OMG: પતિ સાથે છૂટાછેડા લઇને મહિલાએ 60 વર્ષના સસરા સાથે કરી લીધા લગ્ન, અને કહ્યું કે..તેમનું દિલ…

વર્તમાન સમયમાં લગ્નજીવનમાં જ્યારે પતિ કે પત્નીને એકબીજા સાથે ફાવતું નથી ત્યારે તેઓ આપસી સમજૂતીથી જ અલગ થઈ જવાનું નક્કી કરી લેતા હોય છે. એટલે જ તો સમાજમાં છૂટાછેડાનું પ્રમાણ પણ વધ્યું છે. ખાસ કરીને વિદેશમાં છૂટાછેડા થવા તે સાવ સામાન્ય વાત ગણાય છે.

image source

અહીં લોકો એક લગ્ન તુટ્યા બાદ થોડા જ સમયમાં બીજા સાથે લગ્ન કરી પણ લેતા હોય છે. આ વાત પણ અહીં સામાન્ય છે પરંતુ તાજેતરમાં અમેરિકામાં થયેલા એક લગ્ન તો જાણે ચર્ચાનો વિષય બની ગયા છે. આ કિસ્સામાં પણ એક મહિલાએ તેના પતિ સાથે ન ફાવતાં તેણે છૂટાછેડા લીધા અને પછી બીજા લગ્ન કરી લીધા. પરંતુ ચર્ચાની વાત એ છે કે આ મહિલાએ તેના સસરા સાથે લગ્ન કર્યા છે.

image source

અમેરિકાના હેરોડ્સબર્ગની એરિકા કિગલે તેના પતિ જસ્ટિન ટાવલ સાથે વર્ષ 2017માં છૂટાછેડા લીધા હતા. તે સમયે તેનો 9 વર્ષનો દીકરો પણ હતો. ત્યારબાદ 31 વર્ષની એરિકાએ તેના 60 વર્ષના સસરા જેફ સાથે લગ્ન કરી લીધા. આ વાતથી સૌ કોઈ આશ્ચર્યમાં પડી ગયા છે. એરિકાના લગ્ન 19 વર્ષની ઉંમરમાં સ્થાનીય કારખાનામાં કામ કરતા જસ્ટિન સાથે થયા હતા.

image source

લગ્ન બાદ તેમનું જીવન થોડો સમય સુખેથી ચાલ્યું. આ સુખી લગ્નજીવનથી તેમને એક બાળક પણ થયું હતુ. પરંતુ સમય જતાં તેમની વચ્ચે ઝઘડા વધતાં રહ્યા. આ કારણે બંનેએ કંટાળી અને વર્ષ 2011માં એકબીજાથી અલગ થવાનું નક્કી કરી લીધું. આ દરમિયાન એરિકાને તેના સસરાએ ઘણો સપોર્ટ કર્યો. વર્ષ 2017માં એરિકા અને જસ્ટિસ વચ્ચે છૂટાછેડા થઈ ગયા હતા. છૂટાછેડા થયા બાદ એરિકા સમક્ષ તેના સસરાએ લગ્નનો પ્રસ્તાવ મુક્યો. બંને વચ્ચેનો સંબંધ વહુ અને સસરાનો હોવા ઉપરાંત તેમની વચ્ચે 29 વર્ષનું અંતર પણ હતું. જો કે આ તમામ અડચણને દૂર રાખી એરિકાએ તેના સસરા સાથે લગ્ન કરી લીધા.

image source

29 વર્ષ મોટા સસરા સાથે લગ્ન કર્યા બાદ એરિકાએ એક વર્ષની અંદર જ એક દીકરીને જન્મ આપ્યો હતો. હાલ બંને બાળકો તેની માતાની સાથે જ રહે છે. એરિકાએ સસરા સાથેના લગ્ન વિશે ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે તે તેના પૂર્વ પતિ જસ્ટિસની બહેન મારફતે જ તેના સસરાના સંપર્કમાં આવી હતી. જ્યારે જીવનમાં ખરાબ સમય આવ્યો ત્યારે તેણે એરિકાને એટલો સપોર્ટ કર્યો કે તેને લાગ્યું કે તે જ તેના સુખદુઃખના સાથી બની શકે તેમ છે. એરિકાના પહેલા પતિને પણ આ લગ્નથી કોઈ સમસ્યા નથી તેણે પણ બીજા લગ્ન કરી લીધા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!