અહિં આવેલો છે એશિયાનો સૌથી મોટો હાઈ સ્પીડ ટેસ્ટ ટ્રેક, જ્યાં અનેક પ્રકારના વાહનોનું થશે ટેસ્ટિંગ

ભારે ઉદ્યોગ અને સાર્વજનિક ઉદ્યમ મંત્રી પ્રકાશ જાવડેકરએ ઇન્ડોરના પિથમપુરમાં આવેલા અને એશિયાના સૌથી લાંબા હાઈ સ્પીડ ટેસ્ટ ટ્રેકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. NATRAX ફેસિલિટીની લંબાઈ 11.3 કિલોમીટરની છે. નવો હાઈ સ્પીડ ટેસ્ટ ટ્રેક ઓવલ શેપમાં છે અને ચાર ફ્રી લેન સાથે 16 મીટર જેટલો પહોળો છે. આ ટ્રેક એશિયાનો સૌથી લાંબો અને વિશ્વનો પાંચમો સૌથી મોટો ટ્રેક છે.

image source

આ એક વર્લ્ડ કલાસ પ્રોવિંગ ગ્રાઉન્ડ છે જેમાં ઓટોમોટિવ અને કમ્પોનન્ટ ટેસ્ટિંગ માટે બીજા ટેસ્ટ ટ્રેક શામેલ છે. નવી ફેસિલિટીથી એ નિશ્ચિત થશે કે ભારતમાં જ વાહનોના ટેસ્ટ અને મૂલ્યાંકન થઈ શકે. હવે આ માટે તેને વિદેશ મોકલવાની જરૂર નહીં રહે.

એ સિવાય ટેસ્ટ પ્રોસેસના ભાગ રૂપે અહીં વિદેશથી આવતા વાહનોનું મૂલ્યાંકન કરવા માટે પણ ખુલ્લો છે.

નવા ટ્રેકને 250.કિલોમીટર પ્રતી કલાક સુધીની ન્યુટ્રલ સ્પીડ અને સીધા પેચ પર કોઈ મેક્સિમમ સ્પીડ વિના કર્બ પર 375 કિલોમીટર પ્રતિ કલાક સુધીની મેક્સિમમ સ્પીડ માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. ઝીરો ટકા લોન્ગીટ્યુડનલ સ્લોપ આ ટ્રેકને વાહનોના પ્રદર્શનના ચોક્કસ માપ માટે ઓપન ટેસ્ટ લેબ બનાવે છે.

કર્બ્સ પર બેન્કિંગ માટે એક પેરાબોલિક શેપની હોય છે જેને મેક્સિમમ સ્પીડ માટે ડિઝાઇન કરવામાં આવી છે અને ટેસ્ટ ડ્રાઇવ અને ટેસ્ટ વાહનોનું પરફોર્મન્સ, ડ્રાઇવબીલીટી અને ડ્યુરેબીલીટીનું કેલ્ક્યુલેશન કરવાની તક ઉભી કરે છે. ટ્રેક પર થનારી ઇંધણની ખપત, હાઈ સ્પીડ હેન્ડલિંગ અને સ્ટેબીલીટી શામેલ છે.

image source

NATRAX હાઈ સ્પીડ ટેસ્ટ ટ્રેક બધા પ્રકારના વાહનો માટે ખોલવામાં આવ્યો છે. જ્યારે પ્રોડક્ટ લોન્ચ, સુપરકાર રેસિંગ અને ડીલર ઇવેન્ટ જેવા કોમર્શિયલ ઇવેન્ટ માટે આ ફેસિલિટીનો ઉપયોગ કરી શકાશે. NATRAX દ્વારા વધુમાં જણાવાયું હતું કે ફોક્સ વેગન, FCA (Stellantis), Renault, Peugeot અને Lamborghini સહિત નિર્માતાઓએ આ ફેસિલિટીનો ઉપયોગ કરવા માટે પોતાની રુચિ દર્શાવી હતી.

image source

ઉદ્ઘાટન વિધિ પહેલા NATRAX હાઈ સ્પીડ ટેસ્ટ ટ્રેક પર પ્રસિદ્ધ Lamborghini કારની સ્પીડ ટેસ્ટ કરવામાં આવી હતી. ભારે ઉદ્યોગ અને સાર્વજનિક ઉદ્યમ મંત્રી પ્રકાશ જાવડેકરએ કહ્યું હતું જે ભારત માટે આ એક મોટી ઉપલબ્ધિ છે. ભારત ઓટો મોબાઈલ ક્ષેત્રનું એક કેન્દ્ર છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ મેક ઇન ઇન્ડિયાની પણ એક મોટી ઉપલબ્ધિ છે.

NATRAX હાઈ સ્પીડ ટેસ્ટ ટ્રેક અંગે જાણવા જેવું

image source

– 20 વર્ષમાં પૂરું થયું NATRAX હાઈ સ્પીડ ટેસ્ટ ટ્રેકનું નિર્માણ

– 1 હજાર એકર વિસ્તારમાં ફેલાયેલા ટ્રેકની લંબાઈ 11.3 કિલોમીટર

– આ ટ્રેક પર 375 કિલોમીટરની સ્પીડ મોડ પર સ્ટેરિંગ કન્ટ્રોલ થઈ શકે છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!