Site icon News Gujarat

આ છે વિશ્વનું સૌથી ખતરનાક ઝેર, 1 ગ્રામથી જઈ શકે છે હજારો લોકોનો જીવ

વિશ્વમાં ઘણા ઝેર છે જે ઘણા જ ઘાતક માનવામાં આવે છે. તમે સાયનાઇડ વિશે તો સાંભળ્યું જ હશે, જેને ખૂબ જ ખતરનાક ઝેર માનવામાં આવે છે. એ જ રીતે, આવુ જ એક બીજું ખતરનાક ઝેર છે, જેને પોલોનિયમ-210 કહેવામાં આવે છે. જો કે, તેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. એવું માનવામાં આવે છે કે તેનુ માત્ર એક ગ્રામ હજારો લોકોને મારવા માટે કાફી છે. આને લીધે તેને વિશ્વનું સૌથી ખતરનાક ઝેર કહેવું ખોટું નહીં હોય.

ડેડ બોડીમાં તેની હાજરી શોધી કાઢવી પણ ખૂબ જ મુશ્કેલ

image source

ખરેખર પોલોનિયમ-210 એ એક કિરણોત્સર્ગી(રેડિયોએક્ટિવ) તત્વ છે, તેનાથી ઉત્પન્ન થતુ રેડિયેશન માનવ શરીરના આંતરિક અવયવોની સાથે સાથે ડીએનએ અને રોગપ્રતિકારક શક્તિનો પણ નાશ કરી નાખે છે. ડેડ બોડીમાં તેની હાજરી શોધી કાઢવી પણ ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. આમ તો ભારતમાં આ ઝેરનું પરીક્ષણ કરવું શક્ય નથી.

image source

પોલોનિયમ -210ની શોધ પ્રખ્યાત ભૌતિકશાસ્ત્રી અને રસાયણશાસ્ત્રી મેરી ક્યુરીએ વર્ષ 1898માં કરી હતી. તેમને રસાયણ વિજ્ઞાન ક્ષેત્રમાં શુદ્ધ રેડીયમના શુદ્ધિકરમ (આઈસોલેશન ઓફ પ્યોર રેડિયમ) માટે રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર પણ મળ્યો હતો. આ ઉપરાંત, તેમને રેડિયોએક્ટિવિટીની શોધ માટે ફિઝિક્સમાં નોબેલ પુરસ્કાર પણ મળ્યો હતો.

તો તે માણસ તરત જ મરી શકે છે

image source

જોકે પોલોનિયમનું નામ પહેલા રેડિયમ એફ રાખવામાં આવ્યું હતું, પરંતુ પછીથી તેમાં ફેરફાર કરવામાં આવ્યો. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ પોલોનિયમ-210 જો મીઠાના નાના કણો જેટલુ પણ માનવ શરીરમાં પ્રવેશ કરે છે, તો તે માણસ તરત જ મરી શકે છે. પોલોનિયમ-210 ને ઓળખવું ખૂબ મુશ્કેલ છે, કારણ કે જો તે ખોરાક સાથે ભળી જાય છે, તો તેનો સ્વાદ જાણી શકાતો નથી.

યાસિર અરાફાતનું પણ આ ઝેરથી મૃત્યુ થયું હતું

image source

એવું કહેવામાં આવે છે કે પોલોનિયમ ઝેરનો પ્રથમ શિકાર તેની શોધકર્તા મેરી ક્યુરીની પુત્રી આઈરેન જુલિયટ ક્યુરી હતી, જેણે તેનો એક નાનો કણો ખાધો હતો. આને કારણે તેનું તાત્કાલિક મોત નીપજ્યું હતું. આ સિવાય એવું માનવામાં આવે છે કે ઇઝરાઇલના સૌથી મોટા દુશ્મન ગણાતા પેલેસ્ટિનિયન નેતા યાસિર અરાફાતનું પણ આ ઝેરથી મૃત્યુ થયું હતું.

image source

આની તપાસ કરવા માટે તેના મૃતદેહને દફન કર્યાના ઘણા વર્ષો બાદ તેને કબરમાંથી કાઢ નાખવામાં આવ્યો હતો. સ્વિટ્ઝર્લેન્ડના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો હતો કે તેના શરીરના અવશેષોમાં રેડિયોધર્મી પોલોનિયમ -210 મળી આવ્યુ હતું.

Exit mobile version