના ગ્રુપમાં કોઈ કાર્યકરો દ્વારા બીભત્સ વીડિયો મૂકી દેવાયા હતા એવા કિસ્સાઓ સામે આવ્યા હતા. પણ હદ તો ત્યારે થઈ જયારે સોમવારે ભાજપના કર્ણાવતી મહિલા મોરચાના વોટ્સએપ ગ્રુપમાં કોઈ પુરુષ કાર્યકરે નહીં પણ ખુદ એક મહિલા કાર્યકરએ જ ખૂબ જ બિભત્સ અને ગંદો વીડિયો શેર કરી દીધો હતો.

તમને જણાવી દઈએ કે આ વીડિયો એક પોર્ન વિડીયો હતો અને પાંચ મિનિટના આ પોર્ન વીડિયોને જોઈને ગ્રુપમાં રહેલી અન્ય મહિલા કાર્યકરોના પગ નીચેથી તો જાણે જમીન જ ખસી ગઈ હતી. આ વોટ્સએપ ગ્રુપની અંદર અમદાવાદની અનેક મહિલા કોર્પોરેટરો તેમજ ભાજપના કેટલાક મોટા નેતાઓ પણ છે.

image source

ભાજપના મહિલા કાર્યકરોના વોટ્સએપ ગ્રુપમાં ભાજપની જ એક મહિલા કાર્યકર દ્વારા આવો ગંદો વીડિયો મૂકી દેવાતા ભારે ખળભળાટ મચી ગયો છે.

તમને જણાવી દઈએ કે આ કિસ્સો સામે આવ્યા બાદ સમગ્ર ગુજરાતમાં આ વિષય ટોક ઓફ ટાઉન  બની ગયો છે. એટલું જ નહીં મહિલા કાર્યકર દ્વારા મુકાયેલા પોર્ન વીડિયોને જોયા બાદ ગ્રુપમાં રહેલી અન્ય મહિલાઓ રોષે ભરાઈ ગઈ હતી અને તુરંત જ રિસ્પોન્સ આપવાનું શરૂ કર્યું હતું.

image source

આ ગ્રુપની અન્ય મહિલાઓએ આ વોટ્સએપ ગ્રુપમાં લખ્યું હતું કે એડમિન તાત્કાલિક આ મહિલાને ડિલીટ કરી દો. કેટલીક મહિલાઓએ પ્રશ્ન પૂછયો હતો કે આ મહિલા કોણ છે ? જવાબ આપો કેટલીક મહિલાઓએ એવું લખ્યું હતું કે અમે આવો ગંદો વીડિયો મૂકનારા બેનનો સંપર્ક કરવાના પ્રયત્નો કરીએ છીએ પરંતુ તેમનો ફોન બંધ આવે છે. તો કેટલીક મહિલાઓ એવું લખ્યું કે આ બેન અમારો ફેન જ રિસીવ નથી કરતા.

ભાજપના મહિલા કાર્યકરોના ગ્રુપમાં આ પ્રકારની ચર્ચા અને ઉકળાટ શરૂ થયો હતો. કેટલીક મહિલાઓ ખૂબ જ રોષે ભરાઈ હતી અને જણાવ્યું હતું કે આવો ગંદો વીડિયો મુકતા પહેલાં તમે જુઓ તો ખરાં, અમારા ઘરમાં પણ નાના બાળકો છે, જેઓ અમારો ફોન વાપરતા હોય છે.

image source

આ સમગ્ર બાબત બની પછી ગ્રુપના એડમિનને એવું લખ્યું કે હવે આ વિષય પર કોઇ ચર્ચા ન કરો, આ ચેપ્ટર  બંધ કરી દો. આ બાબતને હવે કોઈ ઇસ્યુ નહીં બનાવો.

તેમને આગળ જણાવ્યું હતું આપણે આવો ગંદો વીડિયો મૂકનારા બેનને ડિલીટ કરી દીધા છે માટે અન્ય તમામ સભ્યોએ પણ પોતાના મોબાઇલ ફેનમાંથી આવો ગંદો વીડિયો ડિલીટ કરી દેવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!