હદ છે: 8 વર્ષથી કચરામાં આ વ્યક્તિ શોધી રહ્યો છે કંઇક ‘આવું’, જે જાણીને તમે પણ બોલી ઉઠશો OHHH!

એક બ્રિટિશ વ્યક્તિ જેણે 230 મિલિયન ડૉલરના બિટકોઈન સાથે એક હાર્ડ ડ્રાઈવને કેટલાએ વર્ષ પહેલાં કચરામાં ફેંકી દીધી હતી, પણ હવે તે તે જ બિટકોઈનને શોધવાનો પ્રયાસ કરી રહ્યો છે અને સ્થાનીક અધિકારીઓ પાસે ડિવાઇસ લેંડફિલ સાઇટને શોધવા માટે મનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. મેટ્રો સમાચાર પ્રમાણે, 2009માં ન્યૂપોર્ટ, વેલ્સના એક 35 વર્ષીય આઈટી એન્જિનિયર જેમ્સ હોવેલ્સે ક્રિપ્ટોકરન્સીનું ખનન શરૂ કર્યું. તે 2013માં પોતાના કાર્યાલયની સફાઈ કરી રહ્યો હતો જ્યારે તેણે ભૂલથી બિટકોઈનની સાથે હાર્ડ ડ્રાઈવને ફેંકી દિધી હતી જે હવે તેની કિસ્મતના દરવાજા ખોલી શકે તેમ છે.

image source

આજે જેમ્સ હોવેલ્સ તે હાર્ડ ડ્રાઈવને શોધવા માટે કચરાના ઢગલાને વિણી રહ્યો છે, કારણ કે તેમાં 7500 બિટકોઈન્સ હતા, જેની કીંમત આજે 26.94 કરોડ ડૉલર એટલે કે 1971 કરોડ રૂપિયા છે. જેમ્સ હોવેલ્સનું કહેવું છે કે તેણે ભૂલથી તે હાર્ડ ડ્રાઈવને ફેંકી દીધી હતી, જે અચાનક થયેલી ઘટના હતી. આજે જ્યારે એક-એક બીટ કોઈનની કીંમત 36000 ડોલર એટલે કે 26.28 લાખ રૂપિયાની આસપાસ છે, ત્યારે તે હાર્ડ ડ્રાઇવને તે શોધી રહ્યા છે. હવે જેમ્સે પોતાના સિટિ કઉંસિલને ઓફર આપી છે કે જો શહેરના કચરામાં તેની હાર્ડ ડ્રાઈવને શોધી કાઢશે તો તે નગર પ્રશાસનને મોટી રકમ આપશે.

image source

જેમ્સે જાહેરાત કરી છે કે તે આ રકમના 25 ટકા ડોનેટ કરી દેશે, જેથી ત ન્યૂપોર્ટના દરેક નાગરિકને તેનો ભાગ મળી શકે. આ હિસાબથી પ્રતિ વ્યક્તિ 239 ડૉલર્સ એટલે કે 17,485 રૂપિયા મળશે, કારણ કે શહેરની વસ્તી 3.16 લાખ છે, પણ જેમ્સનું દુર્ભાગ્ય છે કે શહેરના પ્રશાસને તેની માંગને માનવાની તો દૂર પણ તે સાથે સંબંધીત કોઈ મિટિંગ કરવા માટેની પણ ના પાડી દીધી છે.

image source

હેવેલ્સે કહ્યું કે તે હવે પ્રયાવરણનું નિયમ પાલન કરતા ગ્રિડ સેફ્ટી રેફરેંસથી તે હાર્ડ ડ્રાઈને કચરાના તે જ ક્ષેત્રમાં શોધી રહ્યા છે. ડેટા રિકવરી સ્પેશલિસ્ટ તે હાર્ડ ડ્રાઈવને ઠીક કરી શકે છે, ભલે તે ટૂટી-ફૂટી કેમ ન ગઈ હોય. તેમણે એટલે સુધી કહ્યું છે કે જે વ્યક્તિ તેને શોધવામાં ફંડિગ કરશે તેને 50 ટકા મળશે અને 25 ટકા ન્યૂપોર્ટના લોકોને આપીને તે માત્ર 25 ટકા ભાગ જ પોતાની પાસે રાખશે.

image source

પ્રશાસનનું કહેવું છે કે આટલાં મોટાં ખોદકામ અને શોધ અભિયાનથી વાતાવરણ પર ખરાબ પ્રભાવ પડશે. તેમનું કહેવું છે કે કચરાને ત્યાંથી હટાવીને ફરી તેમાં તપાસ કરવામાં જ કેટલાએ લાખો પાઉન્ડ ખર્ચાઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત