દરેક છોકરીઓને આવા મસ્ત સાસુમાં મળે તો કરે લીલા લહેર, સાસુમાંએ વહુને આપેલી ગિફ્ટનું આ લિસ્ટ જાણીને તમે પણ બોલી ઉઠશો આને કહેવાય નસીબદાર

કહેવાય છે ને કે બંને લાઇફ પાર્ટનર સમજદાર અને પ્રેમ કરવાવાળો હોય તો જીવન બની જાય છે, પરંતુ જો સાથે સાથે સાસુ પણ ખૂબ જ સરસ હોય તો આ ખુશીઓ તો બેગણી કરતા પણ વધી જાય છે. આવું જ કંઇક અભિનેત્રી નેહા મર્દાના જીવનમાં થયુ છે.

image source

સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે સાસુ અને વહુને બહુ બને નહીં. તે બંને વચ્ચે છત્રીસ નો આંકડો જ હોય છે. જોકે, એવી પણ સાસુ વહુની જોડી હોય છે, જેમની વચ્ચે ઘણો જ પ્રેમ છે. એક સાસુમા એવા પણ છે, જેમણે પોતાની વહુને એક નહીં પણ ત્રણ ત્રણ લક્ઝૂરિયસ કાર તેની એનિવર્સરી માં ગિફ્ટમાં આપી હતી.

image source

આટલું જ નહીં પરંતુ વહુની બહેનના લગ્નમાં તેને જડતરનો સેટ પણ આપ્યો હતો. આ યુવતી બીજી કોઈ નહીં, પરંતુ ટીવી એક્ટ્રેસ નેહા મર્દા છે. નેહા મર્દાને તેની સાસુમાએ લક્ઝૂરિયસ કાર ગિફ્ટમાં આપી છે. નેહા મર્દાએ પટના સ્થિત બિઝનેસમેન આયુષ્માન અગ્રવાલ સાથે ૨૦૧૨ માં લગ્ન કર્યાં હતાં. નેહાને તેના પતિ કરતાં તેના સાસુમા વધારે લાડ લડાવે છે.

image source

પહેલી વેડિંગ એનિવર્સરી પર સાસુમાએ નેહાને બીએમડબલ્યૂ કાર આપી હતી. બીજી વેડિંગ એનિવર્સરી પર સાસુમાએ ઓડી તો ત્રીજી વેડિંગ એનિવર્સરી પર જગુઆર કાર ગિફ્ટમાં આપી હતી. નેહાના સાસુમા બીજા જેવા નથી. તે વહુને સતત તેના કરિયર પર ફોકસ કરવાનું કહે છે. નેહા થોડાં મહિના મુંબઈ તો થોડાં મહિના પટના રહે છે. કરિયરમાં આગળ વધવા માટે નેહાને તેના સાસુમા સતત પ્રોત્સાહિત કર્યા કરે છે.

image source

જયારે નેહાની બહેનના લગ્ન હતા, ત્યારે તેની સાસુમાએ તેમની સાડીઓ તેને આપી હતી. બંગાળની બાલુ ચરી સાડી નેહાએ બહેનની પીઠીમાં પહેરી હતી. તે સાડીમાં ખુબ સારી પણ દેખાય રહી છે. આ ઉપરાંત બહેનના લગ્નમાં નેહાને સાસુએ જડતરનો સેટ ગિફટ કર્યો હતો. આ જડતરનો સેટ મુઘલ ડિઝાઈનનો હતો અને તે એક્ટ્રેસ પર ઘણો જ સારો લાગતો હતો.

image source

તેની સાસુ તેને ઘણો પ્રેમ કરે છે અને તેઓ તો તે ઇચ્છે છે કે તે તેના કરિયર પર ધ્યાન આપે. એકવાર નેહાએ કહ્યુ હતુ કે, મારી સાસુ ઇચ્છે છે કે હું આત્મનિર્ભર રહુ. તેમનું માનવુ છે કે લગ્ન કરીને હાઉસવાઇફ બનવું એ કોઇ મહિલાના જીવનનું મક્સદ ના હોવુ જોઇએ. મહિલાને હંમેશા કંઇને કંઇ ક્રિએટિવ કરતા રહેવુ જોઇએ. નેહાને તેની સાસુએ ઘણી લગ્ઝરી ગિફ્ટો આપી છે. તેઓ બંને સારી બોન્ડિંગ ધરાવે છે અને તેઓ બંને એકબીજાને ખૂબ જ પ્રેમ પણ કરે છે. સાસુની સાથે સાથે નેહાની માતા પણ તેને મોંઘા મોંઘા ગિફ્ટ્સ આપતી રહે છે.