ઘણી ખમ્મા, ગુજરાત સહિત દેશભરમાં ટેસ્ટ કિટ પૂરી પાડે છે વડોદરાની કંપની, 6 મહિલાએ આખા ગુજરાતનું નામ વધાર્યું

આજે એવી નારીઓ વિશે વાત કરવી છે કે જેઓ 2 વર્ષથી અવિરતપણે દેશ સેવા માટે યોગદાન આપતી રહી છે. આ મહિલાઓ કોરોના સામે મજબૂત લડત આપી રહી છે અને નારી તું નારાયણીની યુક્તિ સાર્થક કરી રહી છે. તો આવો જાણીએ આ જાબાંઝ મહિલાઓ વિશે. કારણ કે વર્ષોથી સમાજમાં આવતી અડચણોનો ઉપાય લાવવામાં મહિલાઓનું અમૂલ્ય યોગદાન રહ્યું છે. રાણી લક્ષ્મીબાઈ હોય કે રાણી અહિલ્યાબાઈ, તેમણે પોતાના જીવના જોખમે સમાજની સુરક્ષા અને સલામતી માટે સતત પ્રયાસો કર્યાં છે. આ મહિલાઓએ પણ આ કપરાં કાળમાં કંઈક એવું જ કર્યું છે

મહિલાઓનાં અનુભવ, કોઠાસૂઝ, કુશળતાના સમન્વયથી દર મહિને 3.5 લાખ કોરોના ટેસ્ટ કિટ બને છે.
image source

જો વિગતે વાત કરવામાં આવે તો વડોદરા જિલ્લાની RT-PCR કિટનું ઉત્પાદન કરતી એકમાત્ર કોસેરા ડાઈગ્નોસિસ સંસ્થામાં ફરજ બજાવતી મહિલાઓએ કર્યું છે. કોરોનાના કપરા કાળમાં સમાજને RT-PCR કિટના નિર્માણ રૂપે ખુબ જ જરૂરી ભેટ આપી છે. વડોદરા જિલ્લામાં કાર્યશીલ કોસેરા ડાઈગ્નોસીસમાં મહિલાઓ દ્વારા ઉત્તમ કામગીરી દર્શાવવામાં આવી છે અને હવે આ કામની ભારે ચર્ચા કરવામાં આવી રહી છે. આ મહિલાઓ વિવિધ વિભાગોમાં અગ્રણી રહી RT-PCR ટેસ્ટ કિટનું મહત્તમ ઉત્પાદન અને પ્રમાણભૂતતાનું ધ્યાન રાખે છે.

મહિલાઓની કાર્યકુશળતા માટે ખુદ મહિલા જિલ્લા કલેક્ટરે ઊંચો આદર વ્યક્ત કર્યો છે.
image source

આ કામ વિશે વાત કરતાં કોસેરા ડાઈગ્નોસિસની સિનિયર મેનેજર ડૉ. સ્વપ્નાલી કુલકર્ણીએ આપેલી વિગતો અનુસાર, તકનિકી સેવાઓ, ગુણવત્તાની ખાતરી, ઉત્પાદન, ગુણવત્તા ચકાસણી તથા સંશોધન અને વિકાસ જેવા વિભાગોમાં અગ્રણી રહીને કોસેરાની મહિલા કર્મચારીઓએ અત્યારસુધી 16 લાખથી વધુ RT-PCR ટેસ્ટ કિટનું નિર્માણ કર્યું છે. આ આંકડો કોઈ જેવો તેવો નથી. 16 લાખ કિટ આપીને તેમનું અભૂતપૂર્વ યોગદાન આપનારી આ મહિલાઓની હવે ભારે ચર્ચા કરવામાં આવી રહી છે. વૈશ્વિક મહામારી વચ્ચે પરિવારમાં આવતી મુશ્કેલીઓને અવગણી દેશની સેવા માટે સમયની ચિંતા કર્યા વગર સતત તત્પર રહેતી આ મહિલાઓએ સમાજને RT-PCR કિટના ઉત્પાદન દ્વારા મહત્ત્વનું યોગદાન આપ્યું છે.

6 મહિલા કોરોનાના કપરા કાળમાં RT-PCRની કિટ બનાવવામાં ફાળો આપી રહી છે.
image source

કંપની વિશે જો આપણે વિગતે વાત કરીએ તો આ કંપનીમાં 6 મહિલાના ઉચ્ચ શિક્ષણ,વ્યાવસાયિક કુશળતા, નારી સહજ કોઠાસૂઝ અને સૂઝબૂઝ, અનુભવ અને ટીમ તરીકે કામ કરવાની ધગશને પરિણામે આ નવું સ્ટાર્ટ અપ હાલમાં ખૂબ જરૂર છે, ત્યારે મહિને 3.5 લાખ જેટલી કોરોના ટેસ્ટ માટે RT-PCR કિટ બનાવે છે અને ગુજરાત સહિત દેશનાં વિવિધ રાજ્યોને પૂરી પાડે છે. આ મહિલાઓની કાર્યકુશળતા માટે ખુદ મહિલા જિલ્લા કલેક્ટરે ઊંચો આદર વ્યક્ત કર્યો છે. નામજોગ વાત કરવી હોય તો ડૉ. ચૌલા શાસ્ત્રીના નેતૃત્વ હેઠળ, કાર્યશીલ ડૉ. સ્વપ્નાલી કુલકર્ણી (સિનિયર મેનેજર ટેક્નિકલ સર્વિસીસ), જુલી તહિલરામાની (ક્વાલિટી અશ્યોરન્સ), કેશા પરીખ (પ્રોડક્શન હેડ), કીર્તિ જોશી (ક્વોલિટી કંટ્રોલ ઓફિસર) તેમજ જુનીતા વર્મા અને જાનકી દલવાડી (રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ)એ વડોદરા જિલ્લામાં કોરોનાના કપરા કાળમાં RT-PCRની કિટ બનાવવામાં ફાળો આપ્યો છે. કિટની માગ વધે ત્યારે એને પહોંચી વળવા સવારે વહેલા આવીને કે સાંજે મોડે સુધી રોકાઈને કામ કરવામાં કોઈને ખચકાટ થતો નથી. ત્યારે હવે આ નારીઓની ભારે ચર્ચા કરવામાં આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : દિવ્યભાસ્કર )

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *