Site icon News Gujarat

ઘોડા પરથી પડી જતાં 33 વર્ષિય વિર જવાન શહિદ, અંતિમ સંસ્કારમાં રહીજ ગામ હીબકે ચડ્યું

આર્મીની આટલેરીની સ્પોર્ટ્સ વિંગમાં ફરજ બજાવતા નાયક વિક્રમસિંહ બહાદુરસિંહ ચુડાસમા હોર્સ રાઈડીંગની પ્રેક્ટિસ દરમ્યાન ઘોડા પરથી પડી જતા મૃત્યુ પામ્યાં હતા. જેના લીધે તેમના વતન રહીજ સહિત માંગરોળ પંથકમાં ઊંડા શોકની લાગણી પ્રવર્તી રહી છે.

image source

આજે વીર શહીદ જવાન વિક્રમસિંહ બહાદુરસિંહ ચુડાસમાના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે રહીજ ગામના વતની અને મહારાષ્ટ્રના નાસિકમાં પરમેનેન્ટ પોસ્ટિંગ ધરાવતા વિક્રમસિંહ બહાદુરસિંહ ચુડાસમાનું હોર્સ રાઈડીંગની નેશનલ ટીમમાં સિલેક્શન થયું હતું. તેમની ઉંમર 33 વર્ષની હતી.

વિક્રમસિંહ બહાદુર સિંહ ચુડાસમા આ અગાઉ વર્ષ 2015 થી 2021 સુધી મુંબઈ, જયપુર, બેંગલોર, દિલ્હી સહિતના શહેરોમાં યોજાયેલી અશ્વ સવારીની સ્પર્ધાઓમાં તેઓએ અસાધારણ પ્રદર્શન કર્યું હતું અને 12 થી વધુ બ્રોન્ઝ મેડલ, સિલ્વર મેડલ તથા ગોલ્ડ મેડલો જીત્યા હતા.

image source

હાલના સમય દરમ્યાન વિક્રમસિંહ બહાદુર સિંહ ચુડાસમા આગામી દિવસોમાં યોજાનારી એશિયન ગેમ્સની તૈયારી માટે તેઓ રાજસ્થાનના જયપુર ખાતે પ્રેક્ટિસ કરી રહ્યા હતા. એ પ્રેક્ટિસ દરમિયાન ગઈ 20 મેના રોજ સાંજે ઘોડા પરથી પડી ગયા હતા અને એમનું ત્યાં જ ઘટના સ્થળે જ મૃત્યું નિપજ્યું હતું.

image source

ગામના ખૂબ જ હોનહાર યુવાન અને દેશના વીર જવાન વિક્રમસિંહ બહાદુર સિંહ ચુડાસમાના શહીદ થયાના સમાચાર મળતા જ તેમના વતન રહીજ ગામ શોકમાં ગરકાવ થયું હતું.

image source

તમને જણાવી દઈએ કે આજે વિક્રમસિંહ બહાદુર સિંહ ચુડાસમાના પાર્થિવ દેહને માદરે વતન લાવતા “ભારત માતા કી જય, વીર જવાન અમર રહો”ના નારા સાથે માંગરોળ ખાતે તેમને પુષ્પાંજલી અર્પણ કરાઈ હતી. એ પછી રહીજ ખાતે ગાર્ડ ઓફ ઓનર સાથે આર્મીના જવાનોએ વિક્રમસિંહ બહાદુર સિંહ ચુડાસમાંના પાર્થિવ શરીરને સલામી આપી હતી. માંગરોળ મામલતદાર, ડીવાયએસપી જે.ડી.પુરોહિત, પંથકના રાજકીય આગેવાનો તથા ગ્રામજનોએ શ્રધ્ધાંજલી આપી હતી.

શહીદ જવાન વિક્રમસિંહ બહાદુર સિંહ ચુડાસમાની અંતિમયાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ખૂબ જ ભારે હૈયે દેશના સપૂત વિક્રમસિંહ બહાદુર સિંહ ચુડાસમાને અંતિમ વિદાય આપી હતી. આખું ગામ પોતાના આ સપૂતને ગુમાવ્યાના દુઃખના કારણે ધ્રુસકે ને ધ્રુસકે રડયું હતું. અને વિક્રમસિંહ બહાદુર સિંહ ચુડાસમાને વિદાય આપી હતી.

image source

તમને જણાવી દઈએ કે ઘોડા પર પડી જતા મૃત્યુ પામનાર અને શહીદ થનાર જવાન વિક્રમસિંહ બહાદુર સિંહ ચુડાસમાના પરિવારમાં તેમના માતા પિતા, ભાઈ, પત્ની, અને બે પુત્રો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : દિવ્યભાસ્કર )

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version