Site icon News Gujarat

ઐશ્વર્યાએ નહિં, પણ આ મહિલાએ તો અભિષેકને જાહેરમાં જ કરી દીધું હતુ કંઇક એવું કે…જે યાદ કરીને આજે પણ અભિષેક તો…

બોલિવૂડમાં સ્ટાર કિડ્સ હોવું તેના ઘણા લાભ પણ થાય છે અને સાથે જ નુકસાન પણ હોય છે. ઘણા કેસમાં લાભ કરતાં વધારે નુકસાન ફિલ્મ સ્ટાર્સના બાળકોએ સહન કરવું પડે છે. આવી જ ઘટના બની હતી બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેક બચ્ચન સાથે. અભિષેકે જ્યારથી ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો ત્યારથી તેની સરખામણી સતત તેના પિતા અને માતા સાથે થાય છે. આ બાબતે જ એકવાર અભિષેકને જાહેરમાં થપ્પડ ખાવી પડી હતી.

image source

મહિલાએ જાહેરમાં અભિષેક બચ્ચનને લાફો મારી દીધો હતો એમ કહીને કે તે પોતાના પરિવારનું નામ ખરાબ કરી રહ્યો છે. આ વાત અભિષેક બચ્ચને એક મુલાકાત દરમિયાન કહી હતી. તેણે કહ્યું હતું કે વર્ષ 2002માં જ્યારે તેની ફિલ્મ શરારત રિલીઝ થઈ ત્યારે તે ઉત્સુક હતો લોકોની પ્રતિક્રિયા જાણવા અને જોવા માટે. તેથી તે મુંબઈના ગેટી ગેલેક્સી થિયેટર ગયો હતો. ફિલ્મના ઈંટરવલ દરમિયાન તે થિયેટર બહાર સ્ટેંડ પર ઊભો હતો. તેવામાં એક મહિલા થિયેટરમાંથી બહાર આવી અને અભિષેક બચ્ચનને જોરદાર થપ્પડ ઝીંકી દીધી. અભિષેક પણ કંઈ સમજી શક્યો નહીં. તેવામાં મહિલાએ તેને કહ્યું કે તે તેના પરિવારનું નામ બદનામ કરી રહ્યો છે તેણે એક્ટિંગ કરવાનું બંધ કરી દેવું જોઈએ.

image source

આ ઘટનાથી અભિષેક હચમચી ગયો હતો. તેને ત્યારે સમજ આવ્યું નહીં કે તે શું રિએક્શન આપે. જો કે આ ઘટનાને અભિષેક બચ્ચન આજ સુધી ભુલી શક્યો નથી. મહત્વપૂર્ણ છે કે ફિલ્મ શરારત તેની કારર્કિદીની બીજી ફિલ્મ હતી. તેની પહેલી ફિલ્મ કરીના કપૂર ખાન સાથે વર્ષ 2000માં આવી હતી. રેફ્યૂજી ફિલ્મ કર્યા બાદ શરારતમાં અભિષેક જોવા મળ્યો હતો.

image source

આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી શકી ન હતી. જો કે 20 વર્ષની ફિલ્મી કારર્કિદીમાં અભિષેક બચ્ચને થોડી જ હિટ ફિલ્મો આપી છે. આ કારણે તેને ટ્રોલ પણ કરવામાં આવે છે.

image source

આમ થવાનું એક કારણ એ પણ છે કે તેમના પિતા અમિતાભ બચ્ચન અને માતા જયા બચ્ચન બોલિવૂડના શ્રેષ્ઠ કલાકારોમાંથી એક છે તેમના સંતાન તરીકે અભિષેક પાસેથી પણ લોકો ઉત્તમ અભિનયની જ અપેક્ષા રાખે છે. પરંતુ જ્યારે તેની શરુઆતની ફિલ્મોમાં લોકોની અપેક્ષા પુરી ન થઈ તો તેનો જવાબ અભિષેકને થપ્પડ તરીકે મળ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version