માતા એટલી હદે ક્રુર થઇ ગઇ કે જમાઈની સાથે મળીને 3 લાખમાં કરાવી નાખી પુત્રની હત્યા, કારણ જાણીને તમે પણ ચોંકી ઉઠશો

માતાના માતૃત્વના તો આપે ઘણા બધા કિસ્સાઓ સાંભળ્યા હશે પરંતુ આ કેસ માતાની મમતાનો નહી પરંતુ માતાની નફરતનો છે. દીકરા દ્વારા કરવામાં આવતી મારઝૂડથી ત્રાસી જઈને ૫૫ વર્ષ ઉમર ધરાવતી માતા ગીતા લુહારએ પોતાના જમાઈ વિપિનની સાથે મળીને ૩ લાખ રૂપિયાની સોપારી આપીને ૨૨ વર્ષના દીકરા જીતેન્દ્રની હત્યા કરાવી દીધી છે. છવિરામ ગેંગના શાર્પ શુટર મહેન્દ્ર ઠાકુર દ્વારા તા. ૨૦ માર્ચ, ૨૦૨૧ના રોજ રાતના સમયે અંદાજીત ૮ વાગે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.

image source

તા. ૨૧ માર્ચ, ૨૦૨૧ના રોજ સવારના સમયે કોલીપુર ગામની નજીક જીતેન્દ્રના ઘરેથી અંદાજીત બે કિલોમીટરના અંતરે આવેલ એક ખેતરમાં ગામના લોકોને જીતેન્દ્રનો મૃતદેહ જોવા મળ્યો. સ્થાનિક પોલીસ દ્વારા CCTV ફૂટેજના આધારે છવિરામ ગેંગના શાર્પ શુટર મહેન્દ્ર ઠાકુરની ધરપકડ કરવામાં આવી છે. શાર્પ શુટર મહેન્દ્ર ઠાકુર દ્વારા જીતેન્દ્ર લુહારની હત્યાનો ભેદ ખોલી નાખવામાં આવ્યો. જીતેન્દ્ર લુહારની હત્યાનો ભેદ ખુલી ગયા પછી માતા ગીતા લુહાર, જમાઈ વિપિન અને શાર્પ શુટર મહેન્દ્ર ઠાકુરની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે.

પુત્રવધુ જ્યોતિ અઢી માસની ગર્ભવતી હતી, તે સમયે જ સાસુ ગીતા લુહારે પુત્રવધુનો ગર્ભપાત કરાવી દીધો.

image source

તપાસ ઓફિસર રામનાથ સિંહ ગુર્જર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગીતા લુહારને બે દીકરીઓ છે. ગીતા લુહારની બંને દીકરીઓના લગ્ન બે સગા ભાઈ વિપિન અને સુનીલ સાથે કરી દેવામાં આવ્યા છે. જીતેન્દ્ર લુહાર એટલે કે, ટલ્લડ ગીતા લુહારનો એકનો એક દીકરો હતો. જીતેન્દ્રને દારૂ પીવાની આદત હતી. ઉપરાંત જીતેન્દ્ર લુહાર પોતાની માતા ગીતા લુહારની સાથે મારઝૂડ પણ કરતો હતો. ગીતા લુહાર જીતેન્દ્ર લુહારના આવા વર્તનથી ત્રાસી ગઈ હતી. ગીતા લુહાર ૫૦ લાખ રૂપિયાની સંપત્તિ ધરાવે છે અને આ સંપત્તિ ગીતા લુહાર પોતાની દીકરીઓને આપવાની ઈચ્છા ધરાવતા હતા.

image source

જીતેન્દ્ર લુહાર પોતાની બંને બહેનોને નફરત કરતા હતા અને માતા ગીતા લુહાર જયારે પોતાની દીકરીઓને પૈસા સહિત અન્ય કોઈ મદદ કરે તો જીતેન્દ્ર ઘરમાં આવીને કકળાટ કરતા હતા. માતા ગીતા લુહારએ આ બાબતને ધ્યાનમાં રાખીને પોતાના જમાઈ વિપિનની સાથે મળીને ષડ્યંત્ર રચીને દીકરા જીતેન્દ્ર લુહારની હત્યા કરાવી દે છે. ઉપરાંત જીતેન્દ્ર લુહારના લગ્ન હજી ૯ મહિના પહેલા જ કરવામાં આવ્યા હતા અને જીતેન્દ્ર લુહારની પત્ની જ્યોતિ અઢી માસની ગર્ભવતી હતી તે સમયે જ સાસુ ગીતા લુહાર પુત્રવધુ જ્યોતિનો ગર્ભપાત કરાવી નાખે છે, જેથી કરીને કોઈ નવો વારસ આવી શકે નહી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *