KKR ઓક્શન ટેબલ પર આર્યન ખાન સાથે જોવા મળેલી મિસ્ટ્રી ગર્લ સોશિયલ મીડિયા છવાઈ ગઈ, જાણો કોણ છે

IPL અને મિસ્ટ્રી ગર્લ બન્ને સાથે જ આવતા હોય એવું લાગે છે. કારણ કે જ્યારે જ્યારે IPL આવે ત્યારે ત્યારે કોઈને કોઈ મિસ્ટ્રી ગર્લ ચર્ચાઈ જ છે. ત્યારે આ વખતે પણ કંઈક એવું જ થયું અને એક છોકરી ચર્ચામાં આવી ગઈ. ઉલ્લેખનીય છે કે આઈપીએલ 2021નું ઓક્શન ગુરુવારે ચેન્નાઈમાં થયું હતું. આ ઓક્શન ઈવેન્ટમાંવ જોવા જેવી વાત એ હતી કે કોલકાતા નાઈટ રાઈડર્સના ઓક્શન ટેબલ પર શાહરુખ ખાનના દીકરો આર્યન ખાનની બાજુમા એક છોકરી બેઠી હતી અને હવે તે મિસ્ટ્રી ગર્લના નામે સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થી રહી છે.

image source

બધી જગ્યાએ એક જ ચર્ચા છે કે આ છોકરી કોણ છે. તો આજે અમે તમને જણાવીશું કે આ મિસ્ટ્રી ગર્લ કોણ છે અને તેમની માતાને પણ બધા જ ઓળખે છે. તો એમાં એવું છે કે ઓક્શનમાં શાહરૂખ ખાનના દીકરા આર્યનની બાજુમાં બેઠેલી છોકરી જુહી ચાવલા અને ગુજરાતી બિઝનેસમેન જય મહેતાની દીકરી જાહ્નવી મહેતા છે. આ સાથે જ કહેવામા આવી રહ્યું છે કે આ બંને સ્ટાર કિડ્સ ઓક્શન પહેલાંની બ્રીફિંગમાં પણ સામેલ થયા હતા. આર્યન ઓક્શનમાં એક બાજુ જય મહેતા અને બીજી બાજુ જાહ્નવી મહેતાની વચ્ચે બેઠો હતો.

image source

આ સાથે જ હવે જૂહી ચાલવાએ પણ આ અંગે ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી છે. સેલેબ્રિટી સાથે સાથે આમ જનતા પણ શાહરુખના દીકરા આર્યનને ઓક્શનમાં જોઈને ઘણાં ખુશ થયા હતા અને સોશિયલ મીડિયા ઉપર તેના ઘણાં વખાણ થયા હતા.

કોઈએ આર્યનના લુકના વખાણ કર્યા તો કોઈએ જૂહીની દીકરી વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જો વાત કરીએ ઓક્શનની તો એમાં ગ્લેન મેક્સવેલ પર પૈસાનો ધોધમાર વરસાદ થયો હતો અને તે રોયલ ચેલેન્જર્સ બેંગલોર તરફથી રમવાનો છે. જો કે અમુક ખેલાડીઓના નસીબ મોળા હતા. જેમ કે જેસન રોય, અલેક્સ હેલ્સ જેવા તોફાની બેટ્સમેન પર પહેલાં રાઉન્ડની બોલીમાં કોઈ પણ ટીમે રસ દાખવ્યો નહતો.

હાલમાં સોશિયલ મીડિયાનો માહોલ એવો છે કે આર્યન ખાનના ફોટો વાયરલ થઈ રહ્યા છે. આર્યન ખાન કોલકાતા નાઈટ રાઈડર્સની શરૂઆતથી જ ફોલોઅર રહ્યો છે. એવામાં ટીમના સહ માલિક જય મેહતાની સાથે તેને બેઠેલો જોઈને ચાહકો ખુશ થઈ ગયા હતા. ગયા વર્ષે આર્યન ખાન કોલકાતા નાઈટ રાઈડર્સની મેચોમાં જોવા મળ્યો હતો. આઈપીએલના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટમાં આર્યન ખાનના ફોટો શેર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાન કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમના માલિક છે અને જૂહી ચાવલા અને તેમના પતિ જય મેહતા આ ટીમના સહમાલિક છે. શાહરૂખ ખાન અને તેમનો પરિવાર અવાર નવાર આઈપીએલમાં જોવા મળ્યો છે. છેલ્લા વર્ષે કોરોના વાયરલના પગલે આઈપીએલનું આયોજન UAEમાં કરવામાં આવ્યું હતું. એવામાં શાહરૂખ ખાન પરિવાર સાથે ટીમને સપોર્ટ કરવા પહોંચ્યો હતો.

image source

શાહરૂખ ખાન અને જૂહી ચાવલા સિવાય પ્રીતિ ઝિંટા પણ આઈપીએલનો ભાગ રહી છે. તે ટીમ કિંગ્સ ઈલેવન પંજાબની માલકિન છે. શાહરૂખ ખાન, પ્રીતિ ઝિંટા અને જૂહી ચાવલા વર્ષ 2008માં આઈપીએલની શરૂઆતથી જ જોડાયેલા છે. આ વર્ષ આઈપીએલની 14મી સિઝન થવા જઈ રહી છે. આ ભારતમાં જ રમવામાં આવે છે. આ આઈપીએલના ઓક્શનમાં 292 ખેલાડીઓ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. તેમાંથી 164 ભારતીય ખેલાડી છે જ્યારે 125 વિદેશી ખેલાડી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!