સર્કસમાં લાઈવ ખેલમાં સિંહણે કર્યો ટ્રેનર પર હુમલો, લોહી લુહાણના દ્રશ્યો જોઈ ભલભલા કંપી જશે!

માણસની જેમ પ્રાણીઓમાં પણ ભાવનાઓ હોય છે. પરંતુ માનવી તેના પોતાના સ્વાર્થ માટે મુંગા પ્રાણીઓને પાંજરામાં કેદ કરીને તેને ત્રાસ આપે છે. માણસ આ રીતે પ્રાણીઓ પર પોતાનો હુકમો આમ તો ચલાવી લે છે પણ જે સમયે તે પ્રાણી પોતાની અસલી ઔકાત પર આવી જાય ત્યારે બચવું મુશ્કેલ થઈ જાય છે. સર્કસમાં અને પ્રાણી સગ્રહાલયોમાં આ રીતે અનેક પ્રાણીઓને રાખવામાં આવતાં હોય છે અને પોતાના માણસ પોતાના સ્વાર્થ અને મનોરંજન માટે મુંગા પ્રાણીઓને રસ્તો બનાવે છે. હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જ્યાં આ રીતે પ્રાણીઓ કેદ કરી હુકમ ચલાવનાર માનવ જાતને મુહ તોડ જવાબ મળ્યો છે.

image source

મળતી માહિતી મુજબ આ કિસ્સો રશિયાથી સામે આવ્યો છે. આ ઘટનાનો વીડિયો હાલ ઘણો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે સર્કસમાં સિંહણનો લાઇવ ખેલ ચાલી રહ્યો હતો તે દરમિયાન સિંહણે તેના ટ્રેનર પર હુમલો કર્યો હતો. સિંહણે તેનાં દાંતને ટ્રેનરનાં શરીર પર જોરથી ભરાવ્યા અને તેને લોહી લુહાણ કરી મૂક્યો હતો. આ હુમલા બાદ ટ્રેનર જેની ઓળખ મેક્સિમ ઓર્લોવ તરીકે થઈ હતી તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હાલ આ વીડિયો સોશિયલ મીડીયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે.

image source

પોતાનાં ઇશારે પ્રાણીઓને નચાવનાર સર્કસનાં ટ્રેનર અને સિંહણે વચ્ચેનો ઘાતક હમલો જોઈને બધા ડરી ગયાં હતાં. ત્યાં ખેલ જોવા પોહચેલા લોકો કહે છે કે સિંહણે મેક્સિમ પર એક વાર નહીં પરંતુ બે વાર હુમલો કર્યો અને બંને વખત સિંહણે તેના દાંતને ટ્રેનરના શરીરમાં ખુબ જોરથી ભરાવી દીધા હતા. આ ઘટના બાદ આ સિંહણને સર્કસમાં નહીં લાવવાનો નિર્ણય પણ સર્કસ ટીમ દ્વારા લેવામાં આવ્યો છે.

image source

ઘટનાના પ્રત્યક્ષ સાક્ષીઓએ આ ઘટના વિશે કહ્યું કે સર્કસમાં ખેલ વચ્ચે અચાનક અંધાધૂંધી છવાઈ ગઈ હતી. આ ઘટના જોયા પછી સર્કસમાં પોહચેલી એક સગર્ભા મહિલાની હાલત વધુ કથળી હતી જેથી તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. સર્કસનાં લોકો હવે આ સિંહણ માટે નવું સ્થાન શોધી રહ્યા છે.

image source

આ સાથે જાણવા મળ્યું છે કે આ હુમલો કરનાર સિંહણનું નામ વેગા છે અને આ સિંહણ પાંચ વર્ષની છે. તે નાનપણથી જ સર્કસમાં આવી છે. આ વિશે સર્કસના માલિકે કહ્યું લાંબા સમયથી કોરોનામાં સર્કસનું આયોજન કરવામાં આવ્યું ન હતું. ઘણાં સમય પછી અચાનક સર્કસમાં આ રીતે લોકોને જોઇએ સિંહણ ગભરાઈ ગઈ હતી અને તેથી જ તેણે આ હુમલો કર્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!