‘નારી તું નારાયણી’ રસ્તા પરથી મળેલી બે બાળકીને આ મહિલાએ એ રીતે ઉછેરી કે સગી જનેતાથી કંઈ ઓછું નથી

ઘણી વખત રસ્તા, મંદિર કે નદી કિનારેથી બાળકો મળી આવતા હોય છે પરંતુ આમાથી ખુબ ઓછા બાળકો હોય કે જેને આપનાવનાર કોઇ મળે અને તેને પોતાના જ બાળક જેવો પ્રેમ કરે. અહી એક મહિલાએ એકલા હાથે આ કરી બતાવ્યુ છે. દુનિયાભરમાં ભલે મધર્સ ડેની ઉજવણી થતી હોય છે. ખરેખર સાચો માતૃધર્મ સાબિત કરી બતાવનાર એક મહિલાની અહીં વાત થઈ રહી છે અને હવે તે ચારેકોર વાયરલ થઈ રહી છે. પોતાના બાળકને સારી રીતે ઉછેરી યોગ્ય સમજણ આપવી એ દરેક માતા-પિતાની ફરજ હોય છે પરંતુ અહી જે મહિલા વિશે વાત થઈ રહી છે તેણે તેવી બાળકીને સંતાનની જેમ ઉછેરીને મોટી કરી છે જે તેની પોતાની ન હતી. ત્યારે કહી શકાય કે આ ખરુ માતૃત્વ છે.

image source

જાણવા મળી રહ્યુ છે કી આ મહિલા પોતે પણ આર્થિક રીતે સધ્ધર ના હતી. તેમ છતાં એક નહીં પરંતુ બે બાળકીને પોતાના ઘરમાં આશરો આપ્યો છે. જેમાથી એક દીકરીને તો મોટી કરીને લગ્ન પણ પોતાની દીકરીની જેમ જ કરાવડાવ્યા છે. આ મહિલાનુ નામ માલા રાજપૂત છે અને તેની ઉમર 50 વર્ષ છે. આ મહિલા છેલ્લા દોઢેક દાયકાથી આ રીતે માનવતાની મહેક ફેલાવી રહી છે. મળતી માહિતી મુજબ માલા રાજપૂત પહેલા અમદાવાદમાં સીટીએમ નજીકના જશોદાનગર ટેકરા પાસેના વિસ્તારમા રહેતી હતી. જાણવા મળી રહ્યું છે કે તેનો પતી ખટારો ચલાવાનુ કામ કરતો હતો.

image source

આ સાથે જ માહિતી મળી રહી છે કે માલાને એક દીકરો અને એક દીકરી હતા. માલા ભાડાના પતરાવાળી નાની એવી ઓરડીમાં રહીને પરિવારનું ગુજરાન ચલાવતી હતી. આ પછીની વાત કરીએ તો તેના પતિને નશો કરીને ખટારો ચલાવવાની આદતી પડી ગઈ હતી. તે 24 કલાક દારૂનું સેવન કરવા લગ્યો હતો. આ નશામા તેને ઘરની જરૂરીયાતો પૂરી કરવાનુ પણ ભાન રહી ન હતી. એ પછીના સમયમા તે પત્ની અને તેના બાળકોને મૂકીને જતો રહ્યો હતો. આ પછી કેટલાય દિવસો સુધી માલાએ તેની રાહ જોઇ પણ તે પાછો આવ્યો નહી. હવે માલાને ઘરનું કરિયાણું પૂરુ થતાં બાળકોના પેટનો ખાડો પૂરો કરવા આસપાસના લોકોના ઘરના કચરા પોતા અને ઘરકામનુ કામ કરવાનુ નક્કી કર્યુ. આ કામ ચાલુ કરીને આજીવિકાનું સાધન ઉભું કરી દિવસો પસાર કરવા લાગી.

image source

એ સિવાય વાત કરીએ તો આ સાથે માલા ભગવાનને રોજ પ્રાથના કરતી તેનો પતિ એક દિવસ નશો ત્યાગીને ઘરે પરત આવશે અને સુખેથી દિવસો પસાર થશે પરંતુ આવુ કઈ પણ થયુ નહી. આ પછી એક દિવસ થયુ એવુ કે માલાને તેના ઘર પાસેના રસ્તા પરના ઓટલા પર એક સાતેક વર્ષની બાળકી રડતી જોવા મળી. તેના માતા-પિતાની શોધખોળ કરી પણ કોઈ પત્તો લાગી શક્યો નહીં. પરિસ્થિતી પણ એવી હતી કે માલા પોતાના સંતાનોનુ માંડ માંડ પુરૂ કરતી હતી આ વચ્ચે હવે આ બાળકીનુ શુ કરવુ તે તેને કંઈ જ ગતાગમ પડી રહી નહોતી. માલાએ હવે આ બાળકીને પોતાના જ ઘરમા રાખી લીધી હતી. બધા બાળકોને ઘરમાં મૂકીને જમાડીને લોકોના ઘરકામો માટે સમય થતાં ચાલી નીકળતી હતી અને સાંજે ઘરે પરત આવતાં ફરી તે દીકરીના માતાપિતાની શોધખોળ કરતી હતી. ઘણી કોશીશો કરી પણ હવે તે ન મળી આવતાં માલાએ તે બાળકીને પણ પોતાનુ જ બાળક છે તેમ સમજી લીધુ હતુ. આ બાળકીની પણ તે સારસંભાળ લેવા લાગી હતી.

image source

બાળકીને નજીકની મ્યુનિસિપલ શાળામાં પ્રવેશ અપાવી પોતાના બાળકો સાથે જ અભ્યાસ કરાવવા લાગી હતી. બીજી તરફ માલાબેનને આશા હતી કે એક દિવસ પતિ આવશે અને પોતાને અને બાળકોને અપનાવી લેશે. પરંતુ કેટલાય વર્ષો વીતિ ગયા છતા પણ તેનો પતિ પરત ના આવ્યો. એક તરફ કુદરતે ફરી તેની પરીક્ષા લેવાની હોય તેમ અન્ય એક બીજી ગુજરાતી બાળા કે જે તેની વસાહત પાસેથી નિરાધાર મળી આવતાં તેનું પાલનપોષણ કરવા લાગી. આટલા સંઘર્ષો સાથે પણ તેણે બંને દીકરીની સારી રીતે સંભાળ લીધી. મળતી માહિતી મુજબ આજે તેણે એક દીકરીના તો પોતાની દીકરીની જેમ લગ્ન કરાવી લીધા છે. બેટી બચાવો નારાને માલાબેને ખરેખર સાર્થક કરી બતાવ્યુ છે. અચાનક કોઇ જગ્યાએથી બાળક મળી આવવાના કિસ્સાઓ ઘણી વખત સામે આવતા હોય છે પરંતુ તેમને આપનાવનાર કોઇ મળતુ હોતુ નથી ત્યારે આ કિસ્સો સમાજને ઉદાહરણરૂપ બનશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!