ધૈર્યરાજથી પણ અઘરો કેસ અમદાવાદમાં, બિમારીથી કંટાળીને ઈચ્છામૃત્યુની કરી માંગ, દર વર્ષે આટલા કરોડનો આવે છે ખર્ચ

મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની બિમારી ફરી એકવાર ચર્ચામા આવી છે. ધૈર્યરાજની જેમ ફરી એક યુવક આ ગંભીર રોગથી પીડાઇ રહ્યો છે જેના વિશે અહી વાત થઈ રહી છે. આ યુવકનુ નામ કુશ છે. તેની ઉમર અ 24 વર્ષ છે અને તે અમદાવાદનો રહેવાસી હોવાનુ જાણવા મળી રહ્યુ છે. સામન્ય રીતે કુશને જોતા પહેલી નજરે જ તમને તે ફીટ અને હેલ્ધી છે તેવુ જ લગશે. પરંતુ ખરેખર હેલ્થી અને ફીટ દેખાતો આ યુવક ખુબ જ પીડા સહન કરી રહ્યો છે જેનો અંદાજ પણ લગાડવો મુશ્કેલ છે.

image source

હાલમા આપણે સૌ ધૈર્યરાજના કિસ્સાથી વાકેફ છીએ. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની બિમારીથી છેલ્લા 8 વર્ષથી કુશ પીડાઈ રહ્યો હોવાનુ જાણવા મળી રહ્યુ છે. આ બિમારી વિશે વાત કરીએ તો, આ એક એવી બિમારી છે જેની કોઈ દવા જ નથી અને જે દવા છે તે કરોડોની છે. આ દવા માટે દર વર્ષે 4 કરોડોનો ખર્ચ થાય છે. દુખની વાત એ છે કે દવાનો ખર્ચ ખુબ જ વધારે હોવાથી સામાન્ય માણસ માટે તેને ખરીદવી ઘણી અઘરી પડી જાય છે. ધૈર્યરાજ અને કુશના કિસ્સામા પણ આજ વાત સામે આવી છે. જાણવા મળી રહ્યુ છે કે 24 વર્ષીય કુશને આ બિમારી બાળપણથી નથી. પહેલા તો તે સામાન્ય બાળકોની જેમ જ હરતો ફરતો અને રમતો હતો. ભણવામાં પણ કુશ ખુબ હોશિયાર હતો. પરંતુ આ બિમારી થયા પછી તેની હાલત જ બદલાઇ ગઈ છે. કુશ આજે તેની આવી હાલતથી કંટાળીને ઈચ્છા મૃત્યુની માગ કરે.

image source

જો ગંભીર બિમારીથી પીડાતા કુશ વિશે વિગતે વાત કરીએ તો તે અમદવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહે છે. 24 વર્ષનો કુશ પોતે એજ્યુકેટેડ છે આ સિવાય તે સંગીતનો પણ ખુબ શોખીન છે. કુશ પોતાના માતા પિતાને મદદરૂપ થવા ડીજે વગડવા માટે પણ જતો હતો. કુશે જીવનમાં આગળ વધવા માટે ઘણા સપના પણ જોયા હતા. સાથે જ સારી ડીગ્રી પ્રાપ્ત કરી માતા પિતાના સપના પણ સાકાર કરવાં હતા. પરંતુ કુશના આ સપનાને આ ગંભીર બિમારી ભરખી ગઈ. કુશ જે માતા-પિતાનો સહારો બનવાનો હતો અને આગળ વધી સેવા કરવા માગતો હતો તે બધુ તેના માટે હવે ફકત સપનુ જ બની રહી ગયુ છે.

image source

આ બિમારી કુશને થયા પછી હાલત એવી થઈ છે કે આજે તેના માતા-પિતા પોતાના દીકરાની સેવા કરી રહ્યા છે. જ્યારે આ અંગે તેના માતા-પિતા વિશે વાત કરવામા આવી ત્યારે લાગતુ હતુ કે તેઓ અંદરથી જ એટલા ભાંગી ચૂક્યા છે કે, વાત કરવાની પણ તેમની પાસે હિંમત નથી. આ બિમારી અંગે ડો. રામ મનોહર લોહિયા ઈન્સ્ટિટ્યૂટના ન્યૂરોલોજિસ્ટ ડો. અજય સિંહના જણાવ્યા પ્રમાણે, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી એક પ્રકારની આનુવંશિક બીમારી છે. જે માતા-પિતાને કોઈને હોય તો બાળકોને થઈ શકે છે. દેશમાં બે હજારમાંથી કોઈ એકને આ બીમારી હોય છે. સમયસર જો વ્યક્તિની સારવાર શરૂ કરવામાં ન આવે તો તેનું મૃત્યુ પણ થઈ શકે છે.

પુરૂષોમાં આ બીમારીની જાણ અમુક સમય પછી જ થતી હોય છે પરંતુ મહિલાઓમાં લગ્ન પછી આ બીમારીના લક્ષણો દેખાવા લાગતા હોય છે. જ્યાં સુધી તેમની સારવાર શરૂ થાય ત્યાં સુધી ઘણું મોડુ થઈ ચૂક્યું હોય છે. ડિલવરી પછી માતાને જો આ બીમારી હોય તો તેમના બાળકમાં પણ આ બીમારી આવી શકે છે. વૈજ્ઞાનિકો કોરોનાની વેક્સિનની જેમ આ બીમારીનો ઇલાજ થઈ શકે તે માટે ઘણી મથામણ કરી રહ્યા છે.

image source

હવે સવાલ થઈ રહ્યા છે કે દેશમા કોરોના જેવી ગંબીર બિમારીનો ઈલાજ શોધી શકાયો છે તો આ બિમારીની દવા બાબતે કેમ કઈ પગલા નથી લેવાઇ રહ્યા. કુશ અને ધૈર્ય જેવા હજારો બાળકોની હાલત સામે આવતા આવા સવાલો થઈ રહ્યા છે. આશા રાખીએ કે, આપણા દેશના વૈજ્ઞાનિકો કોરોનાની વેક્સિનની જેમ આ બિમારીની પણ કોઈ દવા વહેલી તકે શોધે જેથી મસ્ક્યુલર ડિસ્ટ્રોફિ જેવી ગંભીર બિમારીથી પીડાતા બાળકોને તેમાંથી મુક્તિ મળી શકે. સામાન્ય માણસ પણ આ માટેની દવા ખરીદી શકે તે માટે અપીલ કરવામા આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!