પીઠી કર્યા બાદ યુવક તુરંત પહોંચ્યો સ્મશાને અને બજાવી પોતાની ફરજ

કોરોના વાયરસ રાજ્યને ધમરોળી રહ્યો છે. લોકોના હાલ બેહાલ કોરોનાના કારણે થઈ રહ્યા છે. એક તરફ કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે તો બીજી તરફ હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે, ઓક્સિજનનો અભાવ છે. આટલું પુરતું ન હોય તેમ ઘરે સારવાર લેતા દર્દીઓને જરૂરી દવા અને વસ્તુઓ પણ મળી નથી રહી. આવામાં સૌથી ખરાબ સ્થિતિ સુરત શહેરની છે. અહીં જાણે સ્મશાનોમાં ચિતાઓ પણ ઠરવાનું નામ નથી લઈ રહી. એક ચિતા ઠરે અને બીજા મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા પડે તેવી સ્થિતિ છે.

image source

આ સ્થિતિમાં વલસાડના પારડીની એક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવાની ફરજ બજાવતા કર્મચારીએ હાલની સ્થિતિની જરૂરીયાતને સમજી અને પોતાના લગ્ન પહેલા પણ સ્મશાનમાં ફરજ બજાવી હતી.

image source

આ અંગે જાણવા મળતી માહિતી અનુસાર પારડી સ્મશાનમાં ગૌરવ પટેલ નામનો યુવાન ફરજ બજાવે છે. તાજેતરમાં જ તેના લગ્ન લેવાયા હતા. લગ્નનો દિવસ નજીક આવતાં તેના ઘરે માંડવા બંધાયા, હાથે મીંઢોળ બંધાયો અને તેને લગ્ન પહેલા પીઠી લગાવવામાં આવી. લગ્નની વિધિ એટલે કે પીઠી થયા બાદ પોતાના ઘરે બેસવાને બદલે તે સ્મશાન પહોંચી ગયો અને તેણે પીઠી કરેલા વસ્ત્રો પણ બદલ્યા નહીં. પોતાની ફરજ બજાવવા અને હાલની સ્થિતિની ગંભીરતાને સમજી તે લગ્નના એક દિવસ પહેલા પણ સ્મશાનમાં લોકોના અંતિમ સંસ્કાર વિધિ પૂર્વક કરતો રહ્યો.

પીઠીની વિધિ બાદ થોડો પણ સમય બગાડ્યા વિના ગૌરવ સ્મશાન પહોંચી ગયો અને મૃતકોના અંતિમ સંસ્કાર વિધિ વિધાન સાથે કર્યા. પોતાની સ્મશાન ગૃહની ફરજ બજાવ્યા બાદ તે પોતાના લગ્નની વિધિ માટે ઘરે પહોંચ્યો હતો.

image source

સામાન્ય રીતે જ્યારે કોઈના લગ્ન લેવાય જાય છે તો ત્યારબાદ તેને કોઈ અશુભ કામમાં ભાગ પણ લેવા દેવામાં આવતા નથી. તેવામાં હાલના કોરોનાના કપરા કાળમાં ગૌરવએ આ માન્યતાને ભુલી અને પોતાની ફરજ બજાવી હતી. આ કામમાં તેના પરીજનોએ પણ તેને સહકાર આપ્યો હતો. કોરોનાના કારણે સતત વધતાં મૃત્યુઆંકના કારણે સ્મશાન ગૃહમાં પણ એક પછી એક એમ અંતિમ સંસ્કાર ચાલતા જ રહે છે. તેવામાં મૃતકોના અંતિમ સંસ્કાર સમયસર અને સન્માનપૂર્વક થાય તે માટે ગૌરવ પટેલે જે ફરજ અદા કરી તેના વખાણ ચોતરફ થઈ રહ્યા છે.

image source

ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લામાં પણ કોરોનાના કુલ કેસ 3000 જેટલા થવા આવ્યા છે. અહીં એક્ટિવ કેસની સંખ્યા 900થી વધુ છે. જ્યારે 200થી વધુ લોકોના મોત કોરોનાના કારણે થયા છે. અત્યાર સુધીમાં અહીં 1700થી વધુ લોકો કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!