Site icon News Gujarat

OMG! 50 વર્ષમાં 70 ટકાથી વધારે આ પ્રજાતિઓ થઇ ગઇ નામશેષ, અને હવે તો…

વસ્તીમાં થઈ રહેલા સતત વધારા અને પૂંજીવાદને કારણે માત્ર પૃથ્વી પર જ હાલત ખરાબ નથી થઈ રહી પરંતુ સમુદ્રની અંદર પાણીમાં પણ અમુક આશ્ચર્યજનક ફેરફારો થઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. તાજેતરમાં જ થયેલા એક સંશોધનમાં કરવામાં આવેલા ખુલાસા અનુસાર સમુદ્રમાં વધુ પડતા માછીમાર કામને કારણે હવે શાર્ક માછલીઓના અસ્તિત્વ સામે જોખમ ઉભું થયું છે. આ રિસર્ચ મુજબ શાર્ક માછલી હમેશા માટે લુપ્ત પણ થઈ શકે છે.

image source

વૈજ્ઞાનિકો કરવામાં આવેલા એક સંશોધન મુજબ વર્ષ 1970 બાદ શાર્ક અને રે માછલીઓની સંખ્યામાં 71 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. શાર્ક અને રે માછલીઓની 31 પ્રજાતિઓ પૈકી 24 પ્રજાતિઓ હવે સંકતગ્રસ્ત પ્રજાતિના લિસ્ટમાં આવી ગઈ છે. નોંધનીય છે કે વર્ષ 1970 બાદ હિન્દ મહાસાગરમાં શાર્ક માછલીઓના અસ્તિત્વની પરિસ્થિતિ એટલી વિકટ થઈ ગઈ છે કે તેની વસ્તીમાં 84.7 જેવો તોતિંગ ઘટાડો થયો છે. એ સિવાય ઓશેટિક વાઇટટીપ અને ગ્રેટ હેમરહેડ શાર્ક પણ વિલુપ્ત થવાના કિનારે છે.

image source

કેટલાય દશકાઓથી વૈજ્ઞાનિક એ વાતની આશંકા જાહેર કરતા આવ્યા છે કે શાર્કની વસ્તી ધીમે ધીમે ઓછી થઈ રહી છે. પરંતુ છેલ્લા લગભગ 50 વર્ષ વૈશ્વિક સ્તરે શાર્ક માછલી માટે ઘણા જ ભયાનક રહ્યા છે. કેનેડાના સિમોન ફ્રાસેર યુનિવર્સિટી અને બ્રિટનની યુનિવર્સિટી ઓફ એક્સટેરના વૈજ્ઞાનિકોએ પોતાના સંશોધન અંગે જાહેર કર્યુકે વર્ષ 1970 થી લઈને આજદિન સુધી માછલી પકડવાની કામગીરી 18 ગણી વધી જવા પામી છે જેનાથી સમુદ્રના ઇકો સિસ્ટમ પર નકારાત્મક પ્રભાવ પડ્યો છે અને અનેક જળચર જીવો વિલુપ્ત થવાના આરે પહોંચી ગયા છે.

image source

વૈજ્ઞાનિકોના મંતવ્ય મુજબ શાર્ક અને રે માછલીઓને બચાવવા માટે જેટલું શક્ય હોય તેટલું વહેલું કામ કરવાની જરૂર છે.

image source

સમુદ્રી બાબતોના નિષ્ણાંત ડોકટર રિચર્ડ શેર્લેએ કહ્યું કે જો આ બાબતે સત્વરે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો પરિસ્થિતિ આથી પણ વધુ ગંભીર થઈ શકે છે. રિચર્ડએ એમ પણ જણાવ્યું કે આ મામલે સરકાર પર પણ લોકોએ દબાણ વધારવાની જરૂર છે.

image source

આ વિષય અંગે ડ્યુક યુનિવર્સિટીના ઇકોલોજીસ્ટ ડ્યુકએ કહ્યું કે જ્યારે તમે સમુદ્રના ટોપ શિકારી એટલે કે શાર્કને નામશેષ કરી દેશો તો તેના કારણે સમુદ્રી ફૂડ સાયકલ ગંભીર રીતે ઉથલપુથલ થઈ શકે છે અને તેનો પ્રભાવ અનેક ચીજો પર પડશે. શાર્ક સમુદ્રના સિંહ કે વાઘની જેમ હોય છે જે સમુદ્રના ઇકો સિસ્ટમને સંતુલિત રાખવામાં પોતાનો મહત્વનો ભાગ ભજવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version