ગુજરાતમાં અહીં કોઇ પણ જાતની પબ્લિસિટી વગર થાય છે સેવા, જેને જરૂર હોય એ લઇ જાય ફ્રુટ અને સાથે…

આખા દેશમાં કોરોના વાયરસ સંક્રમણની મહામારી એકવાર ફરીથી માથું ઉચકી લીધું છે અને હાહાકાર મચી ગયો છે. ગુજરાત રાજ્યમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ ખુબ જ ઝડપથી વધતું જ જઈ રહ્યું છે. જેના પરિણામે તમામ સ્થાને જરૂરિયાતની તમામ વસ્તુઓના ભાવ આસમાને અડી રહ્યા છે. જેમાં ફ્રુટના ભાવ પણ ખુબ જ વધી ગયા છે. ત્યારે આવા સમયમાં ગુજરાત રાજ્યના જામનગર શહેરમાં એક બાજુ ફ્રુટના વધારે ભાવ વસુલ કરીને લુંટ ચલાવવામાં આવી રહી છે.

image source

જેના લીધે જામનગર શહેરમાં આવતા દર્દીઓના પરિવારના સભ્યોને જરૂરી વસ્તુઓ માટે મદદ મળી રહે તેના માટે રાષ્ટ્રસંત ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણા અને વિદેશથી દાતાનો સહયોગ મળી જવાથી જામનગર શહેરમાં આવેલ અર્હમ સેવા ગ્રુપના સ્વયંસેવકો દ્વારા પ્રસંશનીય સેવા કાર્ય જામનગર શહેરના સરકારી કોવિડ હોસ્પિટલની બહાર દર્દીઓ માટે અને તેમના પિરવારના સભ્યોની સુવિધા માટે તેમને જેટલા પણ જોઈતા હોય તેટલા ફ્રુટ અને પાણીની બોટલ્સ નિઃશુલ્ક આપવામાં આવી રહ્યા છે. જામનગર શહેરમાં આ જગ્યાએ રોજીંદા ૨૦૦ કિલો જેટલા ફળ અને મિનરલ પાણીની બોટલ્સ કોઈપણ પ્રકારની કીમત લીધા વિના આપવામાં આવી રહી છે. જો કે, જામનગર શહેરમાં આ ફ્રુટ સેવા છેલ્લા થોડાક દિવસથી આપવામાં આવી રહી છે જેના માટે અંદાજીત રોજ ૭૫ હજાર રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.

image source

કોરોના વાયરસ સંક્રમણની મહામારીની બીજી લહેર દરમિયાન ઘણા બધા એવા વ્યક્તિઓ હોય છે જેઓ પોતાના દ્વારા કરવામાં આવેલ નાનકડી મદદ માટે પણ ફોટોસ કે પછી વિડીયો લેવાનું પસંદ કરતા હોય છે ત્યારે આવા કપરા સમયમાંગુજરાત રાજ્યના જામનગર શહેરમાં કોરોના વાયરસની સરકારી હોસ્પિટલની બહારની બાજુ હોસ્પિટલમાં એડમિટ થયેલ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ અને તેમના પરિવારના સભ્યો માટે ઉપરાંત અન્ય બીમારીથી પીડિત દર્દીઓ માટે ફ્રી ફ્રુટ સેવા આપવામાં આવી રહી છે.

image source

જો કે, જામનગર શહેરની કોરોના વાયરસની સરકારી હોસ્પિટલની બહાર છેલ્લા થોડાક દિવસથી જ ફ્રી ફ્રુટ સેવા આપવામાં આવી રહી છે તેમ છતાં આ સેવા મારફતે કોઈપણ પ્રકારની પ્રસિદ્ધિ મેળવવાના પ્રયત્નો કરવામાં આવ્યા નથી. અહિયાં ફ્રુટની સાથે સાથે મિનરલ વોટરની પણ ફ્રીમાં આપવામાં આવી રહી છે. એક અંદાજ મુજબ, દર્દીઓ અને તેમના પરિવારના સભ્યોની આપવામાં આવી રહેલ આ ફ્રી ફ્રુટ સેવા અને મિનરલ વોટરની સેવા માટે અંદાજીત ૭૫ હજાર રૂપિયા જેટલો પ્રતિ દિ ખર્ચ કરવામાં આવે છે.