VIEDO: કમિશનર સાહેબ પી ગયા પાણીને બદલે સેનિટાઈઝરની બોટલ, પછી જુઓ શુ થયું…

હાલમાં કોરોનાકાળના કારણે સેનિટાઈઝરનું મહત્વ ઘણુ વધી ગયું છે. લોકો કોરોના મહામારીથી બચવા સેનિટાઈઝરનો ઉપયોગ કરી રહ્યા છે. એવામાં આજે મંબઈમાં બનેલી ઘટનાએ સૌને ચોકાવી દીધા હતા. આ ઘટના બની છે મુંબઈ મહાનગરપાલિકાના જોઈન્ટ મ્યુનિસિપલ કમિશનર સાથે. તમને જણાવી દઈએ કે, મુંબઈ મહાનગરપાલિકાના જોઈન્ટ મ્યુનિસિપલ કમિશનર રમેશ પવાર બુધવારે એજ્યુકેશન બજેટ રજૂ કરી રહ્યા હતા આ દરનિયાન તેમણે એક મોટી ભૂલ કરી નાખી હતી.

સેનેટાઈઝર બોટલમાંથી પી ગયા

image source

તમને જણાવી દઈએ કે જોઇન્ટ મ્યુનિસિપલ કમિશનર રમેશ પવાર આજે સિવિક બૉડીનું એજ્યુકેશન બજેટ રજૂ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે પાણી પીવા માટે પાસે પડેલી બોટલ ઉઠાવી અને પાણી સમજી પીવા લાગ્યા હતા. જો કે, બોટલમાં રહેલુ લિક્વિડ અંદર જતા જ તેમણે બહાર કાઢી નાખ્યું હતુ કારણ કે તેઓ જે બોટલમાં પાણી સમજીને પી રહ્યા હતા તે વાસ્તવમાં સેનેટાઈઝર હતું. નોંધનિય છે કે આ દરમિયાન પાછળ ઉભેલા લોકોએ તેમને રોકવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ કઈ બોલે તે પહેલા તો રમેશ પવાર સેનેટાઈઝર બોટલમાંથી પી ગયા.

image source

થોડીવાર માટે ત્યાં હાજર સૌ લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જો કે ત્યાર બાદ રમેશ પવાર ત્યાંથી ઊભા થઇને બહાર ચાલ્યા ગયા હતા અને થોડીવાર પછી મોં ધોઈને પરત આવ્યા હતા. આ અંગે સામે આવેલી માહિતી અનુસાર રમેશ પવાર અત્યારે સંપૂર્ણપણે સ્વસ્થ છે.

બન્ને બોટલ દેખાવમાં એક સરખી જ લાગતી હતી

image source

તમને થતુ હશે કે આખરે આ ઘટના બની કેવી રીતે તો તમને જણાવી દઈએ કે, આ ઘટના સ્થળે હાજર લોકોએ કહ્યું કે, મિટિંગ દરમિયાન ટેબલ ઉપર બે બોટલ રાખી હતી. એક સેનિટાઈઝરની અને બીજી પાણીની. જો કે બન્ને બોટલ દેખાવમાં એક સરખી જ લાગતી હતી. જેના કારણે કમિશનર રમેશ પવારે ભૂલમાં પાણીને બદલે સેનિટાઈઝરની બોટલ ઉઠાવી લીધી હતી અને પીવા લાગ્યા હતા. આ ઘટના પછી બેઠક થોડો સમય રોકી દેવામાં આવી હતી. જો કે સદનશીબે રમેશ પવારને કોઈ સાઈડઈફેક્ટ થઈ નથી અને હાલમાં તેઓ સ્વસ્થ છે.

અમદાવાદમાં થયું હતું યુવકનું મોત

image source

તમને જણાવી દઈએ કે આવી ઘટના અમદાવાદમાં પણ સામે આવી ચુકી છે. જ્યાં અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં એક માનસિક રીતે બીમાર યુવક સેનિટાઈઝર ભૂલથી પી ગયો હતો, જેને લઈ તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં 11 દિવસની સારવાર બાદ તેમનું મોત થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, ચિરાગ પ્રજાપતિ નામનો 26 વર્ષનો યુવક ઘરમાં રાખેલી બોટલમાંથી સેનિટાઈઝર પી ગયો હતો. સેનિટાઈઝર પી જવાના કારણે તેના અંગો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેના કારણે તેનું મોત થયું હતું. મૃતક લાંબા સમયથી માનસિક બીમારીથી પીડાતો હતો. તેણે દવાના બદલે ભૂલથી સેનિટાઈઝર પી લેતા આ ઘટના બની હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત