લો બોલો અહીં પોલીસ સ્ટેશનમાં ઉંદરો અફીણની સાથે-સાથે 29 હજાર લીટર શરાબ ગટગટાવી ગયા, અને પછી..

હરિયાણાના ફરીદાબાદ શહેરમાં એક ચોંકાવનારી ખબર સામે આવી છે. અહીંયાના પોલીસ સ્ટેશનના માલખાનામાંથી 29 હજાર દારૂ બોટલ તેમજ કન્ટેનરમાંથી ગાયબ થઈ ગઈ છે. પોલીસનું કહેવું છે કે આ કામ ઉંદરનું છે. ઉંદરોએ દારૂની સાથે સાથે ગાંજો, અફીણ જેવા કેફી પદાર્થોના ડબ્બા અને પોટલી પણ કોતરી નાખ્યા. એક વર્ષ પછી શહેરના બધા પોલીસ સ્ટેશનમાં જપ્ત દારૂનો નષ્ટ કરવા માટે પોલીસ કમિશનર ઓફિસમાંથી આંકડા લેવામાં આવી રહ્યા હતા. એ દરમિયાન ખબર પડી કે માલખાનમાં ઉંદરોએ આતંક મચાવેલો છે.

image source

પોલીસ આંકડા મુજબ ગયા વર્ષે બધા પોલીસ સ્ટેશનમાં લગભગ 53473 લીટર દેશી દારૂ, 29995 લીટર અંગ્રેજી દારૂ, 2804 કેન બિયર તેમજ 805 લીટર કાચો દારૂ જપ્ત કર્યો હતો. આ બધો દારૂ શહેરના બધા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 824 કેસ હેઠળ જપ્ત કરવામાં આવી હતી. આ દારૂને શહેરના જુદા જુદા જપ્ત કરી માલખાનામાં રાખવામાં આવી હતી. પણ ઉંદરે એમને પણ કોતરી નાખી અને ગટકાવી ગયા.

આ મહિને નષ્ટ કરવાની છે 2230 લીટર દારૂ.

image source

824 કેસમાંથી 49 કેસમાં કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવી ચુકી છે. એવામાં પોલીસ આ મહિને 982 લીટર દેશી દારૂ, 1169 અંગ્રેજી દારૂ તેમજ 30 બિયર કેન નષ્ટ કરશે. એને નષ્ટ કરવા માટે પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં એક સીમિત બનાવવામાં આવશે. આ સમિતિમાં બે અન્ય અધિકારી તેમજ ગણમાન્ય લોકોમાં સામેલ કરવામાં આવશે.

image source

પોલીસ સુત્રોનું માનીએ તો ઉંદરોએ સૌથી વધુ દેશી દારૂની બોટલને કાપી છે. એનું કારણ એ પણ છે કે દેશી દારૂની બોટલો પ્લાસ્ટિકની હોય છે. તો કાચી દારૂને પણ પ્લાસ્ટિકના કન્ટેનરમાં રાખવામાં આવે છે. એવામાં ઉંદરોએ એને વધુ નુકશાન પહોંચડ્યું છે. આંકડા અનુસાર ઉંદરોએ દેશી તેમજ કાચી દારૂ મેળવીને લગભગ 20 હજાર લીટર દારૂ ગટકાવી લીધી છે કે પછી એમના કાતરવાના લીધે દારૂ વહી ગઈ છે. તો અંગ્રેજી દારૂની પણ બોટલોના ઢાંકણ કાતરીને ઉંદરોએ લગભગ 9 હજાર લીટર જપ્ત દારૂ ગાયબ કરી દીધી છે.

બિહારમાં પૂરને લીધે થયેલા નુકસાન માટે ઉંદર જવાબદાર બન્યા હતા

image source

બિહારમાં પૂર માટે ઉંદરો નિમિત્ત બન્યા હતા. ઉંદરોએ પાણી અટકાવવા માટે બાંધવામાં આવેલા બંધમાં ઉંડા દર પાડ્યા હતા.

પાણીનું પ્રમાણ વધતા આ બંધો તૂટી ગયા હતા.​​​​​​​

​​​ઉંદરોએ નકલી પ્રમાણપત્રો કોતરી ખાધા હતા

image source

​​​​​​​​​​​​​​બિહારમાં ઉંદરો શરાબ પી જવાથી લઈ પાણીના બંધો તોડવા ઉપરાંત ભરતી કરાયેલા શિક્ષકોના નકલી પ્રમાણપત્રોને કોરી ખાધા હતા. આશરે 40 હજાર શિક્ષકોના પ્રમાણપત્રોવાળા ફોલ્ડરને કોતરી ખાધા હતા.