કેરળમાં માછીમારો સાથે રાહુલ ગાંધીએ દરિયામાં લગાવી ડૂબકી, અને પકડી માછલીઓ, શું તમે જોયો આ VIDEO?

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ માછીમારોના જીવનને નજીકથી જોવા અને સમજવા માટે એમની સાથે સમુદ્રમાં ડૂબકી લગાવી. આ પહેલા રાહુલ ગાંધી નાવડીમાં બેસીને કેરળના કોલ્લમ તટ પાસેના સમુદ્રમાં ગયા અને જ્યારે માછીમારોએ માછલી પકડવા માટે જાળ નાખી તો રાહુલ ગાંધી પણ બીજા બધા માછીમારો સાથે પાણીમાં ઉતરી ગયા હતા. રાહુલ ગાંધીએ પણ અન્ય માછીમારોની જેમ માછલીઓ પકડી હતી. રાહુલ ગાંધી તટ પર પહોંચતા પહેલા લગભગ 10 મિનિટ સુધી માછીમારો સાથે સમુદ્રમાં તરતા રહ્યા હતા.

मछुआरों संग समंदर में राहुल गांधी ने लगाई डुबकी, पकड़ी मछलियां
image source

રાહુલ ગાંધીએ જ્યારે જોયું કે માછલી પકડવા માટે જાળ નાખ્યા પછી અમુક માછીમારો નાવડીમાંથી સમુદ્રમાં કૂદકો મારી રહ્યા છે. તો રાહુલ ગાંધી પણ પાણીમાં ઉતરી ગયા. એ સમયે નાવડીમાં રાહુલ ગાંધી સાથે એક અંગત સુરક્ષા અધિકારી પણ હાજર હતા. એમની સાથે હાજર રહેલા કોંગ્રેસના એક પદાધિકારીએ જણાવ્યું કે પોતાની સાથે આવેલા માછીમારો પાસેથી એ જાણ્યા પછી કે એમના સાથે પાણીમાં અંદર જાળને સરખી રીતે ફેલાવી રહ્યા છે, રાહુલ ગાંધી પણ સમુદ્રમાં કૂદી પડ્યા હતા.

image source

આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યુ કે દેશમાં માછીમારો માટે સમર્પિત મંત્રાલય બનાવવાની દિશામાં હું કામ કરવા માંગુ છુ. હું તમારા કામને સમજુ છુ, તમારી મુશ્કેલીઓ જાણુ છુ અને તમારા લોકોનો પ્રશંસક છુ. રાહુલ ગાંધીએ કહ્યુ કે ઘણી વાર એવુ બને છે કે આપણે માછલી ખાઈએ છીએ પરંતુ એ ખબર નથી હોતી કે તે કઈ રીતે આપણી પ્લેટ સુધી પહોંચી છે. હું વચન આપુ છુ કે કોંગ્રેસ પાર્ટી તમને આગળ વધવામાં મદદ કરશે અને તમારા હિતોની રક્ષા માટે કામ કરશે.

image source

એમની સાથેના પદાધિકારીએ કહ્યું કે “એ અમને કહ્યા વગર જ પાણીમાં ઉતરી ગયા, અમે બધા જ ચોંકી ગયા પણ એ ખૂબ જ સહજ લાગી રહ્યા હતા. એ લગભગ 10 મિનિટ સુધી પાણીમાં તરતા રહ્યા. એ એક સારા તરવૈયા છે.” એ પછી રાહુલ ગાંધીએ સમુદ્રમાં ડૂબકી લગાવી હતી એ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો જેમાં રાહુલ ગાંધી ભૂરી ટીશર્ટ અને ખાખી પેન્ટ પહેરેલા સમુદ્રમાં ન્હાઈ રહેલા દેખાઈ રહ્યા છે.

image source

થનગાશેરી તટ પર પરત ફર્યા પછી રાહુલ ગાંધીએ પોતાના ભીના કપડાં બદલી નાખ્યા. એ સમયે નાવડીમાં 23 માછીમારો હતા. રાહુલ ગાંધીની સાથે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ મહાસચિવ કે સી વેણુગોપાલ અને ટી એન પ્રતાપન સહિત પાર્ટીના ચાર નેતા પણ હતા. માછીમારોએ રાહુલ ગાંધીને બ્રેડ અને માછલી કરી ખવડાવી હતી, જે એમને નાવડીમાં જ બનાવી હતી.

સૂત્રોએ જણાવ્યું કે રાહુલ ગાંધી લગભગ અઢી કલાક સમુદ્રમાં રહ્યા હતા. એમને માછીમારો દ્વારા બનાવવામાં આવેલી માછલી કરીની મજા માણી હતી. રાહુલ ગાંધીએ પોતાના આ યાત્રા દરમિયાન માછીમાર સમુદાયની તકલીફોને પણ સાંભળી હતી.નાવડીના મલિક બિરુ લોરેન્સે કહ્યું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એમને એમના પરિવાર અને આવકના સ્ત્રોત વિશે પૂછ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!