લાખોની નોકરી છોડીને શરૂ કરી દ્રાક્ષની ખેતી, બનાવી દીધી દેશની સૌથી મોટી વાઈન કંપની

દેશના પર્યટનને વૈશ્વિક મહામારી કોરોના વાયરસથી ખૂબ અસર થઈ છે. તેની સૌથી મોટી અસર મહારાષ્ટ્રના નાસિકમાં આવેલા સુલા વાઇનયાર્ડમાં પણ જોવા મળી છે. તમને જણાવી દઈએ કે સુલા ભારતની સૌથી મોટી વાઇન બ્રાન્ડ છે. આ વાઇનની માત્ર ભારત જ નહીં વિદેશમાં પણ સારી માંગ છે.

રાજીવે એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી મેળવી છે

image source

હજારો એકરમાં ફેલાયેલો સુલા વાઇનયાર્ડ લોકોને ખુબ આકર્ષે છે. સુલા વાઇનયાર્ડની શરૂઆત 1950માં મુંબઇથી 180 કિમી દૂર નાસિકમાં થઈ હતી. વાઇનયાર્ડની શરૂઆત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સ્નાતક અને અનુસ્નાતક રાજીવ સામંત દ્વારા કરવામાં આવી હતી. અમેરિકાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક કરનાર રાજીવે એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.

રાજીવના પરિવાર પાસે નાસિકમાં 20 એકર જમીન હતી

image source

અભ્યાસ પૂર્ણ કર્યા પછી રાજીવ સામંતે કેલિફોર્નિયામાં ઓરેકલમાં નોકરી કરવાનું શરૂ કર્યું. જોકે, રાજીવને અમેરિકાની ભાગમભાગવાળી જિંદગી ગમી નહીં અને તે ગામડાનું જીવન જીવવા માટે ભારત પરત ફર્યો. રાજીવના પરિવાર પાસે નાસિકમાં 20 એકર જમીન હતી. આ ભૂમિ પર રાજીવ કેરીની ખેતીથી લઈને ગુલાબ, સાગ લાકડા અને દ્રાક્ષની ખેતી સુધી કરી.

સુલાનું નામ તેની માતા ‘સુલભા’ ના નામ પર રાખ્યું

image source

વર્ષ 1966 માં, રાજીવને સમજાયું કે નાશિકનું વાતાવરણ અને જલવાયું વાઇન બનાવતી દ્રાક્ષની ખેતી માટે યોગ્ય છે. તે પછી તેઓ કેલિફોર્નિયા પાછા ગયા ત્યારે પ્રખ્યાત વાઈનમેકર કેરી ડેમ્સ્કીને મળ્યા. કેરી દામ્સકી રાજીવને વાઇનયાર્ડ શરૂ કરવામાં મદદ કરવા માટે સંમત થયા. રાજીવે તેની વાઇન બ્રાન્ડ સુલાનું નામ તેની માતા ‘સુલભા’ ના નામ પર રાખ્યું. કંપની શરૂ થયાના થોડા વર્ષો પછી, ધંધો વધ્યો અને રાજીવે નવી જાતની દ્રાક્ષની ખેતી શરૂ કરી. 20 એકરના ક્ષેત્રમાં શરૂ થયેલ વાઇનયાર્ડ 1800 એકરમાં ફેલાઈ ગયું.

સુલા વાઈને નાસિકને એક અલગ ઓળખ આપી

image source

તમને જણાવી દઈએ કે સુલા વાઇનયાર્ડમાં દરરોજ 8 થી 9 હજાર ટન દ્રાક્ષને ક્રશ કરીને વાઇન તૈયાર કરવામાં આવે છે. વાઇનયાર્ડ્સના મુખ્ય વાઇન ઉત્પાદક કરણ વસાણીના જણાવ્યા મુજબ સુલા સફેદ અને લાલ વાઇન બનાવે છે. સુલા વાઈને નાસિકને એક અલગ ઓળખ આપી છે.

સુલા વાઈનનો દેશમાં 65 ટકા વાઇન માર્કેટ પર કબજો

image source

સુલા વાઇનયાર્ડ્સની મુલાકાત લેનારાઓને ફક્ત વાઇન ખરીદવાની તક જ નથી મળતી, પરંતુ તેઓ જોઈ શકે છે કે વાઇન કેવી રીતે બનાવવામાં આવે છે. વાઇનયાર્ડની મુલાકાત લેતા પ્રવાસીઓને વાઇન ટેસ્ટ પણ આપવામાં આવે છે. સુલા વાઈનનો દેશમાં 65 ટકા વાઇન માર્કેટ પર કબજો છે. આ સિવાય આ વાઇન અન્ય દેશોમાં પણ નિકાસ થાય છે.