દુનિયાભરમાં આ વાત બની ચર્ચાનો વિષય: 15 વર્ષ ના ગયો નોકરી, તો પણ એકાઉન્ટમાં આવતી રહી મસમોટી સેલેરી, અને પછી જે થયું એ…

જે નોકરી કરતાં હોય છે તેમને રોજે રોજ નિયત સમયે અને નિયત કરેલા કલાકો સુધી ઓફિસ જવું પડે છે. આ સિવાય જેટલી રજા મંજૂર કરેલી હોય તેના કરતાં વધારે રજા રાખવામાં આવે તો પણ પગાર કપાઈ જતો હોય છે. પરંતુ તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિ 15 વર્ષ સુધી નોકરીએ જાય જ નહીં તેમ છતાં તેને પગાર દર મહિને નિયમિત મળતો રહે ?

image source

જી હાં આ ચોંકવારી ઘટના બની છે ઈટલીમાં. અહીં એક હોસ્પિટલમાં નોકરી કરતા વ્યક્તિને કામ પર ગયા વિના જ 15 વર્ષ સુધી પગાર મળતો રહ્યો. આ અંગે મળતી વિગતો અનુસાર આ વ્યક્તિ કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના છેલ્લા 15 વર્ષથી કામ પર ગયો જ ન હતો. પરંતુ આટલા વર્ષ દરમિયાન નિયમિત તેને દર મહિને પગાર મળી જ જતો હતો.

image source

જો કે 15 વર્ષનો સમય પસાર થયા બાદ હોસ્પિટલના અધિકારીઓને આ વાતની ખબર પડી અને તે જાણી તેમના તો હોશ જ ઊડી ગયા. આ વાત સામ આવ્યા બાદ દુનિયાભરમાં આ ઘટના ચર્ચાનો વિષય બની અને લોકો તેને એબ્સેંટ રહેનાર મસીહા કહી રહ્યા છે.

આ વ્યક્તિએ કામ કર્યા વિના 15 વર્ષ સુધી છેતરપિંડી કરી અને હોસ્પિટલ પાસેથી પગાર પણ લીધો હતો. આ વાત પર હોસ્પિટલે તેના પર ઓફિસનો દુરઉપયોગ કરવાનો આરોપ પણ લગાવ્યો અને બેદરકારી દાખવનાર હોસ્પિટલના 6 મેનેજર વિરુદ્ધ એકશન પણ લીધા. કારણ કે આ અધિકારીઓએ તે કર્મચારી ગેરહાજર હોવા છતાં કોઈ એકશન લીધા નહીં.

image source

આ વ્યક્તિની ઉંમર હાલ 67 વર્ષ હોવાનું કહેવાય છે અને તેણે 15 વર્ષ દરમિયાન 4.8 કરોડ રૂપિયાની સેલેરી કામ કર્યા વિના લીધી હતી. આ મામલે જ્યારે પોલીસ તપાસ થઈ તો જાણવા મળ્યું કે આરોપીએ વર્ષ 2005માં મેનેજરને ધમકી આપી હતી કે તેના વિરુદ્ધ કોઈ પગલા લેવામાં ન આવે કે ન તો રિપોર્ટ કરવામાં આવે. ત્યારબાદ તે મેનેજર પણ નિવૃત થઈ ગયા. ત્યારબાદ જે મેનેજરે કામ સંભાળ્યું તેને આ વાત ધ્યાનમાં આવી અને સમગ્ર મામલે ખુલાસા થયા.

image source

હવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે કે તે વ્યક્તિ આટલા વર્ષો સુધી ઓફિસ શા માટે ગયો નહીં અને સેલેરી લેતો રહ્યો. હોસ્પિટલ જતો ન હોવા છતાં તેને મળતી સેલેરી વિશે તેણે પણ 15 વર્ષ સુધી કોઈ ખુલાસો કર્યો નહીં અને મફતની સેલેરીમાં મજા કરતો રહ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *