ચોકલેટ બનાવવાનું સ્ટાર્ટઅપ 10 હજારના રોકાણથી કર્યું, આજે યુવાન લાખોનો નફો કરે છે, જાણો સમગ્ર બિઝનેસ વિશે

લોકો આજે નોકરીથી કંટાળી ગયા છે અને પોતાનો જ નાના મોટો બિઝનેસ કરી આગળ વધવા માંગે છે. આ માટે આગાઉ સ્ટાર્ટ અપને પ્રોતસાહન આપતી ઘણી યોજનાઓ પણ બહાર પાડવામાં આવી હતી. આજે અહીં એવા જ એક વ્યક્તિ વિશે વાત થઈ રહી છે જેણે નાનકડાં કામથી કરેલ શરૂઆત આજે મોટા બિઝનેસ સ્વરૂપે ધમધમી રહ્યું છે. હરિયાણાના કૈથલ જિલ્લાના રહેવાસી એક યુવક ઋષભ સિંગલાની અને તેમનાં બિઝનેસ વિશે અહીં વાત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ઋષભ એક અત્યંત સાધારણ પરિવારમાંથી આવે છે. તેમના પિતા અગરબત્તી વેચીને પરિવારનો ખર્ચ ઉઠાવે છે. ઋષભને પિતાની આર્થિક હાલત વિશે જાણ હતી તેથી બાળપણથી જ વિચારતો કે તે મોટો થઈને પોતાના પિતાની મદદ કરશે.

હરિયાણાના કૈથલના રહેવાસી ઋષભ સિંગલા અને તેમની માતા. - Divya Bhaskar
image source

તેને આ બિઝનેસ શરૂ કરવાનો વિચાર કઈ રીતે આવ્યો તે વિશે વાત કરીએ તો ઋષભ અને તેમનો પરિવાર ખાટૂ શ્યામજીમાં ખુબ શ્રદ્ધા રાખે છે અને તેથી જ તેઓ ઘણીવાર રાજસ્થાનના ખાટૂ શ્યામજી મંદિરે જતા હતા. એ દરમિયાન ઋષભના એક મિત્રએ તેમને ચોકલેટનો પ્રસાદ બનાવીને વેચવાનો આઈડિયા આપ્યો કારણ કે શ્યામજીને ઘણાં મોટા પ્રસાદો ચડતાં હોય છે તે આ બધું બાળપણથી જોતો આવ્યો છે. જો કે ઋષભ તે સમયે કોલેજમાં અભ્યાસ કરી રહ્યો હતો. પરંતુ તેને આ દિશામાં આગળ જવાનું નક્કી કર્યું. આ પછી તેણે પ્રસાદ તરીકે ચોકલેટ વિશે આઇડિયા આવ્યો કરણ કે ચોકલેટ લોકોને નવું પણ લાગશે અને તેમને પસંદ પણ પડશે.

આ પછી ઋષભે ચોકલેટ વિશે જાણકારી મેળવવાનું શરૂ કર્યું. આ કામ માટે સૌથી પહેલાં તો પડોશમાં રહેતી એક મહિલા પાસેથી તેમણે ચોકલેટ બનાવવાની ટ્રેનિંગ લીધી. ત્યારબાદ 2018માં તેણે માત્ર 10 હજાર રૂપિયાનાં નાનકડાં રોકાણથી આ કામ કરવાનું ચાલુ કર્યું. આ કામ માટે તેણે ઘરના કિચનમાંથી જ સ્ટાર્ટઅપની શરૂઆત કરી હતી અને આજે તે જ નાનકડા કામમાંથી ઋષભ આજે દર મહિને 6 હજારથી વધુ ચોકલેટ વેચે છે અને વર્ષે 7-8 લાખ રૂપિયા તેમની કમાણી થઈ જાય છે. આજે પોતે તો આ કામ કરે જ છે પણ સાથે સાથે તેણે બીજા 8-10 લોકોને રોજગારી પણ આપી છે.

ઋષભની માતા સ્ટોલ લગાવીને ચોકલેટનું વેચાણ કરે છે. તેઓ ચોકલેટ તૈયાર કરવામાં પણ ઋષભની મદદ કરે છે.
image source

તેનાં સફર વિશે વાત કરતાં તે કહે છે કે મારા પરિવારની આર્થિક હાલત ઘણી નબળી હતી જેથી તે સમયે આ કામ માટે કોઈ . મોંઘા મશીનો ખરીદી કરી કામ કરવું પોસાય તેમ ન હતું તેથી ઘરના વાસણ અને એક નાના ઓવનની મદદથી ઘરનાં રસોડાંમાં જ ચોકલેટ તૈયાર કરતા હતા. ધીરે ધીરે વધુ ડિમાંડ આવતી થઈ અને પછી સમય અને મહેનત વધી જતી હતી. આ સમયે સ્થિતિ એવી હતી કે બે અઢી લાખનું મશીન ખરીદી શકીએ તેટલું બજેટ હતું નહીં અને વધારે મહેનત સિવાય કોઈ બીજો રસ્તો ન હતો. આગળ વાત કરતા તે કહે છે કે હું દિવસે કામ પણ કરતો હતો અને કોલેજે પણ જતો હતો. કોલેજથી પરત આવીને મોડી રાત સુધી કામ કરતો હતો.

જાણવા મળ્યું છે કે ઋષભની માતા સ્ટોલ લગાવીને ચોકલેટનું વેચાણ કરે છે. તેઓ ચોકલેટ તૈયાર કરવામાં પણ ઋષભની મદદ કરે છે. જો કે કોઈ પણ કામની શરૂઆતમાં મુશ્કેલી તો આવતી જ હોય છે તેમ ઋષભની સફર પણ સહેલી નથી રહી. તેણે આ કામ માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે. નાની-નાની ચીજો માટે સ્ટ્રગલ કરવી પડી છે. ટ્રેનિંગ માટે અનેક શહેરોની મુલાકાત લેવી પડી છે. સંસાધનોના અભાવે તેઓ અને તેમની માતા દિવસ રાત કામ કરતા હતા જેથી વધુમાં વધુ ઓર્ડર મેળવી શકે. તેમના માતા ઘરના કામની સાથે સાથે ચોકલેટ તૈયાર કરવામાં પણ ઋષભની મદદ કરતા હતા. જ્યારે ઋષભ અત્યારે એક ડઝનથી વધુ વેરાઈટીની ચોકલેટ વેચે છે. જેમાં ડાર્ક ચોકલેટ, ફાઈબર ચોકલેટ, ચિયા સીડ ચોકલેટ, અળસી ચોકલેટ સામેલ છે

image source

આ કામની શરૂઆતમાં વિશેની માહિતી આપતાં તેણે કહ્યું કે ત્યારે મારી ઉંમર માત્ર 25 વર્ષ હતી અને મેં ઈન્ટરનેટ દ્વારા ચોકલેટ બનાવવા અંગે જાણકારી લીધી. તેના પછી પડોશના એક આંટી પાસેથી ટ્રેનિંગ લીધી પરંતુ પ્રોફેશનલ લેવલ પર કામ માટે મારે સારી ટ્રેનિંગની જરૂર હતી. તેણે આગળ કહ્યુ કે મેં અનેક જગ્યાએ આ કામ શીખવા માટે તપાસ કરી પણ ફી વધારે હોવાથી તે સમયે હું શીખી શક્યો નહીં. આ પછી જેમ તેમ કરીને મુંબઈમાં એક ચોકલેટ મેકર્સ તેમને ટ્રેનિંગ આપવા તૈયાર થયા. ત્યાંથી આવ્યા પછી ઋષભે કમર્શિયલ લેવલ પર ચોકલેટનો બિઝનેસ શરૂ કર્યો.

તેણે શ્યામજી ચોકલેટ્સ નામથી પોતાની કંપની રજિસ્ટર કરાવી છે. આ ચોકલેટ બનાવવાની રીત વિશે માહિતી આપતાં તેણે કહ્યું હતું કે સૌપ્રથમ કોકો બીન્સને રોસ્ટ કરવામાં આવે છે અને પછી તેની છાલ કાઢી નાખવામાં આવે છે. ત્યારબાદ ગ્રાઈન્ડરમાં તેને પીસવામાં આવે છે કે જેનાથી ચોકલેટની પેસ્ટ તૈયાર થાય છે. અલગ અલગ ચોકલેટ માટે ગ્રાઈન્ડિંગની પ્રોસેસ અને ટાઈમિંગ અલગ હોય છે જે વિશે ધ્યાન રાખવામાં આવે છે. આ પછી પેસ્ટમાં ગોળનો પાઉડર મેળવવામાં આવે છે. તેની આ ચોકલેટની ખાસિયત એ જ છે કે ઋષભ તેમાં ખાંડનો ઉપયોગ કરતો નથી અને ન તો કોઈ પ્રકારના એડિટિવ કે પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરે છે.

ઋષભ અત્યારે એક ડઝનથી વધુ વેરાઈટીની ચોકલેટ વેચે છે. જેમાં ડાર્ક ચોકલેટ, ફાઈબર ચોકલેટ, ચિયા સીડ ચોકલેટ, અળસી ચોકલેટ સામેલ છે
image source

આ રીતે તે દર મહિને લગભગ 6000 ચોકલેટ બાર તૈયાર કરે છે. એક બાર 50 ગ્રામનો હોય છે. તેઓ કહે છે કે અમે કેરળ અને કર્ણાટકમાં કોકોની ખેતી કરનારા ખેડૂતો પાસેથી બીન્સ ખરીદીએ છીએ. ઋષભ શરૂઆતમાં નોર્મલ ચોકલેટ તૈયાર કરતો હતો પરંતુ જેમ જેમ આ કામમાં તેને સફળતા મળવા લાગી પછી તેણે ઓર્ગેનિક ચોકલેટ વેચવાનું શરૂ કરી દીધું અને હાલમાં તો તે એક ડઝનથી વધુ વેરાયટીની ચોકલેટનું વેચાણ કરે છે. આમાં સમાવેશ થતી ચોકલેટ પર નજર કરીએ તો નોર્મલ ડાર્ક ચોકલેટ, ફાઈબર ચોકલેટ, ચિયા સીડ ચોકલેટ, અળસી ચોકલેટ, બ્રાહ્મી ચોકલેટ, લીચી ચોકલેટ, કોકોનટ ચોકલેટ, સ્ટ્રોબેરી ચોકલેટ વગેરે સામેલ છે.

image source

ચોકલેટ તૈયાર થયાં બાદ તેનું યોગ્ય માર્કેટિંગ કરવું ખૂબ જરૂરી હોય છે અને તે માટે તમારે પ્લાનિંગ દ્વારા સ્ટ્રેટેજી મુજબ કરવું જરૂરી છે. ઋષભ કહે છે કે શરૂઆતમાં પ્રસાદ તરીકે લોકો તેમની ચોકલેટ ખરીદતા હતા પરંતુ જ્યારે તેમને લાગ્યું કે તેઓ ચોકલેટ સારી તૈયાર કરી રહ્યાં છે અને લોકોને પસંદ પણ પડે છે તો તેમણે આસપાસની દુકાનોમાં પણ મોકલવાનું શરૂ કર્યુ. માંગને જોતા અલગ અલગ જગ્યાએ પ્રદર્શન રાખીને માર્કેટિંગ શરૂ કર્યુ. તેની સાથે જ તેમણે સોશિયલ મીડિયાની પણ મદદ લીધી. તેઓ પોતાના પેજ પર ચોકલેટની તસવીરો પોસ્ટ કરવા લાગ્યા. જેને જોયા પછી લોકો ઓર્ડર કરવા લાગ્યા. એક વ્હોટ્સ એપ ગ્રૂપ પણ બનાવવામાં આવ્યું જેના દ્વારા લોકો જોડાવા લાગ્યાં.

હાલમા હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને દિલ્હી જેવા મોટા રાજ્યોમાં ટ્રાન્સપોર્ટ દ્વારા તેમની ચોકલેટ મોટી મોટી દુકાનો અને માર્કેટ સુધી પહોંચે છે. આ ઉપરાંત તેઓ કુરિયરના માધ્યમથી દેશભરમાં ચોકલેટની ડિલિવરી કરે છે. આ સાથે તેણે કહ્યું કે હવે ટૂંક સમયમાં તે ઓનલાઈન પ્લેટફોર્મ પણ લોન્ચ કરશે. હાલનાં સમયની વાત કરતાં ઋષભ કહે છે કે આ કોરોના અને લોકડાઉનના કારણે તેમનું કામ પર ઘણી અસર પડી છે. આ સમયે ચોકલેટની ડિમાંડ ઘટી છે કેમ કે સપ્લાઈ કરવામાં મુશ્કેલી આવી રહી છે. આમ છતાં તેઓ ટ્રાન્સપોર્ટ દ્વારા પોતાની પ્રોડક્ટની સપ્લાઈ કરી રહ્યા છે. તે કહે છે કે ધીમે ધીમે લોકો વચ્ચે તેમની પ્રોડક્ટની લોકપ્રિયતા વધી રહી છે. આ ચોકલેટ સંપૂર્ણપણે શાકાહારી છે. લોકો ઓર્ગેનિક તરફ વળી રહ્યા છે કેમ કે આ ચોકલેટ હાનિકારક હોતી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : દિવ્ય ભાસ્કર )

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!