જીવતાં જ આ મહિલાએ કરી પોતાના અંતિમ સંસ્કારની પ્રેક્ટિસ, નાકમાં રૂ, કફન અને કલાકો સુધી રહી શબપેટીની અંદર

કોરોનાએ વિશ્વભરમાં આતંક મચાવ્યો છે. પહેલી લહેર કરતાં પણ આ બીજી લહેર વધારે ઘાતક સાબિત થઈ છે. કોરોના દર્દીઓની સારવારમાં મેડિકલ સ્ટાફ રાત-દિવસ મહેનત કરી રહ્યો છે. આવી સ્થિતિમાં કેટલા પરિવારો આ જીવલેણ વાયરસથી બરબાદ થયા છે. લાખો લોકોએ તેમના પરિવારનાં સભ્યો ગુમાવ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક સમાચાર વાયરલ થઈ રહ્યાં છે જેમાં એક મહિલાએ તેના મૃત્યુનાં પછી અંતિમ સંસ્કારની રિહર્સલ કરી છે જેમાં તેણે લોકોને પોતાની નજીક પણ બોલાવ્યા હતાં.

image source

મળતી માહિતી મુજબ મરિયા ઘણા કલાકો સુધી શબપેટીમાં પડી હતી અને અંતિમ સંસ્કારનાં સમાચાર સાચા છે. આ ઘટના દક્ષિણ અમેરિકાના ચિલી દેશની રાજધાની સેન્ટિયાગોથી સામે આવી છે જ્યાં મરિયા એલોંઝો નામની 59 વર્ષીય મહિલાએ તેના અંતિમ સંસ્કાર માટે ફુલ ડ્રેસ રિહર્સલ કરવાનો નિર્ણય કર્યો. આ માટે માયરાએ તેના બધા મિત્રો અને નજીકના મિત્રોને બોલાવ્યા હતા અને તેના વિશે માહિતી આપી હતી. તે સમયે ત્યાં ઘણા કલાકો ઉપસ્થિત હતાં અને તે મહિલા શબપેટીમાં પડી રહી. આ પછી ત્યાં હાજર લોકોએ તેના મોત પર આંસુ વહાવી અને તેને વિદાય આપી. આ દરમિયાન ફોટો પણ લેવામાં આવ્યાં હતો. જો કે આ બધું બનાવટી રીતે કરવામાં આવ્યું હતું.

image source

જાણવા મળ્યું છે કે આ કામ માટે આ મહિલાએ 710 પાઉન્ડ ખર્ચ કર્યા હતા. કોરોના વાયરસથી સતત થતાં મૃત્યુ વચ્ચે મહિલાએ કંઇક વિચિત્ર કરવાનું વિચાર્યું અને અંતિમવિધિનું રિહર્સલ કરવાની યોજના બનાવી. આ સમય દરમિયાન મહિલાએ તેના રિહર્સલ માટે 710 પાઉન્ડ એટલે કે લગભગ 75 હજાર રૂપિયા ખર્ચ કર્યા હતા. મરિયા સફેદ ઝભ્ભો પહેરી અંતિમવિધિમાં પહોંચી હતી. મૃત જેવો દેખાવ કરવા માટે તેણે તેના નાકમાં પણ ઉન ભરાવી લીધું હતું અને તેના ફૂલનો હાર પહેર્યો હતો. મારિયાએ તેના મિત્રો, કુટુંબીઓ અને પડોશીઓનો આ અંતિમ સંસ્કાર ગોઠવવામાં મદદ કરવા બદલ આભાર માન્યો અને તેને એક સ્વપ્ન સાકાર થયું તેવું કહ્યું હતું.

image source

મારિયાએ આ દરમિયાન કહ્યું હતું કે જો તે આવતીકાલે મરી જશે તો પણ કોઈએ તેના માટે કંઇ કરવું ન જોઈએ કારણ કે તેણે આ બધુ કર્યું છે. મરિયાએ અંતિમ સંસ્કારમાં હાજર લોકો તેને સલાહ આપતાં કહ્યું હતું કે શબપેટીની અંદર ગરમ અને એકલવાયા જેવું હોય તેવું લાગી રહ્યું છે. આ સાથે તેમણે કહ્યું હતું કે તું જલ્દી ન મરી જતી. મારિયાનું આ વિચિત્ર પરાક્રમ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

image source

સોશિયલ મીડિયા પર કેટલાક લોકો તેની આકરી ટીકા કરી રહ્યાં છે. લોકો તેને મારિયાનો પબ્લિસિટી સ્ટંટ ગણાવી રહ્યાં છે. ઘણાં લોકો તો એમ પણ કહી રહ્યાં છે કે તે કોરોના વાયરસથી મરી ગયેલા લોકોની મજાક ઉડાવી રહી છે. જો કે મરિયાએ કહ્યું હતું કે કોરોનાકાળમાં થઈ રહેલાં મોતથી તેણીને નકલી અંતિમ સંસ્કાર કરવાની પ્રેરણા મળી છે.