ફિટનેસમા ભાવનગરના આ પ્રિન્સ સામે બોલિવૂડના સ્ટાર્સ પણ પાણી ભરે, મહારાજા જેવી છે લાઈફ સ્ટાઈલ

ભારતમાં આઝાદી સમયે અનેક રજવાડા હતા જો કે સરદાર પટેલે આ બધા રજવાડાને એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું. તચો બીજી તરફ ભલે રાજાશાહિ ખતમ થઈ ગઈ હોય પરંતુ આજે પણ ઘણા રાજવી પરિવાર એવા પણ છે જેમની લાઈફ સ્ટાઈલ રાજ મહારાજા જેવી જ છે. આજે અમે તમને ભાવનગર સ્ટેટ વિશે જણાવીશું. અખંડ ભારતના નિર્માણ માટે સૌથી પહેલા પોતાનું રજવાડું સરદાર વલ્લભભાઈ પટેલ આપનાર રાજા હજા કૃષ્ણ કુમારજી. આજે અમે તમને ભાવનગરના પ્રિન્સ જયવીરરાજ સિંહ ગોહિલ વિશે.

image source

જતમને જણાવી દઈએ કે, ભાવનગર શહેર એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલા ભાવનગર જિલ્લાનું મુખ્ય મથક અને ગુજરાત રાજ્યનું પાંચમાં નંબરનું મોટુ શહેર છે નોંધનિય છે કે ભાવનગરની સ્થાપના 1723માં ભાવસિંહજી ગોહીલ 1703-1764 દ્વારા કરવામાં આવી હતી તમને જણાવી દઈએ કે, ભારતનાં ગણતંત્રમાં ભળ્યુ એ પહેલા સુધી તે એક રજવાડુ હતું. ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગરથી ભાવનગરનું અંતર 220 કિ.મિ. છે. તો બીજી તરફ ભાવનગર ખંભાતના અખાતની પશ્ચિમે આવેલ છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, જયવીરરાજ સિંહ ભાવનગરના પ્રિન્સ છે અને તે પોતાના બોડી બિલ્ડિંગના શોખના કારણે સમગ્ર દેશમાં જાણીતા છે. નોંધનિય છે કે બોડી બિલ્ડિંગમાં તેઓ બોલીવુડના સ્ટાર્સને પણ પાછળ પાડી દે તેવા છે. બોડીબિલ્ડિંગના શોખના કારણે જયવીરરાજ સિંહ ગોહિલ ઘણી વાર બૉલીવુડ સ્ટાર્સ સાથે પણ જોવા મળે છે. આ ઉપરાંત ભાવનગરના પ્રિન્સ હોવાને કારણે તેઓ હંમેશા લોકોની મદદ પણ કરતા જોવા મળે છે. પ્રિન્સ જયવીર રાજ સિંહ બોડી બિલ્ડીંગ ઉપરાંત તેમના વિવિધ ક્ષેત્રમાં તેમની કુશળતાના કારણે પણ પ્રખ્યાત છે તેઓ હોસ્પિટાલિટીથી લઈને રાજકારણ સુધી પોતાના પોતની સેવા આપે છે.

image source

તમને જણાવી દઈએ કે પ્રિન્સ જયવીરરાજ સિંહનો જન્મ 27 ઓક્ટોમ્બર 1990ના રોજ થયો હતો. જો આપણે પ્રિન્સ જયવીર રાજસિંહના અભ્યાસ વિશે વાત કરીએ તો તેમની પાસે હોટેલ મેનેજમેન્ટની ડિગ્રી છે અને તેઓ સ્વિટ્ઝર્લૅન્ડમાં આવેલ લેસ રોસેસ માંથી એન્ટ્રપ્રિન્યરશિપ એન્ડ સ્પોર્ટસ મેનેજમેન્ટ માસ્ટર ડિગ્રી પણ ધરાવે છે. તમને જણાવી દઈએ કે, જયવીરરાજ એક ફિટનેસ કન્સલ્ટન્ટ છે જે બોડી બિલ્ડિંગ વિશે પેશનેટ છે. આ ઉપરાંત તેઓ ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડિંગ એસોસિએશનના પ્રમુખ પણ છે.

image source

પ્રિન્સ જયવીરરાજસિંહના પારિવારિક જીવન વિશે વાત કરીએ તો તેમણે સંતરામપૂરની રાજકુમારી કૃતિરંજની દેવી સાથે લગ્ન કર્યા છે, જે પૂર્વ મહારાજ પરંજ્યાદિત્ય પરમાર અને મહારાણી મંદાકિની કુમારીના દીકરી અને કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહના નાતી છે. પ્રિન્સ જયવીરસિંહ લગ્નમાં અનેક હસ્તિઓ સામેલ થઈ હતી જેમા વસુંધરારાજે, ક્રિકેટર અજય જાડેજા સહિતના મહાનુભાવો હાજર રહયાં હતા.

તેમના શોખ વિશે વાત કરીએ તો જયવીરરાજસિંહ જીન્સ ઉપરાંત તેમનો પરાંપરાગત રજવાડી પોશાક પણ પહેરે છે. આ ઉપરાંત તેમની રસ્ટિક વળાંક વાળી હેન્ડલ બાર મૂછો તેમની આગવી ઓળખ છે. આ ઉપરાંત તેઓ સોશિયલ મીડિયા પર તેમના ફોટા પણ શેર કરતા રહે છે.

image source

આ ઉપરાંત જિમના મોડર્ન સાધનોની સાથે સાથે જયવીર રાજસિંહને પરંપરાગત ટ્રેનિંગ પણ પસંદ છે. નોંધનિય છે કે જયવીરરાજસિંહ ફિટનેસ માટે કલાકો સુધી જીમમાં રહે છે અને યુવાનોને પણ ટ્રેનિંગ પણ આપે છે. તમને જણાવી દઈએ કે પ્રિન્સ જયવીરરાજ સિંહને બાઈક, કાર્સ અને ટ્રાવેલિંગનો બહુ શોખ છે. આ ઉપરાંત ઍડવન્ચર સ્પોર્ટનો પણ શોખ ધરાવે છે. તેમને એડવેન્ચર સ્પોર્ટ્સ ખૂબ જ ગમે છે જયવીર રાજસિંહ ફિટનેસ ફ્રીક હોવાની સાથે સાથે જોખમ લેવું પણ ખૂબ ગમે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *