‘તાઉ-તે’નું તાંડવ: મુંબઈથી 175 કિલોમીટર દૂર ભારતીય જહાજ ડૂબ્યું; 170 લોકો થયા ગુમ, 146ને બચાવી લેવાયા

ચક્રાવાતી વાવાઝોડા તાઉતેના કારણે ગુજરાત સાથે મહારાષ્ટ્રમાં તબાહી મચી છે. અલગ અલગ વિસ્તારોમાં વાવાઝોડાના કારણે તીવ્ર ગતિથી પવન ફુંકાઈ રહ્યો છે અને વરસાદ પણ થઈ રહ્યો છે. પરંતુ આ તમામ બાબતોથી વધુ ચિંતાજનક સમાચાર મુંબઈથી સામે આવ્યા છે. અહીં વાવાઝોડામાં સમુદ્રમાં એક જહાજ ફસાયું છે. આ જહાજમાં અંદાજે 273 લોકો હોવાનું સામે આવ્યું છે.

image source

આ જહાજ તોફાનમાં સંપૂર્ણ ડુબી ગયું છે અને તેમાં સવાર લોકોને બચાવવા ભારતીય નેવીએ રાહત અને બચાવ કાર્ય શરુ કર્યું છે. જાણવા મળતી માહિતી અનુસાર મંગળવારે સવાર સુધીમાં કુલ 146 લકોને બચાવી લેવાયા છે.

image source

ભારતીય નેવી અનુસાર ઈંડિયન નેવલ પી81 સર્વિલાંસ એરક્રાફ્ટની મદદથી હાલ રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. નેવીના હેલિકોપ્ટર પણ આ કામમાં જોડાયા છે. જે જહાજ વાવાઝોડામાં ફસાય અને ડુબ્યું છે તે બાર્જ 306 જહાજ હતું. જેમાં 273 લોકો સવાર હતા. આ જહાજ પાણીમાં ડુબ્યું છે. જેમાંથી 146 લોકોને સુરક્ષિત બચાવી લેવાયા છે. જ્યારે 130 જેટલા લોકો ગુમ થયા હોવાનું સામે આવ્યું છે.

image source

આ ઉપરાંત પણ એક જહાજ કોલાબાથી થોડે દુર ફસાયું હોવાનું પણ સામે આવ્યું છે જેમાં 137 લોકો સવાર હતા. તેને બચાવવા માટે પણ નેવી તરફથી સપોર્ટ મોકલવામાં આવ્યો છે. આ જહાજમાંથી પણ 38 લોકોને રેસ્ક્યુ કરી લેવાયા છે. જ્યારે અન્યની શોધખોળ શરુ છે.

image source

આ પહેલા સોમવારે અરબ સાગરમાં આવેલા તોફાનના કારણે ભારતીય ટગબોટ કોરોમંડલ સપોર્ટર IXમાં ફસાયેલા ક્રૂ મેમ્બર્સનું પણ રેસ્ક્યુ કરાયું હતું. અહીં ફસાયેલા 4 લોકોને હેલિકોપ્ટરથી પરત લાવવામાં આવ્યા હતા. જહાજની મશીનરીમાં પાણી ભરાઈ જતા તે આગળ વધી શકે તેમ ન હતું તેથી જહાજ દ્વારા મદદ માંગવામાં આવી હતી.

નેવીના આઈએનએસ તલવાર એક તેલ કાઢતી જગ્યા પર નજર રાખી રહ્યું છે કારણ કે અહીં 101 લોકો હાજર છે. તે તમામને પણ સુરક્ષિત સ્થળે લઈ જવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે ચક્રવાતી તોફાન તાઉતેને લઈ ભારતીય નેવી સજ્જ છે. નેવીએ પોતાની અનેક ટીમને વિવિધ સ્થળે તૈનાત રાખી છે. અંદાજે 11 ડાઈવિંગ ટીમને તૈયાર રાખવામાં આવી છે. જેને રાજ્ય સરકારોના આદેશના આદેશ મોકલવામાં આવશે.

image source

વાવાઝોડાના કારણે કોઈ મોટું નુકસાન કે જાનહાનિ ન થાય તે માટે રિપેર એન્ડ રેસ્ક્યૂ ટીમ બનાવવામાં આવી છે. પશ્ચિમી સી બોર્ડની અનેક મોટી શીપ પણ એલર્ટ મોડમાં છે જે દરિયામાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ અને રિલીફની કામગીરી કરશે. મહત્વનું છે કે ગત મોડી રાત્રે તાઉતે ગુજરાતને ટકરાયું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!