The Big Bull…વાત એ વ્યક્તિની જેણે 29 વર્ષ પહેલા શેર માર્કેટમાં મચાવી હતી હલચલ, જાણો કોણ છે આ વ્યક્તિ

અભિષેક બચ્ચની ફિલ્મ The Big Bull ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થઈ ચૂકી છે. આ ફિલ્મ 1992ના શેરબજારના ગોટાળા પર બની છે. આગોળાએ આખા દેશને હલાવીને રાખી દીધો હતો. ડાયરેક્ટર કૂકી ગુલાટીની આ ફિલ્મમાં અભિષેકના સિવાય સોહમ શાહ, ઈલિયાના ડિક્રૂઝ, નિકિતા દત્તા, રામ કપૂર, સૌરભ શુક્લા, સુપ્રિયા પાઠક પણ લીડ રોલમાં છે. આ ફિલ્મને અજય દેવગણ અને આનંદ પંડિતે પ્રોડ્યૂસ કરી છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ સ્ટોક માર્કેટના બેતાજ બાદશાહ હર્ષદ મહેતા પર આધારિત છે. તેઓએ 1980-90ના દશકમાં સ્ટોક માર્કટની દશા પૂરી રીતે બદલી દીધી હતી. આ પછી કરોડોના ગોટાળા માટે તેમને જેલની સજા થઈ હતી. હર્ષદે દેશમાં 4000 કરોડનો ગોટાળો કર્યો હતો. તો જાણો હર્ષદ મહેતાને વિશે.

image source

હર્ષદ મહેતા 1980-90ના દશકમાં સ્ટોક માર્કેના ગોડ ફાધર માનવામાં આવતા હતા. શેર હોલ્ડર તેમને પોતાની કિસ્મતની ચાવી પણ સમજવા લાગ્યા હતા અને તેઓ જે શેર પર હાથ રાખતા તેનો ભાવ આસમાને પહોંચી જતો હતો. તેમનો જન્મ 29 જુલાઈ 1954ના પનેલ મોટી રાજકોટ ગુજરાતમાં એક નાના પરિવારમાં થયો હતો. મુંબીના કાંદિવલીમાં ગુજરાન કરતા અને મુંબઈના હોલી ક્રોસ બેરોન બજાર સેકન્ડરી સ્કૂલથી અભ્યાસ કર્યો હતો. 12મું ધોરણ પાસ કર્યા બાદ તેઓએ લાજપત રાય કોલેજથી બીકોમનો અભ્યાસ કર્યો હતો. તેઓએ ગ્રેજ્યુએટ થયા બાદ 8 વર્ષ સુધી અનેક નાની મોટી નોકરીઓ કરી. પહેલી નોકરી ન્યૂ ઇન્ડિયા ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડમાં સેલ્સ પર્સનના રૂપમાં કરી અને પછી તેમનો ઈન્ટરેસ્ટ શેર માર્કેટમાં વધવા લાગ્યો. નોકરી છોડ્યા બાદ તેઓએ હરિજીવનદાસ નેમીદાસ સિક્યોરિટીઝ નામની બ્રોકેજ ફર્મ જોઈન કરી લીધી અને પ્રસન્ન પરિજીવનદાસને ગુરુ બનાવ્યા, તેમની સાથે કામ કરીને હર્ષદે સ્ટોક માર્કેટના તમામ દાવ પેચ શીખ્યા અને 1984માં પોતાની ગ્રો મોર રીસર્ચ એન્ડ અસેટ મેનેજમેન્ટ નામની કંપની શરૂ કરી અને બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં બ્રોકર મેમ્બરશીપ લીધી.

image source

અહીથી શરૂ થઈ હતી હર્ષદ મહેતાની સ્ટોક માર્કેટના બાદશાહની સફર, આગળ જઈને સ્ટોક માર્કેટના અમિતાભ બચ્ચન અને રેજિંગ બુલના નામે પણ તેઓ ઓળખાવવા લાગ્યા હતા. 1990ના દશકમાં હર્ષદની કંપનીમાં મોટા ઇન્વેસ્ટર્સ રૂપિયા લગાવવા લાગ્યા હતા. પણ જે રીતે સ્ટોક માર્કેટમાં તેમનું નામ છવાયું તે એસોસિએટ સીમેન્ટ કંપનીમાં તેમના રૂપિયા લગાવવા ઈચ્છતા હતા.

image source

હર્ષદ મહેતાના એસીસીસના રૂપિયા લગાવ્યા બાદ તેની કિસ્મત બદલાઈ ગઈ કેમકે એસીસીનો જે શેર 200 રૂપિયાનો હતો તેની કિંમત એક જ વારમાં 9000ની થઈ હઈ. 1990 સુધી હર્ષદ મહેતાનું નામ રોજ મોટા પેપર્સ, મેગેઝિનના કરવર પર આવવા લાગ્યું. મહેતા 2 બેંકની વચ્ચે દલાલ બનીને 15 દિવસના લોન લઈને બેંકથી રુપિયા લેતા અને સાથે નફો કમાઈને બેંકને રૂપિયા આપતા હતા. આ વાત ત્યારે સામે આવી જ્યારે શેર માર્કેટમાં ઝડપથી ઘટાડો થવાનું શરૂ થયું, મહેતા એક બેંકથી ફેક બેંક સમાધાન વિવરણ તૈયાર કરાવતા અને પછી તેમને અન્ય બેંકથી સરળતાથી રૂપિયા મળી જતા હતા.

image source

આ વાતનો ખુલાસો થયા બાદ દરેક બેંકે તેમના રૂપિયા પાછા માંગવાનું શરૂ કર્યું. ખુલાસો થયા બાદ તેમની ઉપર 72 ક્રિમિનલ ચાર્જ લાગ્યા હતા અને સિવિલ કેસ પણ ફાઈલ થયો હતો. જ્યારે તેમની પર અનેક કેસ ચાલી રહ્યા હતા ત્યારે જ તેમનું નિધન થયું હતું.

તમને જણાવી દઈએ કે હર્ષદ મહેતા બેંકિંગ સિસ્ટમ અને તેમના નબળા કર્મચારીઓ પર ખાસ નજર રાખતા અને તેનો ફાયદો લઈને તેઓએ તેમને 4000 કરોડના ગોટાળાને અંજામ આપ્યો હતો. હર્ષદના આ ગોટાળાનો પર્દાફાશ પત્રકાર સુચિતા દલાલે કર્યો હતો. હર્ષદના જીવનનો અંત 31 ડિસેમ્બર 2001ના રોજ થયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!