આ ટિપ્સની મદદથી જાણી શકાશે કે તમારું ડ્રાઈવિંગ લાયસન્સ અસલી છે કે નકલી, તમે પણ જાણો

કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ 2019માં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે દેશમાં દરેક ત્રીજું ડ્રાઈવિંગ લાયસન્સ નકલી છે. એવામાં નવા મોટર વ્હીકલ એક્ટ નકલી ડ્રાઈવિંગ લાયસન્સ પર રોક લગાવવા માટે મહ્ત્વું કામ કરી રહ્યું છે.

image source

આજના સમયમાં ડ્રાઈવિંગ લાયસન્સ એક જરૂરી ડોક્યુમેન્ટ બની ચૂક્યું છે. તેના વિના તમે કોઈ પણ વ્હીકલ ચલાવી શકશો નહીં. એવામાં તમે નકલી ડ્રાઈવિંગ લાયસન્સ બનાવનારા લોકો તેનો ફાયદો લઈ શકે છે. આ સાથે નકલી ડ્રાઈવિંગ લાયસન્સની મદદથી લોકોને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે. જો તમને પણ શંકા છે કે તમારું ડ્રાઈવિંગ લાયસન્સ નકલી છે તો તમે પણ આ ટિપ્સની મદદથી તેની ઓળખ કરી શકો છો. તો તમે પણ જાણો કઈ છે આ ખાસ ટિપ્સ અને બચો મોટી મુસીબતથી.

દેશમાં દરેક ત્રીજું ડ્રાઈવિંગ લાયસન્સ નકલી

image source

કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ 2019માં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે દેશમાં દરેક ત્રીજું ડ્રાઈવિંગ લાયસન્સ નકલી છે. એવામાં નવા મોટર વ્હીકલ એક્ટ નકલી ડ્રાઈવિંગ લાયસન્સ પર રોક લગાવવા માટે મહ્ત્વું કામ કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે નવા મોટર વ્હીકલ એક્ટના લાગૂ થયા બાદ ડ્રાઈવિંગ લાયસન્સને જાહેર કરવાની રીતમાં અનેક ફેરફાર આવ્યા છે. જેમાં તમે ડ્રાઈવિંગ લાયસન્સને ઓનલાઈન પણ બનાવડાવી શકો છો. તેનાથી તમને વિશ્વાસ રહેશે કે તમારું ડ્રાઈવિંગ લાયસન્સ ખોટું કે ફેક નથી.

રોડ એક્સીડન્ટમાં ખાસ રહે છે ડ્રાઈવરની ભૂમિકા

image source

તમને જણાવી દઈએ કે દેશમાં 1.5 લાખથી વધારે લોકો સડક એક્સીડન્ટમાં મોતને ભેટે છે. તેમાંથી સૌથી વધારે અન ટ્રેન્ડ ડ્રાઈવરના કારણે મોતને વહાલું કરે છે. એવામાં તમે ટેસ્ટ આપીને અને આરટીઓ વિભાગના તમામ નિયમને ફોલો કરીને ડ્રાઈવિંગ લાયસન્સ મેળવો છો તો એક્સીડન્ટની સંભાવના ઘટે છે. કેમકે આરટીઓ ડ્રાઈવિંગ લાયસન્સ જાહેર કરતા પહેલા વાહનને ચલાવનારનો ટેસ્ટ પણ લે છે. જો તેમનામાં કોઈ ખામી લાગે તો તેમને ડ્રાઈવિંગ લાયસન્સ મળતું નથી.

આ રીતે ઓળખો તમારું ડ્રાઈવિંગ લાયસન્સ અસલી છે કે નકલી

image source

સૌ પહેલા તો તમે https://parivahan.gov.in/parivahan/# વેબસાઈટ પર લોગઈન કરો.

અહીં તમે ઓનલાઈન સર્વિસ પર ક્લિક કરી લો.

અહીં તમને Driving licence સંબંધી ઓપ્શન દેખાશે.

જો તમે આ ઓપ્શન પર ક્લિક કરો છો તો તમારી સામે select stateનો ઓપ્શન પણ આવશે. અહીં તમે તમારું રાજ્ય પસંદ કરો.

આ પછી એક નવી વિંડો તમારી સામે ઓપન થશે. અહીં Contunue નું ઓપ્શન જોવા મળશે. તમારે અહીં ક્લિક કરવાનું છે અને તમારી સામે નવી વિંડો ખુલશે.

અહીં તમે તમારો DL નંબર અને જન્મ તારીખ અને તમારા રાજ્યની ફરીથી પસંદગી કરો.

આ પ્રોસેસ પૂરી કર્યા બાદ તમે ઓકે કરશો તો તમારા DLની ડિટેલ સામે આવશે. જો તમારા DLની ડિટેલ્સ તમારી સામે ન આવે તો સમજો કે તમારું ડ્રાઈવિંગ લાયસન્સ નકલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *