Site icon News Gujarat

આ મંત્રની એક માળા નિયમિત કરવાથી ગંભીર બીમારીઓ રહેશે તમારાથી દૂર, આજે જ જાણો…

ગાયત્રી મંત્રનો મહિમા અપરંપાર છે. આ વાતથી સૌ કોઈ લોકો વાકેફ તો છે, પરંતુ અપુરતા જ્ઞાનના કારણે તેનો પ્રયોગ કરતાં નથી. નાના બાળકોથી લઈ વૃદ્ધ સુધી સૌ કોઈને આ મંત્ર કંઠસ્થ હોય જ છે. પરંતુ તેમ છતાં આ મંત્રનો જાપ કરવાનું લોકો ચુકી જાય છે. આ મંત્રની એક માળા એટલે કે મંત્રના ૧૦૮ જાપ તમારા ઘર, પરિવાર અને આવનારી પેઢીનું પણ તમામ પ્રકારની સમસ્યાઓથી રક્ષણ કરે છે.

image source

બ્રહ્માજીના પત્ની તરીકે માતા ગાયત્રીનું પુરાણોમાં વર્ણન છે. ગાયત્રી અને ગાયત્રી મંત્ર બંને એકબીજાના પર્યાય જેવા છે. પરંતુ આ વાત તમે કદાચ જાણતા નહીં હોય કે આ મંત્ર એટલો શક્તિશાળી છે, કે જો નિયમિત ગાયત્રી મંત્રની એક માળા પણ કરવામાં આવે તો અનેક અસાધ્ય રોગ સામે પણ શરીરનું રક્ષણ થાય છે. શરીરમાં ક્યારેય ભયંકર રોગ પ્રવેશતા નથી.

image source

દેવમાતા ગાયત્રી જગતની પ્રાણ શક્તિ છે. તેમની ઉપાસના કરવાથી બુદ્ધિ, બળ, એશ્વર્ય, ઊર્જા, શાંતિ, વૈભવ, ઉત્સાહ અને કામના પૂર્તિ કરનાર માનવામાં આવે છે. માતા ગાયત્રીનું નિયમિત ધ્યાન અને સ્મરણ ભૌતિક અને આધ્યાત્મિક સુખ પ્રદાન કરે છે. ગાયત્રી ઉપાસનામાં પણ ગાયત્રી મંત્ર મુખ્ય છે.

ભાગ્યે જ કોઈ એવું હશે કે જેને ગાયત્રી મંત્રની ખબર ન હોય. આ મંત્રના પ્રભાવને વૈજ્ઞાનિકોએ પણ સ્વીકાર્યો છે. જે ઘરમાં દરરોજ ગાયત્રી મંત્રની એક માળા થતી હોય, તે ઘરમાં રિધ્ધી-સિધ્ધીનો સ્થાયી નિવાસ રહે છે. જો ઘરમાં દરેક વ્યક્તિ ગાયત્રીમંત્રની એક માળા કરતી હોય તો તેમની સાત પેઢી તરી જાય છે. તે કુટુંબના બાળકો પણ તેજસ્વી હોય છે.

image source

ગાયત્રી મંત્રનો પાઠ કરવાથી મન શાંત થાય છે. ગુસ્સાને કાબૂમાં રાખવામાં પણ તમને મદદ કરે છે. જ્યારે પણ તમારું મન વિક્ષેપિત થાય છે, અથવા તમે ખૂબ ગુસ્સે છો, તો પછી તમે આ મંત્રનો જાપ શરૂ કરી શકો છો. ગાયત્રી મંત્રના ઉચ્ચારણ સાથે, રક્ત પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે. તેનો જાપ કરવાથી દમના દર્દીઓ માટે ફાયદાકારક છે. એટલું જ નહીં, એવું માનવામાં આવે છે કે તેનો જાપ કરવાથી ત્વચામાં પણ સુધારો થાય છે.

image source

ગાયત્રી મંત્રના જાપ સાથે, પરિવારના દરેકનું સ્વાસ્થ્ય બરાબર થાય છે. આ સાથે, તમારા સંબંધીઓ સાથેના સંબંધો પણ સુધરે છે. એટલું જ નહીં, આ મંત્રનો ઉપયોગ બાળકો મેળવવા માટે પણ થઈ શકે છે. ગાયત્રી મંત્રનો પાઠ કરવાથી યાદશક્તિ ક્ષમતા પર પણ સારી અસર પડે છે, અને સ્મૃતિમાં વધારો થાય છે. જે લોકો દરરોજ જાપ કરે છે. તે લોકો ની નકારાત્મક શક્તિ દૂર થઈ જાય છે. તેના કામમાં સફળતા મળે છે.

Exit mobile version